પોરબંદર પોલીસે વાહન ચાલકો સામે કેેમ બોલાવી તવાઈ
પોરબંદર શહેરમાં ટ્રાફીકની સમસ્યા લોકોને સતાવી રહી છે. આડેઘડ વાહન પાર્ક કરી અને ટ્રાફીકની સમસ્યા ઉભી કરનારા વાહન ચાલકો સામે પોલીસે તવાઈ બોલાવી હતી. આ ઉપરાંત ધુમ સ્ટાઈલથી બાઈક ચલાવનારા તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.
પોરબંદરના કરાટેવીર નો જિંદગીનો જંગ જીતવા મદદ કરો
પોરબંદરના કરાટેવીર માટે મદદ અપીલ
અકસ્માતમાં ઇજગ્રસ્ત બન્યા
જયેશ ખેતરપાળ માટે મદદ માટે અપીલ
પોરબંદરવાસીઓ ઉદાર હાથે અનુદાન આપે
પોરબંદરમા ફરી કેમ કોરોના કરંડીયામાંથી બહાર આવ્યો
પોરબંદર સહિત રાજ્યભરમાં ફરી કોરોનાએ માથું ઉચક્યુ છે. જેને કારણે લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. પોરબંદર જિલ્લામાં પણ કોરોનાની એક્ટિવ કેસની સંખ્યા ૪ એ પહોંચી છે. સોમવારે વધુ બે કેસ નોંધાયા છે. હાલ ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે તો બીજી તરફ લગ્નસરાની સિઝન પણ જાેવા મળી રહી છે તેવા સમયે પોરબંદર જિલ્લામાં કોરોનાનો કકળાટ ફરી શરૂ થયો છે. છેલ્લા ૧પ દિવસમાં કોરોનાનાં કુલ ૬ કેસ નોંધાયા છે
પોરબંદરમાં બોર્ડની પરીક્ષાનો ઉત્સાહ
14 માર્ચથી પરીક્ષાનો પ્રારંભ થશે
આજે પરીક્ષા કેન્દ્ર ખાતે બેઠક વ્યવસ્થા જોવા વિદ્યાર્થીઓ ઉમટી પડયા
ધો 10 અને 12 ના વિદ્યાર્થીઓ માં ઉત્સાહ
પોરબંદરમાં આજથી ભાગવત સપ્તાહનો પ્રારંભ
મહેર સમાજ દ્વારા આયોજન
શ્રદ્ધાળુઓ માટે પ્રસાદીનું આયોજન
ખાસ રાજસ્થાનની રસોયા બોલવામાં આવ્યા
નિયમિત 10 થી 15 હજાર લોકોની પ્રસાદી લેશે
પ્રસાદી માટે ખાસ વ્યવસ્થા
પોરબંદરમાં ધોળે દિવસે અંધાધૂંધ ફાયરિંગ
પોરબંદર શહેરમા આજે સોમવારે ધોળે દિવસે ફયરીંગની ધટના બનતા શહેરભરમા ભારે ચર્ચા જાેવા મળી હતી બોખીરા વિસ્તારમા રહેતા પંજાબી શખ્સોને ડુકકર પકડવાના કોન્ટ્રાકટને લઈ માથાકુકટ ચાલતી જેને લઈ અને એક પ્રૈાઢ ઉપર ચાર રાઉન્ડ ફાયરીગ કરવામા આવ્યુ હોવાનુ પોલીસની પ્રાથિમક તપાસમા બહાર આવ્યુ છે. ફાયરીગમા ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રૈાઢ ને પ્રાથિમક સારવાર પોરબંદરની સરકારી હોસ્પીટલમા આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હોવાનુ જાણાવા મળી રહ્યુ છે
પોરબંદરમાં શોભાયાત્રાના પ્રારંભે મહેર સમાજના આગેવાનોએ શું કહ્યું ?
