પોરબંદર ભાજપ ના ઉમેદવાર બોખીરીયા એ મતદાન બાદ શુ કહ્યું.... ????
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નુ પ્રથમ તબક્કાનું મતદાન આજે યોજાયું હતું . આજ સવાર થી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો પોરબંદર વિધાન સભા બેઠકના ભાજપ ના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયા એ ભોજેશ્વર પ્લોટમાં આવેલા રૂપાળીબા શાળા ખાતેના મતદાન કેન્દ્રો ઉપર પોતાના પરિવાર સાથે મતદાન કર્યુ હતું. આ તકે બાબુભાઇ બોખીરીયા એ એવું જણાવ્યું હતું કે ભાજપ સરકારે ગુજરાત માં વિકાસ ના કામો કર્યાં છે અને ગુજરાત ની પ્રજા પણ વિકાસ ઈચ્છી રહી છે ત્યારે ૧૫૦ સીટ સાથે ભાજપ ફરી સરકાર બનાવશે.
મતદારો મારા માટે ઈશ્વર છે : બાબુભાઇ બોખીરીયા ..
પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપ ના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયા એ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ફોર્મ ભર્યા બાદ પત્રકારો સાથે ની વાતચીત માં એવું જણાવ્યું હતું કે, ભાજપે સતત છઠી વખત મારા પર વિશ્વાસ મુક્યો છે .
વિધાનસભાની ચૂંટણી ના પડઘમ વાગ્યા છે ભાજપ દ્વારા આજે 160 જેટલા ઉમેદવારો ની યાદી જાહેર કરી છે તેમાં પોરબંદર વિધાનસભા બેઠક નો પણ સમાવેશ થયો છે સતત ત્રીજી વખત બાબુભાઇ બોખિરીયાની પસંદગી કરવામાં આવી છેનામ જાહેર થતા જ ભાજપ ના કાર્યકરો માં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો મીઠા મોઢા કરી અને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.
પોરબંદર જીલ્લા માં વિકાસ કાર્યો નો વરસાદ
ગુજરાત ના મુખ્યમન્ત્રી ભુપેન્દ્ર પટેલ ની સરકાર ને આજ વર્ષ પૂર્ણ થયું છે ત્યાર આજ રોજ પોરબંદર માં વિશ્વાસ થી વિકાસ ના એક ખાસ તાલુકા કક્ષા ના કાર્યક્રમ નું આયોજન પોરબંદર બિરલા હોલ ખાતે કરવામાં આવ્યું હતું .... આ કાર્યક્રમ માં પોરબંદર ના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા , પોરબંદર જીલ્લ્લા કલેકટર અશોક શર્મા તો સાથે જ શહેર અનેકે મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software