Tag:gujarat|

View All
ભાવપરા ગામે કોણે મચાવ્યો આતંક

પોરબંદર તાલુકાનાં ભાવપરા ગામે એક શખ્સે ગ્રામ પંચાયતનાં અલગ-અલગ જેટલા ૮ જેટલા ડસ્ટબીન કુહાડી વડે તોડી નાખ્યા હતા અને જાહેરમાં ભુંડી ગાળો બોલીને આતંક મચાવ્યો હતો. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરનાં ભાવપરા ગામે રહેતા સવદાસ કારા ગોઢાણીયા નામનાં શખ્સે ગામમાં આતંક મચાવ્યો હતો. કુહાડી વડે ગામમાં આવેલા અલગ-અલગ ૮ જેટલા ડસ્ટબીન તોડી નાખ્યા હતા અને કચરો જાહેરમાં ફેંકી દીધો હતો.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જિલ્લાના ખેડૂતો કેમ ચિંતિત

પોરબંદર જિલ્લામાં માવઠા ની ભીતિ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી ખેડૂતોને સાવચેત કરવામાં આવ્યા રવીપાક સલામત સ્થળે રાખવા જણાવ્યું કેરીના પાકને પણ નુકશાની ની ભીતિ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર કેમ અભડાયું ?

પોરબંદર કેમ અભડાયું ? પોરબંદર શહેરમાં દારૂ, જુગાર અને નશીલા પદાર્થ જેવી પ્રવૃતિઓ છાનેખુણે ચાલી રહી છે. પરંતુ પોરબંદરનાં દેહવ્યાપારનો બનાવ ક્યારેક જ સામે આવે છે ત્યારે પોરબંદરનાં કર્લી પુલ નજીકનાં મફતીયાપરા વિસ્તારમાં મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાયુ હતું. કુટણખાનુ ચલાવતી મહિલા તેમજ બે પુરૂષ અને બે મહિલાને પોલીસે ઝડપી લેતા સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાેવા મળી રહી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરનુ દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ કલિન બોલ્ડ

પોરબંદરનુ દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ કલિન બોલ્ડ પોરબંદરનાં રાજવીઓએ શહેરની મધ્યે દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડની ભેટ આપી હતી. આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટની તાલીમ લઈને અનેક યુવાનોએ ક્રિકેટ ક્ષેત્રે પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી છે. પરંતુ હવે આ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ પોરબંદરનાં ક્રિકેટરો માટે સ્વપ્નરૂપ બની રહેશે કારણ કે પોરબંદર – છાંયા નગરપાલીકાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એશો.ને ૩૦ વર્ષ માટે સંચાલન અને જાળવણી માટે આપી દીધુ છે અને પાછલા બારણે નગરપાલીકાએ એમ.ઓ.યુ.પણ કરી લીધા છે. આ એમ.ઓ.યુ.માં સ્થાનિક ક્રિકેટરોને રમવા માટે ગ્રાઉન્ડ જાેતુ હશે તો નગરપાલીકા મારફત સૌરાષ્ટ્ર ક્રિકેટ એશો.ની મંજુરી લેવી પડશે. એમ.ઓ.યુ.માં સૌરાષ્ટ્ર ક્રિકેટ એશો.એ પોરબંદર-છાંયા નગરપાલીકાનાં કાંડા કાપી લીધા છે અને આંબા આંબલી બતાવવામાં આવ્યા છે.

