પોરબંદરમા હજુ કેવી પડશે કાતિલ ઠંડી જુઓ..
પોરબંદર સહિત રાજ્યભરમાં ઠંડીનો પ્રકોપ જાેવા મળી રહ્યો છે. પોરબંદર સહિત રાજ્યનાં ૧૦ શહેરોમાં તાપમાન ૧૦ ડીગ્રીથી નીચે નોંધાયું હતું. પોરબંદર શહેર અને જિલ્લામાં પડી રહેલી આકરી ઠંડીને કારણે જનજીવન પ્રભાવીત બન્યું છે.હજુ પણ આગામી ર૪ કલાક આકરી ઠંડીની આગાહી હવામાન વિભાગ દ્રારા કરવામા આવી છે.
પોરબંદરની ઠંડી મા ગરમા-ગરમ કાવાની મજા
પોરબંદર સહિત રાજ્યભરમાં છેલ્લા કેટલાક સમયથી ઠંડીનો મીજાજ આકરો જાેવા મળી રહ્યો છે. સતત પડી રહેલી ઠંડીના કારણે જનજીવન અકળાઈ રહ્યું છે. સવાર-સાંજ તો શું દિવસ દરમિયાન પણ લોકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડી રહ્યો છે. પોરબંદર શહેરની વાત કરીએ તો આ વર્ષે તામપાન ૬ ડિગ્રીએ પહોંચ્યું હતું. ત્યારબાદ આ તાપમાનનો પારો ૧૦-૧૧ વચ્ચે જ રહે છે જેના કારણે હાડ થ્રીજાવતી ઠંડી પડી રહી છે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software