ગણપતિ બાપ્પા મોર્યા ના નાદ આજે પોરબંદર ની ગલી એ ગલી ગૂંજ્યા છે... આજ રોજ ગણેશજી આંગળે પધારી ને સૌ કોઈ ના હૈયે હરખ નો અવસર જામ્યો છે,પોરબંદર ના લોકો આ બાપ્પા ના વધામણાં કર્યા છે ત્યારે પોરબંદર મા દાયકાઓ પેહલા પ્રથમ વખત બાપ્પા બિરાજ્યા હતા તે સ્થળ એટલે માણેક ચોક. માણેકચોક ખાતે સૌપ્રથમ વાર ગણપતિ સ્થાપના વર્ષો પેહલા કરવામાં આવી હતી અને ત્યારબાદ પોરબંદર માં ગણેશ સ્થાપના નો શુભારંભ થયો હતો.
પોરબંદર ગજાનન ને આવકારવા કેવો છે ઉત્સાહ
હવે ટૂંક સમય માં જ ગૂંજશે ગણપતિ બાપ્પા મોરયાના નાદ પોરબંદર વિસ્તાર ની હરેક ગલીઓ માં. ત્યારે સમગ્ર લોકો બાપ્પા ના આગમન ની તૈયારી માં લાગી ગયા છે અને બાપ્પા ની આગતા સ્વાગતા કરવા હરખભેર રાહ જોઈ રહ્યા છે ત્યારે બજારો માં અવનવી બાપ્પા ની મૂર્તિ આવી ગય છે જે હર કોઈ નું મન મોહી લે તેવી અભિભૂત અને મનમોહનીય છે .પોરબંદર શહેરમાં ખાપટ વિસ્તારમાં 10 થી 15 જેટલા ધનધાર્થીઓં દર વર્ષે ગણેશ ચતુર્થી ના તહેવાર નિમિતે અમદાવાદ રાજકોટ જેવા શહેરો માંથી મૂર્તિઓ મગાવે છે
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software