રાણાવાવની જામ્બુવન ગુફાનો શુ ઈતિહાસ
પોરબંદર નજીક આવેલ જાંબવત ની ગુફા આવેલ છે.આ ગુફા સાથે રામાયણ થી મહાભારત સુધી નો ઇતિહાસ જાેડાયેલ છે.તો સાથો સાથ આ ગુફા માંથી ટપકતા પાણી ને કારણે જમીન પર સ્વયંભૂ શિવલિંગ ઉતપન્ન થાય છે.આ ગુફા અંદાજે ૯૦૦૦ વર્ષ જૂની હોવા ની માનવામાં આવે છે.ભગવાન શ્રી રામ ના અવતાર માં ભગવાન રામ ને લંકા સુધી પોહચવા સમુદ્ર સેતુ બાંધવા માં મદદ રૂપ થનાર જાંબવત સાથે જાેડાયેલ છે.જાંબવત પોતાની પુત્રી જાંબુવતી સાથે અહીં રહેતા હતા.ભગવાન શ્રીકૃષ્ણ મણી શોધતા શોધતા જાંબવત ની ગુફા માં પોહચિયા હતા.ત્યાર બાદ ગુફા માં સતત ૧૮ દિવસ સુધી ભગવાન શ્રીકૃષ્ણ અને જાંબવત વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું.અને અંતે જાંબવતે પોતાની પુત્રી જાંબુવતી ના લગ્ન ભગવાન શ્રીકૃષ્ણ સાથે કરાવી મણી ભગવાન શ્રીકૃષ્ણ ને કન્યાદાન માં આપી હતી.
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software