District:porbandar|

View All
માછીમારોને મત્સ્ય કેચ અંગેનું માર્ગદર્શન અપાયું

ફિશરીઝ વિભાગ અને રિલાયન્સ ફાઉન્ડેશન સર્વિસના સંયુક્ત ઉપક્રમે માછીમારોને મત્સ્ય કેચ્‌ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું

ગુજરાતનો દરિયા કિનારો ૧૬૦૦ કિ.મી. લાંબો છે. જેના કારણે મત્સ્યોદ્યોગ અનેક લોકોને રોજગારી આપે છે અને કરોડો રૂપિયાનું હુંંડિયામણ પણ સરકારને રડી આપે છે. છેલ્લા કેટલાક સમયથી ડિઝલના વધતા જતા ભાવ અને કુદરતી આફતોના કારણે મત્સ્યોદ્યોગની આર્થિક કેળ ભાંગી ગઈ છે. માછલીનો ઓછો કેચ અને પૂરતા ભાવ નહીં મળવાને કારણે માછીમારોની આર્થિક સ્થિતી દયનીય બની છે. ત્યારે હાલની માછીમારોની પરિસ્થિતીને ધ્યાને રાખીને નવા પરિવર્તન માટે સાગર ખેડૂને પણ દરિયામાં પોટેન્શીયલ ફિશીંગ ઝોનના આધારે સારી મચ્છીની કેચ જીપીએસ દ્વારા મળે અને દરિયામાં માછીમારી કરતા સાગર ખેડૂને હવામાન અંગે ડાયરેક્ટ માહિતી મળી રહે તે માટે રિલાયન્સ ફાઉન્ડેશન ઈન્ફોર્મેશન સર્વિસીઝ વેરાવળના થેમેટીક એક્સપર્ટ અમીતભાઈ મસાણી અને પોરબંદર આસિ. સુપ્રિટેન્ડેન્ટ ઓફ ફિશરીઝના ડો. પરવેઝ દ્વારા સાગર ખેડૂને જાણકારી આપતા કહ્યું હતું કે આવતા દિવસોમાં ટ્રોલીંગ ફિશીંગને બદલે હુંક (વાંધા) ફિશરીંગ, કેચ ફિશીંગ અને જળ જેવી ફિશીંગમાં માછીમારો આગળ વધે તો સારી ક્વોલીટીની ફિશ ઓછા ખર્ચે મેળવી શકાશે. સમયની સાથે માછીમારીની પદ્ધતીમાં પણ ફેરફાર કરવો જાેઈએ તેવુ તજજ્ઞોએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં પોરબંદર માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, કમીટીના સભ્યો, પૂર્વ પ્રમુખ નરશીભાઈ જુંગી, પૂર્વ વાણોટ સુનીલભાઈ ગોહેલ, સપ્લાયર એસોસિએશનના પ્રમુખ હર્ષિતભાઈ શિયાળ સહિતના માછીમાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

Read More
jitesh chauhan -Reporter
ઘેડનો રખોપું કરતો વનરાજ

રવિવારે ચિંગરિયા ગામે ખેડૂતની વાડીમાં લટાર મારતા સિંહનો વીડિયો થયો વાયરલ : પોરબંદરના રતનપર, ઓડદર, પાતા અને ચીંગરિયા ગામને વનરાજે પોતાનું રહેઠાંણ બનાવ્યું  

ઘેડઘુર જંગલમાં રહેતો વનનો રાજા સિંહ પણ સહેલગાએ નિકળ્યો હોય તેમ પોરબંદર જિલ્લાના દરિયા કિનારે સિંહ સહેલગાએ  આવી પહોંચ્યો છે. ઘેડ પંથકનું રખોપું સાવજ કરી રહ્યો છે. રવિવારે વહેલી સવારે ચીંગરિયા ગામના એક ખેતરમાં સિંહ લટાર મારતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. સિંહના આગમનના પગલે ઘેડના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. 

માંગરોળ અને આત્રોલી વિસ્તારને પોતાનું રહેઠાંણ બનાવનાર ગીરનો સાવજ હવે પોરબંદરનો મહેમાન બન્યો છે. છેલ્લા એક-દોઢ માસથી ઘેડ પંથકમાં સિંહની ડણખ સાંભળવા મળી રહી છે. માધવપુર, પાતા, ચીંગરિયા સહિત ગામોમાં સિંહ અવાર નવાર નજરે પડે છે અને છેક પોરબંદરના સીમાડા સુધી સિંહ દેખાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઓડદર અને રતનપર વિસ્તારમાં દેખાતો સિંહ રવિવારે પાતા ગામે એક ખેડૂતની વાડીનો મહેમાન બન્યો હતો. જે રીતે ગીરના જંગલમાં લટાર મારતો હોય તેમ ખેડૂતની વાડીમાં લટાર મારી હતી. દરિયાકાંઠે આવેલી આ ખેડૂતની વાડીમાં સિંહને નજરે જાેઈ અને સ્થાનીકો રોમાંચીત બની ઉઠયા હતા અને આ વીડિયો ખૂબજ વાયરલ થયો હતો. ઘેડ પંથકમાં સિંહે મુકામ કરતા ઘેડ વિકાસ સમિતિના આગેવાન લીલાભાઈ પરમારે વન વિભાગ સમક્ષ અગાઉ એવી પણ રજૂઆત કરી હતી કે સિંહનો પોરબંદર અને ઘેડ વિસ્તારમાં કાયમી વસવાટ થાય તે દિશામાં પ્રયત્ન કરવા જાેઈએ. કારણ કે સિંહના વસવાટથી પ્રવાસન વિભાગને વેગ મળવા ઉપરાંત અન્ય પણ કેટલાક ફાયદા છે.

દરિયાકાંઠા વિસ્તારનો આ સિંહ છે

સિંહ પ્રેમીઓના જણાવ્યા અનુસાર ગીરના જંગલમાં સિંહની સંખ્યામાં ઉત્તરોતર વધારો થયો છે. જેના કારણે કેટલાક સિંહ પોતાના પરિવાર સાથે અમરેલી અને ગીર સોમનાથના દરિયાકાંઠાને પસંદ કરી અને ત્યાં જ વસવાટ કર્યો છે. દરિયાકાંઠે વસતા જ એક પરિવારનો આ સિંહ છે માંગરોળ આત્રોલીથી છેક પોરબંદર સુધીનો દરિયા કિનારો પસંદ છે અને આ વિસ્તારની જમીન પણ તેમન પસંદ હોવાનું કહેવાય છે.

Read More
jitesh chauhan -Reporter
સમુદ્રના જાબાજાેએ સંગીતના સુર રેલાવ્યા

 નેવીવીકની ઉજવણી અંતર્ગત પોરબંદરની ચોપાટી ખાતે નેવીબેન્ડનો કાર્યક્રમ યોજાયો ઃ દેશભકિત અને ફિલ્મો ગીતોએ લોકોને ડોલાવ્યા 

પોરબંદર મા નેવી દ્રારા નેવી વીક ની ઉજવાતી અર્તગત ચોપાટી ખાતે નેવી બેન્ડ ના કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા સમુદ્રના જાબાજાે સંગીતના સુર રેલાવી અને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા

૧૯૭૧ ના પાકિસ્તાન સાથે યુધ્ધમા ભારતીય નેવીએ કરાચી બંદર ઉપર બમ્બ મારો કરી અને તહેશનેહેશ કરી નાંખ્યુ હતુ આ વિજય ને ભારતીય નેવી દ્રારા ૪ ડીેમ્બરે નેવી ડે તરીકે ઉજવામા આવે છે. પોરબંદર મા આવેલા આઈએનએસ સરદાર પટેલ નેવલ બેઝ દ્રારા પણ નેવી ડે અર્તગત નવી વિકની ઉજવણી કરવામા  આવી હતી આ ઉજવણી ના ભાગરુપે પોરબંદર નેવી દ્રારા ચોપાટી ખાતે નેવી બેન્ડ ના કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા નેવી બેન્ડ ના જવાનો દ્રારા દેશભકિત અને ફીલ્મી ગીતો રજુ કરી અને લોકો ને મંંત્રમુગ્ધ કર્યા હતા  આ કાર્યક્રમ ને નિહાળવા શહેરીજનો અને નેવી તેમજ કોસ્ટગાર્ડના જવાનો અને તેમના પરીવારજનો ઉપસ્થિત રહ્યા હતા  અને કાર્યક્રમને મનભરી ને માણ્યો હતો આ પ્રસંગે નવી ના  ફલેગ ઓફીસર કમાન્ડીગ નેવલ એરીયા ગુજરાત,દમણ-દીવ જણાવ્યુ હતુ કે નેવી વિકની ઉજવણી અર્તગત નેવી બેન્ડ નો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો  પોરબંદરમા નેવી વિકની ઉજાવણી અર્ત્‌ંંગત વિવિધ કાર્યકર્મો યોજવામા આવ્યા હત આજે જાહેર જનતા માટે નેવી બેન્ડ નો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો જેમા નેવી અલગ-અલગ ધુન અને ફીલ્મી ગીત અને દેશભકિત ના ગીતો રજુ કર્યા હતા 

સમુદ્ર કિનારે ભવ્ય આતશબાજી 

પોરબંદરમાં નેવી દ્રારા નેવી-ડેની ઉજવણી અંતર્ગત શનીવારે નેવી બેન્ડના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નેવીના જવાનો દ્રારા સંગીતના સુર રેલાવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ચોપાટીના દરીયાકિનારે ભવ્ય આતશબાજીથી આભ રંગબેરંગી બની ગયુ હતું અને આ નેવીના જવાનોના શોર્યને ઉજાગર કરતું હોય તેવી અનુભુતી જાેવા મળી હતી.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર મતદાન બાદ ઉમેદવારો ની શુ છે પ્રતિક્રિયા

પોરબંદર મતદાન બાદ ઉમેદવારો ની શુ છે પ્રતિક્રિયા પોરબંદર વિધાનસભા બેઠક ઉપર કુલ 11 જેટલા ઉમેદવારો મેદાને હતા આ તમામ ઉમેદવારો નું ભાવિ મતદારો એ ઈવીએમ માં કેદ કરી દીધું હતું . પોરબંદર જિલ્લાના મતદારો માં પણ આજે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો . પોરબંદર ની બેઠક ઉપર થી ભાજપ ના ઉમેદવાર બ્બુભાઈ બોખીરીયા અને કોંગ્રેસ ના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડીયા વચ્ચે સીધો જંગ હતો જોકે આ જીત ની લડાઈ માં આપ ના ઉમેદવાર જીવનભાઈ જુંગી કેટલા અસરદાર પુરવાર થાય છે તે કેવું મુશ્કેલ છે આજ શાંતિ પૂર્ણ રીતે મતદાન ની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં ક્યાં મતદાન કેન્દ્ર ઉપર 5 વાગ્યા પછી થ...

પોરબંદર માં ક્યાં મતદાન કેન્દ્ર ઉપર 5 વાગ્યા પછી થયું મતદાન પોરબંદર માં મતદારો માં ઉત્સાહ પોરબંદર ના કેટલાક મતદાન મથક ઉપર ભીડ મદ્રેસા અને બ્રાન્ચ શાળામાં મતદારો ની ભીડ બ્રાન્ચ શાળા ખાતે 5 વાગ્યા બાદ પણ મતદાન

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં મતદાન ને લઈ કેવો છે ઉત્સાહ જુઓ.

પોરબંદર માં મતદાન ને લઈ કેવો છે ઉત્સાહ જુઓ... પોરબંદર ના લોકશાહી ના પર્વ ની ઉત્સાહ સવાર થી મતદાન કરવા લોકો માં ઉત્સાહ મતદાન શરૂ થાય તે પહેલાં મતદારો ની લાઈન મતદાન કરી લોકો એ ખુશી ની લાગણી અનુભવી

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ભાજપ ના ઉમેદવાર બોખીરીયા એ મતદાન બાદ શુ કહ...