Read More
jitesh chauhan -Reporter
રાણાવાવની જામ્બુવંતી ગુફાના વિકાસની માંગ

રાણાવાવની જામ્બુવંતી ગુફાના વિકાસની માંગ રાણાવાવ નજીકના પ્રવાસન સ્થળ જામ્બુવંતી ગુફાના વિકાસ માટે રાજ્ય સરકારનાં વન અને પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા સમક્ષ રજૂઆત ગુફાના સેવા મંડળ દ્વારા કરવામાં આવી હતી.જેમાં વન વિભાગ દ્વારા "સાંસ્કૃતિક વન" મંજૂર કરવામાંઆવે અને ૨૦૧૨મા થયેલાં વિકાસનાં કામોની જાળવણી માટે રીનોવેશનની કામગીરી સાથે પ્રવાસીઓને આકર્ષવા માટે વધુવિકાસનાં કામો હાથ ધરવા માટે વિસ્તૃત વિગતો સાથે રજૂઆત સંસ્થાનાં મહામંત્રી બાબુભાઈ ચૌહાણ તથા ટ્રસ્ટી મુકેશભાઈ મકવાણાએ કરી હતી.રજૂઆત પત્રમાં વધુમાં જણાવ્યાનુસાર ૨૦૦૬ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તે સમયના મુખ્યમંત્રી તરીકે જામ્બુવંતી ગુફાની મુલાકાત લઈ આજગ્યાને પ્રવાસન સ્થળ તરીકેની જાહેરાત કરવામાં આવી હતી.બાદ આ સ્થળે રસ્તા, લાઈટ,ભોજનાલય,ચિંતન કુટીર,અને બાલ ક્રિડાગણઅને શૌચાલય ની સુવિધાઓ ઉપલબ્ધ થઈ હોવાનું પત્રમાં જણાવ્યુ હતુ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરવાસીઓ ને કેમ વળી ગયો પરસેવો

પોરબંદરવાસીઓ ને કેમ વળી ગયો પરસેવો પોરબંદર માં ફાટક મુશ્કિલ રૂપ દિવસ દરમિયાન અનેક વખત બંધ થાય છે 20 થી 25 મિનિટ બંધ રહે છે ટ્રાફિકની સમસ્યા સતાવે છે ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે મુશ્કેલી ઓવરબ્રિજ-એન્ડરબ્રિજ ની માત્ર વાતો

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરની યુવતીઓમાં દેશ સેવા માટે કેવી લે છે આકરી...

પોરબંદરની યુવતીઓમાં દેશ સેવા માટે કેવી લે છે આકરી તાલીમ પોરબંદર માં સુરક્ષા માટે તાલીમ યુવતીઓ સુરક્ષા એજન્સી માં જોડાવા લે છે તાલીમ પોલીસ,ફોરેસ્ટ અને આસામ રાઇફલ માટે લે છે તાલીમ એકલવ્ય એકડમિમાં તાલીમ શાંતિબેન ભૂતિયા આપે છે તાલીમ પોરબંદરની અનેક યુવતીઓ સુરક્ષા એજન્સીમાં

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ની મહીલાયે પરશેવાની કમાણી થી પુણ્ય નું ભાથ...

પોરબંદર ની મહીલાયે પરશેવાની કમાણી થી પુણ્ય નું ભાથું બાંધ્યું પોરબંદરમાં ટકેટકનું કમાતા શ્રમિક મહિલાએ ૧૨ લાખ સેવા કાર્યો માટે અર્પણ કર્યા છે. રસોઈ કરી, પતંગ વહેંચી એકઠી કરેલ મરણ મૂડી વૃદ્ધાએ હિન્દુ સ્મશાન ભૂમિના કાર્યોમાં અર્પણ કરી છે. સમૃદ્ધ લોકો અનુદાન આપે છે પણ શ્રમિક મહિલાએ મોટી રકમનું દાન આપ્યું હોવાનો પહેલો કિસ્સો હોવાનું સંસ્થા દ્વારા જણાવાયું છે.

Read More
jitesh chauhan -Reporter
પાર્ક કરેલી કારમા કોને કરી તોડફોડ ???

પાર્ક કરેલી કારમા કોને કરી તોડફોડ ??? પાર્ક કરેલી કારમા બે શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી જુના મન દુઃખ ને લઈને કારમાં કરી તોડફોડ પોલીસે ગણત્રીના કલાકોમાં આરોપી ને ઝડપી લીધા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર કલેકટર કાર માંથી ઉતરી કેમ મદદે પહોંચ્યા

પોરબંદર કલેકટર કાર માંથી ઉતરી કેમ મદદે પહોંચ્યા પોરબંદરના કર્લીપૂલ પર અકસ્માત ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત અકસ્માત સમયે કલેકટર મદદે દોડી ગયા સદનસીબે રીક્ષા ચાલકને સામાન્ય ઇજા કલેકટર અશોક શર્મા એ કરી મદદ

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના માછીમારો નું દુઃખ દૂર

પોરબંદરના માછીમારો નું દુઃખ દૂર પોરબંદરના માં માછીમારીની શુ હતી સમસ્યા પ્રવેશદ્વાર નજીક રેતીની સમસ્યા બોટ એશો અને ખારવા સમાજ ના પ્રયાસો રેતી ના ગંજ થયા દૂર

