રાણાવાવમા અપહરણનો આરોપી પોલીસના સંકજામા.
રાણાવાવના અપહરણના ગુનામાં છેલ્લા ૭ મહિનાથી નાસતા ફરતા એક આરોપીને ઝડપી લેવામાં રાણાવાવ પોલીસને સફળતા મળી છે.
પોરબંદરમા પશુ-પંખીઓ અને વન્ય પ્રાણીના ચિત્રોનુ સર્જન થશે.
પોરબંદર પક્ષી નગર તરીકે જાણીતું છે તો નજીકમાં પ્રાકૃતિક સૌંદર્યથી અદ્ભૂત પ્રકૃતિથી ભરપૂર બરડો ડુંગર પણ આવેલો છે. તેમજ છેલ્લા કેટલાક દીવસથી વનનો રાજા સિંહ પણ પોરબંદરનો મહેમાન બન્યો છે. તો આ સમયે પશુ-પક્ષીઓ અને વન્ય પ્રાણીઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેવા આશયથી પોરબંદર વન વિભાગ અને પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા સેવ વાઈલ્ડ લાઈફ અંતર્ગત હોલ પેઈન્ટીંગ ર૦ર૩નું આયોજન કરવામાં આવ્યું છે.
કુંવરજીભાઈ બાવળીયા એ ગાંધીજી સમક્ષ શીશ ઝુકાવ્યુ
રાજય સરકારના કેબીનેટ મંત્રી અને પોરબંદર જીલ્લાના પ્રભારી કુંવરજીભાઈ બાવળીયા આજે પોરબંદરની મુલાકાતે આવ્યા હતા જીલ્લાના પ્રભારીની જવાબદારી સોંપ્યા બાદ સૈાપ્રથમ વખત પોરબંદરની મુલાકાતે આવેલા કુંવરજીભાઈ બાવળીયાએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મા સ્થળ અને સ્મારક ર્કિતિમંદિરની મુલાકાત લઈ અને ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી
પોરબંદરના બંદરમા ફાયર સ્ટેશનના અભાવે માછીમારો દાઝે છે
પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં ગુરૂવારે સાંજના સમયે એક બોટમાં આગ લાગી હતી અને આ બોટ મળીને ખાખ થઈ જતા બોટ માલીકને ખૂબ મોટું નુકશાન થયું હતું. ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં કરી હતી.
રાણાવાવનુ અનાજ કૈાભાંડે ગરીબોને અનાજથી વંચિત રાખ્યા. રાણાવાવમાં પુરવઠા વિભાગના ગોડાઉનમાંથી અનાજના ૭ હજાર કટ્ટા બારોબાર વેચીને અંદાજે એક કરોડનું કૌંભાડ આચરવામાં આવ્યું હતું. અન્ય વિભાગની પૂરવઠા વિભાગની ટીમે આ કૌંભાડનો પર્દાફાશ કર્યો હતો અને અંતે ગોડાઉન મેનેજર સહિત ૧ર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ કૌંભાડની તપાસ શરૂ કરી છે.
Read Moreરાણવાવ મા ખેડુતના ઘરમા કોને ખાતર પાડયુ
રાણાવાવ મા ખેડુતની વાડીમા ચોરી
તસ્કરોને ૩.રપ લાખના મુદામાલની ચોરી
રાણાવાવ પોલીસે આરોપી ને ઝડપી લીધો
પોલીસે પોરબંદરના શખ્સને ઝડપી લીધો
પોલીસે સોના ઘરણા સહીતનો મુુદામાલ કબ્જે કર્યો
પોરબંદરમાં ઠડી વાયરલ
પ્પોરબંદર સહિત રાજ્યભરમાં આકરી ઠંડી પડી રહી છે. જેના કારણે જનજીવન પ્રભાવીત થયું છે. સાથે સાથે લોકોના આરોગ્ય ઉપર પણ અસર પડી છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય
વિસ્તારોમાં તાવ, શરદી અને ઉધરસના દર્દીઓમાં વધારો થયો છે. જાે કે વાયરલને કારણે આ અસર જાેવા મળી રહી છે.
કુતિયાણામાં એટીએમ તોડતા તસ્કરો સીસીટીવી માં કેદ
પોરબંદર ના કુતિયાણા માં બેક નું એટીએમ તોડવા નો પ્રયાસ
દેવડાનાકા નજીક યુનિય બેંકનું એટીએમ તોડવાનો પ્રયાસ
સમગ્ર ઘટના સીસી ટીવી માં કેદ
પોલીસે તપાસ હાથ ધરી
મધ્યપ્રદેશથી ચોરી કરવા કોણ આવતુ હતુ પોરબંદર
પોરબંદરના રાણાવાવ પંથકમા તરખાટ મચાવતી તસ્કર બેલડી ને ઝડપી લેવામા પોરબંદર એલસીબીને જબરી સફળતા મળી છે. સોના ઘરેણા,બાઈક અને મોબાલઈલ સહીતનો મુદામાલ કબ્જે કર્યો છે. અને શખ્સો ની પુછપરછ દરમ્યાન અન્ય કેટલાક ચોરીના ભેદ ઉકેલાશે તેમજ અન્ય કેટલાક શખ્સોના નામ પણ સામે તેવી શકયતાઓ છે.
પોરબંદર માં કોણ આપે છે ચોરી અને લૂંટ ને અંજામ
પોરબંદર સહિત જિલ્લાભરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં વધારો થયો હતો. જાે કે એક પછી એક ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. થોડો સમય પૂર્વે ધરમપુર નજીક આવેલા કોસ્ટગાર્ડના રહેણાક વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો હતો. તેનો ભેદ ઉકેલવામાં એલસીબીને સફળતા મળી છે. અને એક પરપ્રાતીય શખ્સને ઝડપી લીધો છે.
પોરબંદરમા થર્ટી ફસ્ટની અનોખી ઉજવણી
પોરબંદરમા રોકડીયા હનુમાનજી નાં આશીર્વાદ થી શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ - પોરબંદર અને સ્વસ્તિક ગ્રુપ - પોરબંદર નાં સંયુકત ઉપક્રમે " થર્ટી ફર્સ્ટ " ની ઉજવણી દિવ્ય રીતે કરવામાં આવી..પોરબંદર નાં સુપ્રસિધ્ધ રોકડીયા હનુમાન મંદિરે તા.૩૧/૧૨/૨૦૨૨ ને શનિવારે..૫૧ બાળકો દ્વારા શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ નાં સંગીતમય સથવારે ૧૧ હનુમાન ચાલીસા નાં પાઠ અને રામધૂન - ની રમઝટ સાથે..૨૦૨૨ ને વિદાય અને ૨૦૨૩ નાં વર્ષ નું સ્વાગત ખૂબ જ દિવ્ય રીતે ભક્તિભાવ સાથે ભારતીય સંસ્કૃતિ ને અનુરૂપ
પોરબંદરના બોખીરામા રામધૂન ની આલેખ
પોરબંદરના બોખીરા વિસ્તાર મા સમસ્ત ગ્રામજનો અને ધૂન મંડળ દ્રારા શનિવારે બોખીરા વિસ્તારમા આવેલા ચામુંડા માતાજીના મંદિરે અંખડ રામધૂન નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા બોખીરા રામધૂન મંડળ તેમજ વિવિધ રામધૂન મંડળ દ્રારા શ્રીરામ નો જયજયકાર કરવામા આવ્યો હતો આ સાથે થેલેસેમીયા પીડીત બાળકો અને માટે રકતદાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા ૧૦૩ બોટલ રકત એકત્રિત થયુ હતુ
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software