ઉપરાષ્ટ્રપતિની રાષ્ટ્રપિતાને ભાવાંજલિ
દેશનાં ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુ આજે સૌરાષ્ટ્રનાં પ્રવાસે આવ્યાં છે. જામનગર ખાતે ટુંકુ રોકાણ કર્યા બાદ તેઓ પરિવાર સાથે દ્વારકાધીશનાં દર્શને પહોંચ્યા હતાં. જયાં પરિવાર સાથે દ્વારકાધીશની પૂજા-અર્ચન કરી હતી. અને ત્યાંથી નાગેશ્વર મહાદેવનાં દર્શન કર્યા હતાં. દ્વારકાથી સીધા ખાસ વિમાન મારફત પોરબંદર એરપોર્ટ ખાતે પહોંચ્યા હતાં. જયાં તેમનું ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. વૈંકયા નાયડુ પરિવાર સાથે કીર્તિમંદિર અને ગાંધી જન્મસ્થળની મુલાકાત પહોંચ્યા હતાં. જયાં રાષ્ટ્રપિતાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software