Read More
jitesh chauhan -Reporter
રાણવાવમા અપહરણકર્તા કેમ આવ્યા સંકજામા

રાણવાવમા અપહરણકર્તા કેમ આવ્યા સંકજામા પોરબંદર જીલ્લાના રાણાવાવના અપહરણના ગુન્હામા નાસ્તા ફરતા ત્રણ આરોપીને ઝડપી લેવામા રાણાવાવ પોલીસને સફળત મળી છે.ટોલનાકા નજીક પાનની દુકાન ધરાવતા યુવાનુ અપહરણ કરવામા આવ્યુ હતુ આ ગુન્હામા કુલ નવ જેટલા આરોપીઓના નામ ખુલ્યા હતા તે પૈકી છ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર -રાણાવાવ હાઈવે ઉપર વનાણા ટોલનાકા નજીક પાનની દુકાન ધરવાતા યુવાનુ નુ નવ જેટલા શખ્સોએ અપહરણ કરી અને મારમાર્યો હતો આ અંગેનો ગુન્હો રાણાવાવ પોલીસ સ્ટેશનમા નોંધાયો હતો પોલીસે છ જેટલા આરોપીઓને ઝડપી લીધા હતા.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમા ટ્રાફીકને લઈ શું છે સમસ્યા

પોરબંદરમા ટ્રાફીકને લઈ શું છે સમસ્યા પોરબંદર શહેરમા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેઈનની કામગીર શહેરના વિવિધ વિસ્તારોમા ચાલી રહી છે આ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે.જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ ટ્રાફીક સમસ્યાએ મો ફાડી ને ઉભી છેે આડધડ કાર પાર્કિગ કરવામા આવી રહ્યુ છે તેને કારણે પણ ટ્રાફીકની સમસ્યા જાેવા મળી રહી છે હાલ શહેરના હાર્દસમા સુદામાચોક વિસ્તારમા સ્ટ્રોમ વોટર ડ્રેઈનની કામગીરી ચાલી રહી છે એક સપ્તાહથી આ કામગીરી ચાલી રહી છે.જેને કારણે ખોજાખાના પાસેથી અને ઈન્દ્રપ્રસ્થવાળ રોડ ઉપરથી વાહનોની અવરજવર જાેવા મળી રહી છે અને ભારે ટ્રાફીક પણ જાેવા મળી રહ્યો છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જીલ્લા પંચાયતના બજેટ મા શું છે નવુ ?

પોરબંદર જીલ્લા પંચાયતના બજેટ મા શું છે નવુ ? પોરબંદર જીલ્લા પંચાયતનુ વર્ષ ર૦ર૩-ર૪નુ બજેટ આજે સામાન્ય સભામા રજુ કરવામા આવ્યુ હતુ જેમા ર૪૩.ર૮લાખી પુરાંતવાળુ બજેટ મંજુર કરવામા આવ્યુ હતુ આ ઉપરાંત આરોગ્ય,શિક્ષણ,સમાજ કલ્યાણ અને જાહેર બાંધકામ માટે ખાસ રકમ ફાળવામા આવી હતી આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના સિંચાઈ સહિતન પ્રશ્નોની ચર્ચા કરવામા આવી હતી

Read More
jitesh chauhan -Reporter
ગાંધીના ગામમા ગાંધીજીની સ્મૃતિ કેમ વિસરાઈ

ગાંધીના ગામમા ગાંધીજીની સ્મૃતિ કેમ વિસરાઈ પોરબંદર આવતા પ્રવાસીઓ માટે ગાંધીભૂમિની સ્મૃતિ અમર રહે તેવા હેતુ સાથે ઘૂઘવતા સાગરકાંઠે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ગાંધીસ્મૃતિ ભવન બનાવવામાં આવ્યું હતું જેમાં સાડા ત્રણ કરોડના ખર્ચે લેસર-શો બનાવવામાં આવ્યો હતો. જે ત્રણ વર્ષથી બંધ છે. અહીંનો વિકાસ માત્ર કાગળ ઉપર જ થયો છે ગાંધીજીની સ્મૃતિની અહીંના તંત્રને અને પાલિકાના શાસકોને કોઈ જ દરકાર નથી તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસે ભારે આક્રોશ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.

Read More
jitesh chauhan -Reporter
Total: 270

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor