વૈષ્ણવ જન તો એને કહીયે જે પીડ પરાયી જાણે રે ........
ગાંધીજી ની વિચારધારા હતી કે છેવાડાના માનવી સુધી સેવા પોહ્ચે અને કોઈ નું દુઃખ હરવુ એ જ સાચી સેવાભક્તિ અને માણસાઈ ની નિશાની છે ત્યારે આજ રોજ ગાંધીભૂમિ પોરબંદર ખાતે ના આનંદ મેળા માં પધાર્યા છે એવા જ એક શ્રેષ્ઠ હાસ્યકલાકાર , અને સેવાકીય પ્રવૃત્તિ કરી અને સમગ્ર ગુજરાત માં સુંગધ પ્રસરાવી તેવા નીતિન ભાઈ જાની કે જેને બાળકો થી લય વયોવૃદ્ધ સૌ કોઈ ખજુરભાઈ ના નામ થી ઓળખે છે... એ ખજૂર ભાઈ કે જેમણે હમેશા ગુજરાતીઓના ઉદાસ ચહેરા પર મુસ્કાન લાવી છે .
છાયા ગુરુકુળ નર્સિંગ સ્કૂલની છાત્રાઓ એ મેળવી સિદ્ધિ
પોરબંદર માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ શ્રી આર.બી. બદીયાની સંકુલ દ્વારા આજ રોજ વિધાર્થી સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું .. નર્સીંગ શેત્રે અનેરી સિદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ મેળવેલ વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ માં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.. પૂજ્ય સ્વામી ભાનુપ્રકાશજી , ટ્રસ્ટ્રી પદુભાઇ રાયચુરા , દીપકભાઈ જટાનિયા અને અનેક હસ્તીઓના હાથે વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ પૂજ્ય સ્વામી ભાનુપ્રકાસજી એ શબ્દો રૂપી આશીર્વચન પાઠવ્યા હતા અને ભારત ના ભાવીઓ ને અનેરો રાહ ચીંધ્યો હતો અને વિધાર્થીઓ ઉતરોતર પ્રગતિ અને ભારત નું ઉજ્જવળ ભાવિ બને તે માટે પ્રેરણા આપી હતી.
સુભાષનગર પુલનું કામ કેમ પાણીમાં
પોરબંદર ના સુભાષ નગર તરફ જતા રસ્તા ઉપર પુલ બનાવની કામગીરી ચાલી રહી છે આ કામગીરી ગોકળગાઈ ની ગતિ એ ચાલતી હોવાના કારણે વાહન ચાલકો ને અને રાહદારીઓ ને મુશ્કેલી પડી રહી છે પોરબંદરથી સુભાષ નગર તરફ જતા રસ્તા ઉપર અલગ અલગ 2 સ્થળો એ પુલ બનાવની કામગીરી ચાલી રહી છે છેલ્લા એક વર્ષ થી આ કામગીરી ધીમી ગતિ એ ચાલે છે
ત્યોહારો ના હરખ વચ્ચે પણ આપડી પ્રથમ ફરજ એટલે પર્યાવરણ ની જાણવણી... હાલ જન્માષ્ટમી બાદ શ્રી ગણેશા પધારી રહ્યા છે ત્યારે પોરબંદર પણ બાપ્પા ના આગમન ની તૈયારી માં લાગી ગયું છે,...પોરબંદર માં હાલ માટી ના ઇકોફ્રેન્ડલી ગણપતિ ની મૂર્તિ નું આગમન થયુ છે.. 31 ઑગસ્ટ થી જયારે ગણપતિ ઉત્સવ નો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે બજાર માં અવનવી બાપ્પા ની મૂર્તિઓ આવી રહી છે જોકે કોરોના ના 2 વર્ષ બાદ જયારે ગુજરાત સરકાર એ મૂર્તિ ની ઉંચાઈ અંતર્ગત નિયમો પરત લય અને આ વર્ષે મન ભરી ને ઉત્સવ ને ઉજવવાનો મોકો આપ્યો છે .
