પોરબંદરમા ગાંધી જયંતિ ખાદીની ખરીદી માટે ભારે ભીડ
પોરબંદરમા ગાંધી જયંતિથી ખાદી પર ખાસ વળતર
ગાંધી જયંતિના દિવસે સવારથી ખાદી ખરીદી માટે ભીડ
ખાદીની ખરીદી પર 25 ટકાનુ ખાસ વળતર આપવામા આવે છે.
20 ટકા સરકાર અને 5 ટકા ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન દ્રારા વળતર
યુવાનો પણ ખાદીની ખરીદી કરે છે.
ખાદીના વિવિધ વસ્ત્રો આકર્ષનુ કેન્દ્ર બન્યા
ગાંધીના ગામમા ગાંધીજીની સ્મૃતિ કેમ વિસરાઈ
પોરબંદર આવતા પ્રવાસીઓ માટે ગાંધીભૂમિની સ્મૃતિ અમર રહે તેવા હેતુ સાથે ઘૂઘવતા સાગરકાંઠે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ગાંધીસ્મૃતિ ભવન બનાવવામાં આવ્યું હતું જેમાં સાડા ત્રણ કરોડના ખર્ચે લેસર-શો બનાવવામાં આવ્યો હતો. જે ત્રણ વર્ષથી બંધ છે. અહીંનો વિકાસ માત્ર કાગળ ઉપર જ થયો છે ગાંધીજીની સ્મૃતિની અહીંના તંત્રને અને પાલિકાના શાસકોને કોઈ જ દરકાર નથી તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસે ભારે આક્રોશ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
ગાંધી જન્મભુમિને કારણે સમગ્ર વિશ્વભરમાં પ્રખ્યાત પોરબંદરનાં વિકાસની મોટી મોટી વાતો થઈ રહી છે. ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં જન્મસ્થળ અને સ્મારક કિર્તી મંદિરનાં ગેઈટ નજીક જ આવેલા સિમેન્ટ રોડમાં ખાડા પડી ગયા છે. છતાં સ્થાનિક તંત્ર અજાણ હોય તેમ આ રસ્તાનું સમારકામ કરવામાં આવતું નથી.
કુંવરજીભાઈ બાવળીયા એ ગાંધીજી સમક્ષ શીશ ઝુકાવ્યુ
રાજય સરકારના કેબીનેટ મંત્રી અને પોરબંદર જીલ્લાના પ્રભારી કુંવરજીભાઈ બાવળીયા આજે પોરબંદરની મુલાકાતે આવ્યા હતા જીલ્લાના પ્રભારીની જવાબદારી સોંપ્યા બાદ સૈાપ્રથમ વખત પોરબંદરની મુલાકાતે આવેલા કુંવરજીભાઈ બાવળીયાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મા સ્થળ અને સ્મારક ર્કિતિમંદિરની મુલાકાત લઈ અને ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software