પોરબંદર ભાજપ ના ઉમેદવાર બોખીરીયા એ મતદાન બાદ શુ કહ્યું.... ???? ગુજરાત વિધાનસભાની ચૂંટણી નુ પ્રથમ તબક્કાનું મતદાન આજે યોજાયું હતું . આજ સવાર થી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો પોરબંદર વિધાન સભા બેઠકના ભાજપ ના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયા એ ભોજેશ્વર પ્લોટમાં આવેલા રૂપાળીબા શાળા ખાતેના મતદાન કેન્દ્રો ઉપર પોતાના પરિવાર સાથે મતદાન કર્યુ હતું. આ તકે બાબુભાઇ બોખીરીયા એ એવું જણાવ્યું હતું કે ભાજપ સરકારે ગુજરાત માં વિકાસ ના કામો કર્યાં છે અને ગુજરાત ની પ્રજા પણ વિકાસ ઈચ્છી રહી છે ત્યારે ૧૫૦ સીટ સાથે ભાજપ ફરી સરકાર બનાવશે.

Read More
jitesh chauhan -Reporter
અર્જુનભાઇ મોઢવાડીયાએ પોતાના વતન મોઢવાડા ખાતે કર્યુ...

પોરબંદર વિધાન સભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના વતન મોઢવાડા ખાતે મતદાન કર્યુ હતુ... મતદાન પૂર્વે અર્જુનભાઇ મોઢવાડિયા તથા તેમનાં પત્ની હીરાબેને મોઢવાડા ખાતે આવેલા લીરબાઈ માતાજીના મંદિર ખાતે માં લીરબાઈ ના દર્શન કરી આશીર્વાદ મેળવ્યાં હતા ત્યારબાદ મોઢવાડા કન્યા શાળા ખાતે આવેલા મતદાન કેન્દ્ર ખાતે અર્જુનભાઇ મોઢવાડીયાએ તેમના પત્ની હીરાબેન સાથે મતદાન કર્યુ હતુ....

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જિલ્લામાં લોકશાહી ના પર્વ ની ઉજવણી નો ઉત્સ...

પોરબંદર જિલ્લામાં લોકશાહી ના પર્વ ની ઉજવણી નો ઉત્સાહ પોરબંદર માં લોકશાહી ના પર્વ નો ઉત્સાહ પોરબંદર અને કુતિયાણા વિધાનસભા નું તા 1 ડિસેમ્બરે મતદાન ચૂંટણી ને લઈ કર્મચારીઓ ફરજ પર રવાના માધવાણી અને નવોદય ખાતે ડિસપેચ ની કામગીરી કેલકટર અશોક શર્મા એ આપી માહિતી

Read More
jitesh chauhan -Reporter
ઘેડ પંથકના ચણા, ખેડૂતોના મલકાવશે હૈયા.....

ઘેડ પંથકના ચણા, ખેડૂતોના મલકાવશે હૈયા..... પોરબંદર જિલ્લામાં ઘેડ વિસ્તાર કે જે ચણા ના પાક માટે સમગ્ર પંથકમાં જાણીતો છે. ઘેડ વિસ્તારમાં વર્ષ દરમ્યાન એક જ પાક લેવામાં આવે છે અને ચણા ના વાવેતરમાં ઘેડ પંથક અગ્રેસર રહ્યું છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં પ્રચારના ભૂંગળા અને લગ્નના ઢોલ વચ્ચે તે...

પોરબંદરમાં પ્રચારના ભૂંગળા અને લગ્નના ઢોલ વચ્ચે તેજી ની શરણાઈ ગુંજી હાલ વિધાનસભા ની ચૂંટણી નો જંગ જામ્યો છે તો બીજી તરફ લગ્નસરા ની સીઝન ખીલી છે એટલે કહી શકાય કે ચૂંટણી પ્રચારના ભૂંગરા , લગનના ઢોલ વચ્ચે ક્યાંક તેજી ની શરણાઈ પણ વાગી રહી હોય તેવી ચર્ચા પોરબંદરમાં જોવા મળી રહી છે ઉધોગો ના અભાવે મંદી ની નાવ અવારનવાર હાલકડોલક થાય છે જોકે ચૂંટણી અને લગ્નસરા ની સીઝન ને કારણે પોરબંદર ના અર્થતંત્ર ને થોડું બળ મળ્યું હોય તેવું લાગી રહ્યું છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ના નવીબદર ખાતે ફાયરિંગ ના ઘટના માં બે જવાન...