પોરબંદરમાં અભ્યાસ અર્થે આવતી એક સગીરા સાથે બે સંતાનોના પિતાએ દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેની ફરિયાદ સગીરાના પરિવારજનોએ નોંધાવ્યા બાદ આ અધમ કૃત્ય આચરનાર શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. અને તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે. સોશ્યલ મીડિયામાં કોઇની સાથે સંપર્કમાં આવ્યા બાદ કેટલાક કિસ્સાઓમાં કરૂણ અંજામ આવે તેવો એક બનાવ પોરબંદરમાં પ્રકાશમાં આવ્યો છે
પોરબંદર માં માધવપુર ઘેડ હાઇવે નજીક કાંધિયા વાવ તરીકે ઓળખાતી કેનાલ માં અજાણ્યા સખ્શ ની લાસ મળી આવી છે આ વાત ની જાણ થતા જ લોકો માં ભારે ચર્ચા જાગી હતી
પોરબંદરમાં યાત્રાળુઓ કેમ વેઠે છે યાતના
પોરબંદર અનેક સહેલાણીઓનું મનપસંદ સ્થળ રહ્યું છે અને લાખો ની સઁખ્યામા લોકો અહીં આવતા હોય છે અને સાથે જ ત્યોહારો ના દિવસો માં તો પોરબંદર ની રોનક કૈક અનેરી જ હોય છે પરંતુ જયારે આ સહેલાણીઓ પોરબંદર ખાતે આવે છે ત્યારે તેની સુવિધાનું ધ્યાન રાખવું એ પણ પોરબંદર ની પ્રથમ ફરજ ગણાય છે
પોરબંદરની ખાસજેલમાં શું થયું ધર્મનું કાર્ય
પોરબંદર ની ખાસ જેલ કે જ્યાં અનેક કેદીઓ ગુન્હા ના અંજામ ના પગલે ત્યાં સજા વેઠી રહ્યા છે જેઓ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાય રાષ્ટ્ર અને સમાજ ના અહિત માં કાર્ય કરેલું હોય તેવા લોકો હાલ ખાસ જેલ ખાતે સજા ભોગવી રહ્યા છે ત્યારે તે ખાસ જેલ ના કેદીઓ માં પણ સારા વિચાર આચાર અને સુવિચાર નું પ્રસ્થાપન થાય તેવા હેતુસર પાયોનિયર ક્લ્બ અને સાગર પુત્ર સમન્વય સંસ્થા દ્વારા ખાસ જેલ ખાતે સત્યનારાયણ કથા નું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું .
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોરબંદરની મુલાકાતે
આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પોરબંદર જિલ્લા વહિવટી તંત્ર અને આત્મા પરીયોજના દ્રારા યોજાયેલી પ્રાકૃતિક કૃષિ કાર્યશાળામાં જિલ્લાના ખેડૂતોને માર્ગદર્શન આપતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ જણાવ્યું હતુ કે, રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી બચવા માટે પ્રાકૃતિક કૃષિ એક મજબુત વિકલ્પ છે.
પોરબંદરના મેળાને લઇ ને કલેટરે શું કર્યો આદેશ..?
પોરબંદરનો લોક મેળો હવે શુંનો
મેળામાં માઈક વગાડવા ઉપર પ્રતિબંધ
મેદાન ત્રીજા દિવસે રાઈડ અને સ્ટોલમાં માઈક બંધ
કલેક્ટરના આદેશ પગલે પોલીસે માઈક બંધ કરાવ્યું
સુદામાનગરી માં ગોવિદા આલા રે...પોરબદર અને માધવપુર માં મટકી ફોડ
આજ નો દિવસ એટલે પરમ માસ શ્રાવણ માસ અને અખિલ બ્રહ્માંડ ના માલિક એ કારિયા ઠાકોર નો આજ જન્મદિવસ., આજ નો દિવસ એટલે ભક્તો માટે જાણે નદીઓ નો સાગર સાથે નો ભેટો ,, જાણે ચકોર પંખી ને ચાંદ મળી ગયા નો હરખ અને આ સૂના સંસાર માં ક્રિષ્ન ની બાંસુરી નો રણકાર કૃષ્ણ ભક્તોનો આજે અનેરો એ ઉત્સાહ કૈક આમ દેખાય રહ્યો છે
જન્માષ્ટમી ના પર્વ નો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુદામા નગરી પોરબંદર માં જન્માષ્ટમી ના દિવસે એક અનોખી ધાર્મિક પરંપરા જોવા મળી રહી છે કોટ ફરવાની એટલે કે જૂના પોરબંદર ની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને અસ્માંવતી ઘાટ એ સ્નાન કરી પુણ્ય નું ભાથું બાંધે છે આ ઉપરાંત શ્રદ્ધાળુઓ સુદામાજી ના પણ દર્શન કરે છે
પોરબંદરની વિમાની સેવા કેમ બંધ
પોરબંદર ખાતે હાલ તમામ વિમાની સેવા ને સ્થગિત કરવામાં આવી છે તેવા સમાચાર હાલ તો ચારે બાજુ વહેતા થયા છે . પોરબંદર નું એ આલીશાન અને ગુંજતું એરપોર્ટ હાલ તો ફ્લાઇટો ના બન્ધ હોવાને કારણે સુમસાન થયું છે ત્યારે પોરબંદરની જનતા વતી જેસીઆઈ પોરબંદર ના સ્થાપક લાખણશી ગોરાણીયા અને પ્રમુખ રોનક દાસાણી આ રાજ્ય અને કેન્દ્ર સરકાર ને રજુઆત કરી છે.
પોરબંદર માં નૃત્ય કલાકારો ની કલા પ્રસ્તુત કરવા જેસીઆઈ નો સથવારો
પોરબંદર માં જે.સી.આઈ. મહિલા વિંગ દ્વારા ડાન્સ કોમપિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર માં બાળકો ના સર્વાંગી વિકાસ અને પોરબંદર ના યુવાનો ને પણ પોતાની કલા દર્શાવવાનો એક શ્રેષ્ઠ મોકો આપ્યો હતો
પોરબંદર જિલ્લામાં ભાદર નદી નું પાણી ફરી વળ્યું છે ધોરાજી નજીક ના ભાદર-2 ડેમ માંથી પાણી છોડવામાં આવતા ઘેડ ના અનેક ગામો માં પાણી ફરી વખત કેટલાક રસ્તા બંધ કરવામાં આવ્યા હતા
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software