પોરબંદર માં ગૌવંશ ને બચાવા પ્રયાસ કરનાર સંસ્થા ને અભિનંદન: રૂપાલા
પોરબંદર સહિત રાજ્યભર માં લિમ્પિ વાઇરસ ના કારણે ગૌવંશ મોત ને ભેટી રહ્યા છે તેવા સમયે કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા પોરબંદર ની મુલાકાતે આવ્યા હતા અને લિમ્પિ વાઇરસ ને સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તેમજ ઉદ્યોગનગર ખાતે ગૌવંશ માટે બનાવમાં આવેલા આઇસોલેશન વોર્ડ ની મુલાકાત લીધી હતી
પોરબંદર જિલ્લામાં લમ્પી વાઇરસનો કેવો છે કહેર
પોરબંદર જિલ્લા માં લમ્પી વાઇરસ નો કહેર જોવા મળે છે.જો કે પોરબંદર જિલ્લા પંચાયત ના પશુપાલન વિભાગ અને ઉદય કારાવદર ચેરીટેબલ ટ્રસ્ટ ની ઉત્તમ કામગીરી ને કારણે અનેક ગાયો ના જીવ બચાવામાં સફળતા મળી છે.પોરબંદર જિલ્લા માં અત્યારે સુધી માં કુલ 462 જેટલા પશુઓ ને લમ્પી વાઇરસ ની અસર જોવા મળી છે.અંદાજીત 40 પશુઓ ના મોત થયા છે.આ 40 પશુઓ માંથી 23 પશુઓ લમ્પી વાઇરસ ને કારણે મોત ને ભેટિયા છે.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software