પોરબંદરમા કયા છે મોતનો ખાડો
પોરબંદરમા ટ્રાફીકથી ધમધમતા છાંયા ચોકી રોડ ઉપર પેટ્રોલપંપ પાસે વરસાદી પાણીનાં નિકાલ માટેની કામગીરી કરવા માટે મસમોટો ખાડો ખોદવામાં આવ્યો છે અને છેલ્લા કેટલાંક દિવસોથી આ ખાડો ખુલ્લો જાેવા મળી રહ્યો છે. અહિં કોઈ બેરીકેટ મુકવામાં આવ્યા નથી.
પોરબંદરનુ પક્ષી અભ્યારણ્ય કેમ બન્યુ રળીયામણુ
પોરબંદર વન વિભાગ અને પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા શહેરની મધ્યે આવેલા પક્ષી અભ્યારણ્ય ખાતે સેવ વાઈલ્ડ લાઈફ અંતર્ગત વોલ પેઈન્ટીંગ ર૦ર૩નું આયોજન કરવામાં આવ્યુંં હતું. જેમાં ૧૧ વર્ષની દિકરીથી લઈ અને યુવાનો અને યુવતિઓ દ્વારા મોર, સિંહ અને વાઘ સહિતના પશુ-પંખીઓ અને વન્ય પ્રાણીઓના ચિત્રોનું અદ્ભૂત સર્જન કરવામાં આવ્યું છે.
પોરબંદરના બંદરને કોનુ લાગ્યુ ગ્રહણ
પોરબંદરના માછીમારોની સમસ્યાનો કિનારો જાણે નજીક આવતો જ ન હોય તેમ એક પછી એક મોઝા ઉછળતા રહે છે. પોરબંદરના અસ્માવતી ઘાટ નજીક બંદરના મુખ્ય બંદરના મુખમાં રેતીનો ભરાવો થઈ ગયો હતો. જેના કારણે માછીમારોની બોટ સફાઈ જવાની ઘટના અવાર નવાર બનતી હતી.
આતો ભરે કરી.. પોરબંદરના દરીયામા આખલો ખાબકયો
પોરબંદરમા આખલો દરીયામા ખાબકયો
ચોપાટી નજીકના દરીયામા અકસ્માતે પડી ગયો
ફાયર બ્રિગેડની ટીમે રેસ્કયુ કરી આખલાને બહાર કાઢયો
શહરેમા આટાફેરા કરતો આખલો દરીયામા ખાબકયો
પોરબંદરમા લગ્ન પ્રસંગના રંગમા ભંગ કોણે પાડયો હતો
પોરબંદરમા લગ્ન પ્રસંગમા થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
ગત તા ર૬ જાન્યુઆરીના રોજ થઈ હતી ચોરી
સોનાની ચાર બંગડી અને એક લાખ મળી કુલ ત્રણ લાખની ચોરી થઈ હતી
કમલાબાગ પોલીસે ગણતરીની કલાકોમા ચોરીનો ભેદ ઉકેલ્યો
પોરબંદર જીલ્લામા પંખીડાની ગણતરી શરૂ
પોરબંદરને પક્ષીનગર તરીકેની ઓળખ મળી છે.અહીં શિયાળાના સમયમા મોટી સંખ્યામા પક્ષીઓ આતિથ્ય માણવા માટે આવે છે. પોરબંદર જીલ્લામા મોકરસાગર, કુછડી, છાયા રણ,બરડા સાગર સહિતા જળપલ્લાવિત વિસ્તારો આવેલા છે.
પોરબંદરનાં સીમાડે છેલ્લા બે ત્રણ માસથી પોતાનો મુકામ બનાવનાર સિંહને સિંહપ્રેમીઓએ કોલંબસ નામ આપ્યું છે. આ સિંહ અવાર-નવાર ઓડદર રતનપર વિસ્તારમાં પશુઓનાં મારણ કરતો હતો તેમજ ઓડદરની ગૌશાળામાં પશુઓનાં મારણ કરતા વિવાદ થયો હતો. આ તો વનરાજા મન થાય ત્યાં મારણ કરે અને મુકામ કરે. પોરબંદર નજીકનાં દેગામ સહિતનાં વિસ્તારોમાં લટાર માર્યા બાદ કોલંબસ બરડા ડુંગરમાં પહોંચી ગયો છે. છેલ્લા પાંચ સાત દિવસથી ત્યાં મુકામ કર્યું છે.
પોરબંદર જિલ્લાના ખેડૂતો સાવધાન ' માવઠાથી પાક ને બચાવો
પોરબંદર સહિત રાજ્યભરમાં આકરી ઠંડી પડી રહી છે અને આગામી ૨૪ કલાક કોલ્ડવેવની સાથે કમૌસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેને કારણે જીરૂનાં પાકને નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે. કાળીયા નામનો રોગથી પાક પ્રભાવિત ન થાય તે માટે પિયત સમયે દવાનો છંટકાવ કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડુતોને અપીલ કરી છે.
પોરબંદરમા લગ્ન પ્રસંગમા ગઠીયાએ કરી કળા
પોરબંદરમાં ચોરીના બનાવો સામાન્ય બની ગયા છે ત્યારે વસંત પંચમીનાં દિવસે એક લગ્નપ્રસંગમાંથી ગઠીયાઓ સોનાનાં ઘરેણા અને રોકડ રકમ ભરેલુ પર્સ ઉઠાવી ગયા હતા. પરિવારની મહિલા જાનનું સામૈયુ કરવા માટે ગયા હતાં તે દરમ્યાન આ ચોરીનો બનાવ બન્યો હતો.
પોરબંદરમા હજુ કેવી પડશે કાતિલ ઠંડી જુઓ..
પોરબંદર સહિત રાજ્યભરમાં ઠંડીનો પ્રકોપ જાેવા મળી રહ્યો છે. પોરબંદર સહિત રાજ્યનાં ૧૦ શહેરોમાં તાપમાન ૧૦ ડીગ્રીથી નીચે નોંધાયું હતું. પોરબંદર શહેર અને જિલ્લામાં પડી રહેલી આકરી ઠંડીને કારણે જનજીવન પ્રભાવીત બન્યું છે.હજુ પણ આગામી ર૪ કલાક આકરી ઠંડીની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામા આવી છે.
પોરબંદર જીલ્લામા દરીયા અને પર્વત પર લ્હેરાયો તિરંગો
પોરબંદર જીલ્લામા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામા આવી હતી પોરબંદરના દરીયામા અને માધવપુરના ગોવર્ધન પર્વત ઉપર ધ્વજવંદન કરવામા આવ્યુ હતુ અને શાનથી તિરંગો લ્હેરામા આવ્યો હતો
પોરબંદર જીલ્લાના ખેડુતોને ઠંડી કેમ પડે છે ભારે
પોરબંદર જિલ્લામાં કિશાનોને કૃષિ માટેની વીજળી રાત્રિના સમયે આપવામાં આવે છે તેથી ખૂબજ કાતિલ ઠંડીમાં ખેડૂતોને પોતાના પાક માટે પિયત જરૂરી હોવાથી રાત ઉજાગરા કરીને ખેતીકામ કરવું પડે છે જેના કારણે ખેડૂતોના બિમાર પડવાના, હૃદયરોગના હુમલાના, દમ-અસ્થમાના બનાવો વધ્યા છે. માત્ર ખેડૂતો જ નહીં, તેમની સાથે કામ કરતા ખેતમજૂરોની સ્થિતિ પણ ચિંતાજનક બની છે.હાલમાં તીવ્ર ઠંડી પડી રહી છે
પોરબંદરમા કયા જાેવા મળી દારૂની રેલમછેલ
ગાંધીના ગુજરાતમ દારૂબંધી હોવા છતા અવારનવાર દારૂનો મોટો જથ્થો ઝડપાય છે પોરબંદર જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન દ્રારા પકડવામા આવેલા દારૂના જથ્થાનો નાશ કરવામા આવ્યો હતો જીલ્લા પોલીસવડા ડોે. રવિ મોહન સૈની ની સુચનાથી સીટી ડીવાયએસપી નિલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ દારૂના નાશ કરવાની કામગીરી કરવામા આવી હતી
ર૦૪૭ મા પોરબંદર જીલ્લાનો વિકાસ કેવો હશે
હાલ આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આઝાદીનાં શતાબ્દીનાં મહોત્વની ઉજવણીને લઇને કેન્દ્ર સરકાર દ્વારા વિઝન પોરબંદર જ્ર ૨૦૪૭ ની તૈયારી શરૂ કરી દેવામા આવી છે. આ માટે સરકાર દ્વારા ખાસ વિઝન માટે દરેક જિલ્લાઓને સૂચન કરવામાં આવ્યુ હતું. જેનાં દેશભરમાંથી માત્ર ૨ જિલ્લાઓએ જ ભારત સરકારનાં ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનીસ્ટ્રેશન રીફોર્મસ એન્ડ પબ્લિક ગ્રેવેન્સીસની વર્કિંગ કમિટી સમક્ષ પ્રેઝેન્ટેશન કર્યુ હતું
ર૦૪૭ મા પોરબંદર જીલ્લાનો વિકાસ કેવો હશે
હાલ આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આઝાદીનાં શતાબ્દીનાં મહોત્વની ઉજવણીને લઇને કેન્દ્ર સરકાર દ્વારા વિઝન પોરબંદર જ્ર ૨૦૪૭ ની તૈયારી શરૂ કરી દેવામા આવી છે. આ માટે સરકાર દ્વારા ખાસ વિઝન માટે દરેક જિલ્લાઓને સૂચન કરવામાં આવ્યુ હતું. જેનાં દેશભરમાંથી માત્ર ૨ જિલ્લાઓએ જ ભારત સરકારનાં ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનીસ્ટ્રેશન રીફોર્મસ એન્ડ પબ્લિક ગ્રેવેન્સીસની વર્કિંગ કમિટી સમક્ષ પ્રેઝેન્ટેશન કર્યુ હતું
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software