પોરબંદર માં ચૂંટણી સમયે લોહિયાળ ઘટના આઈ આર બી ના જવાનો વચ્ચે ઝઘડો ફાયરિંગ ની ઘટના માં બે જવાનો ના મોત બે જવાનો ઇજાગ્રસ્ત નવીબદર ના સાયકોલન સેન્ટર ખાતે બની ઘટના જિલ્લા કલેકટર અશોક શર્મા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા

Read More
jitesh chauhan -Reporter
કુતિયાણા બેઠક ઉપર પિતા માટે લાડકવાઈ દીકરી પ્રચાર ન...

કુતિયાણા બેઠક ઉપર પિતા માટે લાડકવાઈ દીકરી પ્રચાર ના જંગ માં વિધાનસભા ની ચૂંટણી નો જંગ જામ્યો છે.ઉમેદવારો જોરશોર થી પ્રચાર કરી રહ્યાં છે.રાજકીય પક્ષો ના ઉમેદવારોના પરિવારજનો પણ પ્રચાર માં જોડાયા છે વાત કરીએ પોરબદર ના કુતિયાણા વિધાનસભા ની તો કોંગ્રેસ ના ઉમેદવાર નાથાભાઇ ઓડેદરા ના પ્રચાર માટે કેનેડા થી તેમની દીકરી ખાસ પ્રચાર માટે આવી છે અને પિતા ની સાથે ખેભે થી ખભો મિલાવી પ્રચાર કાર્ય માં જોડાઈ છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જિલ્લા માં સુરક્ષા અને સુવિદ્યા સાથે લોકશા...

પોરબંદર જિલ્લા માં સુરક્ષા અને સુવિદ્યા સાથે લોકશાહી નું પર્વ ઉજવાશે. વિધાનસભા ની ચુંટણી નુ પ્રથમ તબકકા નુ મતદાન તા ૧ ડીસેમ્બર ના રોજ યોજાનાર છેે જેમા પોરબંદર જીલ્લા ની પોરબંદર અને કુતિયાણા એમ બે વિધાનસભા ની બેઠક ની ચુંટણી ને લઈ તંત્ર દવારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામા આવી છે. મતદાન ની પ્રકિ્રયા ને લઈ પોરબંદર જીલ્લા કલેકટર અશોક શમર્ા એ એક પત્રકાર પરીષ્ાદ નુ આયોજન કયર્ુ હતુ જેમા વિગતો આપતા કલેકટર અશોક શર્મા એ જણાવ્યુ હતુ ક ે પોરબંદર જીલ્લાની પોરબંદર અને કુતિયાણા એમ બે વિધાનસભા બેઠક ઉપર ૪.૯ર લાખ મતદારો છે. અને ૪૯૪ મતદાન મથકો છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ના વરવાળા ગામે ધડપાડુ ત્રાટકીયા ભોગ બનેલા...

પોરબંદર જિલ્લામાં ચોરી અને લૂટની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે ત્યારે વધુ એક વખત પોરબંદર પોલીસનું ચિરહરણ થયું હોય તેવી ઘટના સામે આવી છે. રાણાવાવ તાલુકાનાં વરવાળા ગામે હનુમાન વાડી વિસ્તારમાં આવેલા નિહાર ફાર્મ હાઉસમાં ૮ થી ૧૦ જેટલા બુકાનધારી શખ્સો ત્રાટકયા હતા. વિપ્ર પરીવાર ઉપર હુમલો કરી રોકડ રકમ, સોનાના ઘરેણા અને મોબાઈલની સનસની ખેજ લૂટ ચલાવતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાેવા મળી રહી છે

Read More
jitesh chauhan -Reporter
Total: 770

Advertisement

Tranding News

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor