પોરબંદર જિલ્લામા ટોપ થ્રીમા ખેડુતોના સંતાનો
પોરબંદર જિલ્લાનુ ધો. ૧ર સાયન્સનુ પરિણામ ૬ર ટકા
પોરબંદર સિગ્મા સ્કુલનુ પરીણામ ૮૦ ટકા
ટોપ થ્રીમા સિગ્મા સ્કુલના વિદ્યાર્થીઓ
ટોપમા સ્થાન મેળવનાર ખેડતોના સંતાનો
જિલ્લામામ રાજુ કેશવાલાએ પ્રથમ સ્થાન મેળ્વ્યુ
સિગ્મા સ્કુલમા ખુશીનો માહોલ
ગુજરાતના માછીમારો આંદોલનનુ રણશીંગુ ફુકશે
પોરબંદર સહિત રાજયભરના માછીમારો મુશ્કેલીમા
ગુજરાતના માછીમારો આંદોલન કરવાના મુડમા
અખીલ ગુજરાત માછીમાર મહામંડળ દ્રારા નિર્ણય
મત્સ્યોઉદ્યોગ કચેરી ગાંધીનગરની મનમાની
માછીમારોને સરકારની યોજનાનો લાભ મળતો નથી
કોમોસમી વરસાદે આંબાના પાકને ખંખેરી નાંખ્યો
કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નૂકશાન
ખંભાળ, બિલેશ્વર અને હનુમાનગઢમા કેરીના પાકને નુકશાન
કેરીના પાકને નુકશાન થતા ખેડુતોને આર્થિક નુકશાન
આંબામાંથી કેરીનો પાક ખરી ગયો
પોરબંદરમા સોમવારે ફરી કમોસમી વરસાદનો કકળાટ
સોમવારે ફરી બરડામા કમોસમી વરસાદ
સતત વરસાદને કારણે ઉનાળુ પાકને નુકશાન
મોઢવાડા,રામવાવ અને ખાંભોદર ગામે વરસાદ
પોરબંંદર શહેરમા પણ ધીમીધારે વરસાદ
કુતિયાણા નજીક થી નાસતો ફરતો આરોપી પોલીસના સંકજામા
કમલાબાગ પોલીસ સ્ટેશનનાં ગુન્હામાં છેલ્લા આઠ માસથી નાસતા ફરતા એક આરોપીને ઝડપી લેવામાં એલસીબી અને પેરોલ ફર્લો સ્કોર્ડેએ ઝડપી લીધો હતો. બાતમીનાં આધારે કુતિયાણા નજીકથી ઝડપી લેવામાં સફળતા મળી હતી.
પોરબંદરનો કરાટે યોધ્ધા જયેશ ઝીંદગીનો જંગ હારી ગયો
પોરબંદરના કરાટેવીર જયેશ ખેતરપાળનુ નિધન
રાજકોટ ખાતે સારવાર દરમ્યાન નિધન
સુદામાનગરી પોરબંદરમા ઘેરા શોકની લાગણી
કુતિયાણા નજીક અકસ્માતમા ઈજાગ્રસ્ત થયા હતા
વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ આપી શ્રધ્ધાજંલી
પોરબંદરમા કોણ રેઢીયાળ તેવા વેધક સવાલો..
પોરબંદર શહેરમાં રેઢીયાળ પશુઓનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જાય છે. તાજેતરમાં જ એક આખલાએ વૃધ્ધને અડફેટે લેતાં તેમનું મોત થયું હતું તેમજ ચોપાટી નજીક એક યુવાનને અડફેટે લેતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. શહેરમાં રેઢીયાળ પશુઓનાં ત્રાસથી શહેરીજનો ભયભીત થવાની સાથેસાથે ત્રસ્ત પણ બન્યા છે. ત્યારે પ્રજાનાં પ્રશ્ને પોરબંદર – છાંયા નગરપાલીકાનાં વિરોધપક્ષનાં નેતા અને કોંગ્રેસનાં સુધરાઈ સભ્ય ફારૂકભાઈ સુર્યાએ પાલીકાનાં ચીફ ઓફીસરને એક પત્ર લખીને એવી રજૂઆત કરી છે
પોરબંદરની સોની બજારમા આખલાના ધમાસાણના લાઈવના દ્રશ્ય
પોરબંદર શહેરમા આખલાનો ત્રાસ
ગુરૂવારે સોની બજારમા આખલા યુધ્ધે ચડયા
વાહનોનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો
સોની વેપારીઓએ ટોપટપ દુકાનો બંધ કરી
સોની બજારામા આખાલના ને કારણે વેપારીઓમા ભય
પોરબંદર જીલ્લાની સરકારી હોસ્પિટલમા દર્દી કેમ પીડાય છે
પોરબંદરની જિલ્લા કક્ષાની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં છેલ્લા અઢી માસથી ઓનલાઈન કેસ કાઢવાનું બંધ છે. આજ રીતે જિલ્લાનાં સી.એચ.સી. અને પી.એચ.સી.માં ઓનલાઈન કેસ કાઢવાની કામગીરી ઠપ્પ થઈગઈ છે. ઓનલાઈન કેસ કાઢવા માટે નવું સોફ્ટવેર અપડેટ કરવામાં આવ્યુું છે જેનાં કારણે આ સમસ્યા સર્જાઈ હોવાનુંંં ભાવસિંહજીનાં આરએમઓ એ જણાવ્યું હતું. પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવે છે
બરડામા ઝુલતા વિજવાયરો મોત બનીને ત્રાટકે તેવો ભય
પોરબંદર જિલ્લાનાં બરડા પંથક વિસ્તારમાં પીજીવીસીએલનાં જીવતા વીજ વાયરો જુલાની જેમ ઝુલી રહ્યા છે. વીજ વાયરો બદલાવવા માટે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે. છતાં કોઈ કામગીરી થતી નથી તેવા આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે. મોઢવાડા ગામનાં ખેડૂત આગેવાન હિતેષભાઈ મોઢવાડીયાએ સોશ્યલ મિડીયાનાં માધ્યમથી એવી રજૂઆતો કરી છે કે આમ તો બરડા પંથકનાં મોટા ભાગનાં ગામોમાં વીજ વાયરો બદલાવવામાં આવ્યા નથી. મોઢવાડાની વાત કરીએ તો કમીઆઈ ફીડરમાં વીજ વાયરો એટલા બધા નીચે છે કે ટ્રેકટર લઈને જવું પણ મુશ્કેલ બન્યુ છે.