પોરબંદરમાં ભવ્ય શોભાયાત્રા
ભાગવત સપ્તાહ પૂર્વે શોભાયાત્રા
ઇન્ટર નેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ભવ્ય આયોજન
સાંદિપની ખાતે થી શોભાયાત્રાનો પ્રારંભ
અશ્વ અને બગી સાથેની શોભાયાત્રા
ભાઈશ્રી રમેશભાઈ ઓઝા બગીમાં બિરાજમાન
શહેરના માર્ગો ઉપર ભવ્ય સ્વાગત
ઘેડના કયા ગામમા થયા ખજુરના ઢગલા
માધવપુર ઘેડ થી ૧૫ કિમી દુર આવેલ ઘોડાદર ઘેડ ખાતે ધૂળેટી ના પાવન પર્વ નિમિતે ગજપીર બાપા ની દરગાએ ભવ્ય લોક મેળા નું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા હિન્દુ મુસ્લિમ ની એકતા દર્શન થયા હતા
માંગરોળ તા ના ઘોડાદર માં આવેલ ગંજપીર બાપા ની દરગાહખાતે ધુળેટીના દિવસે હજારો ની સંખ્યામા શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. અહીં દર વર્ષે ગંજપીરબાપા ની માનતામા ખજુર ચડાવામા આવે છે. ગંજપીરની ખજુર ચડવાની માનતા કરવામા આવેતો દુઃખ દર્દ દુર થાય છે તેવી એક માન્યતા રહેલી છે આથી ધુળેટીના દિવસે લોકો ખજુ ર ચડાવે છે. ગ્રામ જનો ધૂળેટી ને દિવસે હિન્દુ અને મુસ્લિમ ની એક્તા સાથે મળી ને મેળાનું ભવ્ય આયોજન કરવા માં આવે છે તેમજ અહીં આવતા શ્રધ્ધાળુઓ માટે વહેલી સવાથી લઈને સાંજ સુધી ભોજન ની પ્રસાદી નું આયોજન પણ કરાય છે ને હજારો ની સંખ્યામા લોકો પ્રસાદી લઈ અને ધન્યતા અનુભવે છે
આજ સમયમા દુષ્કર્મની ઘટના અવાર નવાર બનતી રહે છેે ત્યારે પોરબંદરની એક મહિલાને તેમના બે બાળકોના ભરપોષણની અને લગ્નની લાલચ આપી અને તેમની સાથે શારીરીક સંબધો બાંધ્યા હતા અને ત્યાર બાદ મહીલાને મારકુટ કરવાનુ શરૂ કરી દીધુ હતુ તેમજ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી અંતે મહિલા એ ફરીયાદ નોંધાવી છે.
ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન લખવામાં આવ્યા જુઓ રૂડો પ્રસંગ
માધવપુરમાં ભગવાનના લગ્ન લખાય
ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષમણીજીના લગ્ન લખાયા
ધુળેટીના દિવસે લખાય છે લગ્ન
25 વાના ના લગ્ન લખાયા
મધવરાય મંદિરે થી નીકળે છે શોભાયાત્રા
મધુવન માં ફુલડોલ બાદ લગ્ન લખ્યા છે
લગ્ન લખાય ત્યારે રૂડા ગીત ગવાયા છે
પોરબંદરના બિલ્ડર સામે લેન્ડ ગ્રેબિગનુ શસ્ત્ર કોને ઉગામ્યુ ?
પોરબંદરનાં જાણીતા બિલ્ડર સામે લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ નોંધાતા ભારે ચર્ચા જાેવા મળી રહી છે. બિલ્ડરે મેમણવાડા વિસ્તારમાં આવેલી એક મિલ્કત પચાવી પાડી હતી અને તેનો ઉપયોગ રહેણાંક તથા અંગત કારણોસર કરતા તેમની સામે લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ નોંધાઈ છે. આ બિલ્ડર અવાર-નવાર એનકેન પ્રકારે વિવાદમાં રહેતા હોવાનું પણ કહેવાય છે.
પોરબંદર જીલ્લામા પ્યાસીઓની હોળી ધુણધાણી
પોરબંદર જિલ્લામાં હોળી ઘુળેટીનાં તહેવારમાં વિદેશી દારૂની રેલમછેમ બોલે તે પહેલા પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. ગોઢાણાની હોલડી નેશ વિસ્તારમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી અને પોલીસે એક શખ્સને વિદેશી દારૂની ૭ર બોટલ સાથે ઝડપી લીધો હતો. આ ઉપરાંત ભાવપરા, ગીતાનગર અને ચુના ભઠ્ઠા વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો.
પોરબંદર શહેર મા સ્ટ્રોમ વોટર ડ્રેઈન કામગીરી શહેરના વિવિધ વિસ્તારમા ચાલી રહી છે. આ કામગીરી બેદરકારી રીતે ચાલી રહી છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ શહેરના લાતી બજાર વિસ્તારમા આ કામગીરી શરૂ કરવામા આવી છે પરંતુ ખાડા ખોદી અને છેલ્લા એક સપ્તાહથી કામ અધુરૂ છોડી દેવામા આવતા સ્થાનીક વેપારીઓની હાલત કફોડી બની છે અને પાલિકાની બેદરકારી સામે આક્રોશ જાેવા મળી રહ્યો છે વેપારીઓના જણાવ્યા અનુ સાર ખાડા ખોદી ને કામ અધુરુ છોડી દેવામા આવ્યુ છે જેને કારણે તેમને કારણે રાહાદરીઓ અને વાહન ચાલકો તેમજ પશુઓ આ ખાડામા ખાબકે તેવો ભય સેવાઈ રહ્યો છે એટલુ જ નહીં ધંધા રોજગાર ઉપર પણ માઠી અસર પડી રહી છે
પોરબંદર શહેર માં રેઢિયાળ પશુઓનો ત્રાસ
સોની બઝારમાં અખલાનો આતંક
દુકાનો થઈ બંધ
સોની બજારમાં ભયનો માહોલ
શહેરમાં આખલાનો ત્રાસ કયારે દૂર થશે
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software