પોરબંદરવાસીઓ કેમ પીજીવીસીએલ સામે રોષે ભરાયા
પોરબંદર શહેરમા વીજ ધાંધીયાથી લોકો પરેશાન
પરેશનગર,કમલાબાગ સહિતના વિસ્તારોમા લો-વોલ્ટેજ
પીજીવીસીએલની બેદકારી સામે સ્થાનીકોમા રોષ
રજુઆત બાદ પણ સમસ્યાનો ઉકેલ નહીં
ઉધોગનગર પીજીવીસીએલને રજુઆત
સંતોષકારક જવાબ નહીં આપતાહોવાના આક્ષપ
બરડામા ઝુલતા વિજવાયરો મોત બનીને ત્રાટકે તેવો ભય
પોરબંદર જિલ્લાનાં બરડા પંથક વિસ્તારમાં પીજીવીસીએલનાં જીવતા વીજ વાયરો જુલાની જેમ ઝુલી રહ્યા છે. વીજ વાયરો બદલાવવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. છતાં કોઈ કામગીરી થતી નથી તેવા આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે. મોઢવાડા ગામનાં ખેડૂત આગેવાન હિતેષભાઈ મોઢવાડીયાએ સોશ્યલ મિડીયાનાં માધ્યમથી એવી રજૂઆતો કરી છે કે આમ તો બરડા પંથકનાં મોટા ભાગનાં ગામોમાં વીજ વાયરો બદલાવવામાં આવ્યા નથી. મોઢવાડાની વાત કરીએ તો કમીઆઈ ફીડરમાં વીજ વાયરો એટલા બધા નીચે છે કે ટ્રેકટર લઈને જવું પણ મુશ્કેલ બન્યુ છે.
પોરબંદર માં વીજળી ના મુદ્દે કોંગ્રેસ નો વીજ તંત્ર ને કરન્ટ
પોરબંદર કોંગ્રેસ દ્વારા વીજ બીલ લૂંટ વિરૂદ્ધ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ નેતા અર્જુનભાઇ મોઢવાડિયાની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યાલયથી પીજીવીસીએલ કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો જોડાયા હતા.
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software