જો માંગ પુરી કરવામાં નહીં આવે તો યે તો સિર્ફ ટ્રેઇલર થા ફિલ્મ તો અભી બાકી હૈ તેવા સૂર માલધારી સમાજ દ્વારા ઉઠી રહ્યા છે ગઈકાલ 21 સપ્ટેમ્બર ના રોજ દૂધ નો વ્યવસાય બંધ પાડી અને વિરોધ દર્શાવ્યો હતો ત્યારે આજ રોજ પોરબંદર માલધારી સમાજ દ્વારા દૂધ માંથી ઘી દ્વારા લાડવા બનાવી અને આજ રોજ મૂંગા પશુઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
પોરબંદર માં માલધારીઓ માં રોષ-દૂધ દોહલ્યું
માલધારીઓનો જંગ, દૂધ વ્યાપાર આજે થયો બંધ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે આંદોલનનો દોર શરૂ થયો છે. સરકારી કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઇને આંદોલનાત્મક કાર્યક્રમો આપી રહયાં છે. તો બીજી તરફ માલધારી સમાજમાં પણ રોષ જોવા મળી રહયો છે.
પોરબંદર માં માલધારી સમાજ હાલ મેદાને ઉતાર્યો છે અનેક માંગણીઓ અને તેમના હક ની માંગ સાથે તેઓએ આવતી કાલ એટલે તારીખ 21 સપ્ટેમ્બર ને બુધવાર ના રોજ ગુજરાત બંધ નું એલાન આપ્યું છે માલધારી સમાજ ના ભાઈઓએ આજ રોજ મીડિયા સમક્ષ વાત કરી અને સરકાર ને જાણે ખુલ્લી ચેતવણી આપી હોય અને માલધારી સમાજ ના હક માટે ની લડત ચાલુ રાખશે આ સાથે તેમની માંગ પુરી કરવા જણાવી .
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software