પોરબંદરના એમજી રોડ પર અંધકાર દુર થશે ?
પોરબંદર શહેરમાં શિવા બેકર્સથી સુદામા ચોક સુધીનાં રસ્તા ઉપરની સ્ટ્રીટ લાઈટ જર્જરીત બની ગઈ હતી અને દોઢ-બે વર્ષ પૂર્વે આ સ્ટ્રીટ લાઈટ ઉખેડી ફેંકવામાં આવી હતી જેને કારણે આ રસ્તા ઉપર અંધકાર છવાયેલો જાેવા મળતો હતો. અંતે હવે પાલીકાએ સ્ટ્રીટ લાઈટ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હોવાનું કહેવાય છે. સ્ટ્રીટ લાઈટ માટે ૩૬ લાખનો ખર્ચ કરવામાં આવશે તેવું ચર્ચાઈ રહ્યુ છે.
પોરબંદરમા વૈશાખે જુગારની મોજ માણતા ૧૭ ઝડપાયા
પોરબંદર જિલ્લામાં વૈશાખી જુગાર શરૂ થયો હોય તેમ ઓડદર સીમ વિસ્તારમાં જાહેરમાં ચાલતા જુગાર ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો. ૪ મહિલા સહિત કુલ ૧૭ જેટલા લોકોને જુગાર રમતા ઝડપી લીધા હતાં અને સ્થળ ઉપરથી રૂા.૧ર,ર૪,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોરબંદરમા આખલાના આંતક થી મોતનો માતમ
પોરબંદર શહેરમાં આખલાઓનો ત્રાસ રોજીંદો બની ગયો છે. અવાર-નવાર યુધ્ધે ચડીને રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેવાની ઘટના બને છે. તેમાં કેટલાંક કિસ્સાઓમાં લોકો મોતને પણ ભેટે છે. આવો જ એક કિસ્સો નરસંગ ટેકરી પ્રજાપતી સમાજની વંડી પાસે બન્યો છે. સ્કુટર લઈને જતાં એક વૃધ્ધને ખુટીયાએ અડફેટે લેતાં ગંભીર ઈજા થતાં વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જયારે ચોપાટી નજીક એક યુવાનને હડેફટ લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો અને તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખેસેડવામા આવ્યો હતો
મહેર મણીયારા રાસ નિહાળી તમીલના મહેમાનો ઝુમી ઉઠયા
સૈારાષ્ટ્ર તમિલના તમિલનાડુના પ્રવાસીઓ હાલ સૈારાષ્ટ્રની મુલાકાતે છે સોમનાથ અને દ્રારીકા ખાતે મહેમાનો માટે ખાસ આયોજન કરવામા આવ્યુ છે.ત્યારે પોરબંદરના મુળ દ્રારકા ખાતે આજે સૈારાષ્ટ્ર તમિલના મહેમાનોનુ ભાવભર્યુ સ્વાગત કરવામા આવ્યુ હતુ મહેમાનોએ દ્રારીકાધીશના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી
સૈારાષ્ટ્ર તમિલના તમિલનાડુના પ્રવાસીઓ સોમનાથથી દ્રારકા જતા હતા તે દરમ્યાન પોરબંદરના મુળ દ્રારકા ગામે તેમના સ્વાગતનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો મહેમાનોનુ ગામના આગેવાનો તેમજ કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા અને જીલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા સહિતના મહાનુવાઓ એ સ્વાગત કર્યુ હતુ
શીશલી સરસ્વતીધામ માટે એક કરોડનુ અનુદાન આપનાર પરિવાર સાથે ખાસ વાતચીત
શીશલી ગામે સરકારી શાળાનુ બિલ્ડીનુ નવુ બિલ્ડીગ
દાતાના પરિવાર એક કરોડનુ દાન આપવામા આવ્યુ
પતિ ની ઈરછા પુરી કરવા પત્નિએ શાળાનુ બિલ્ડીગ બનાવ્યુ
સ્વ.હરભમભાઈ પરબતભાઈ મોઢવાડીયાની સ્મૃતિમા નિર્માણ
મુળ શીશલીના હાલ યુકે ખાતે રહેતા પરિવારનો વતન પ્રેમ
ગામના બાળકો ભણીગણીને હોશિયાર બને તેવી ઈરછા
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2026 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software