રાણાવાવમાં ત્રિરંગા યાત્રામાં કોમી એકતાના દર્શન
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાણાવાવ ખાતે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યુ હતું રાણાવાવ શહેર જાણે દેશભક્તિ ના રંગ માં રંગાયું હતું અને ભારત માતા કી જય ના નારા થી સમગ્ર રાણાવાવ શહેર ગુંજી ઉઠ્યું હતું . રાણાવાવ સ્ટેશન પ્લોટ ખાતે થી 300 બાઈક અને અંદાજે 500 જેટલા લોકો આ રેલી માં જોડાયા હતા
પોરબંદર ના ખાદી ભંડાર માં શેનું થયું રેકર્ડ બ્રેક વેચાણ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન માં સૌ કોઈ સહભાગી બન્યા છે ત્યારે પોરબંદર માં પણ આઝાદી ના હરખ નો અનેરો રંગ લાગ્યો હોય તેમ સૌ કોઈ હર ઘર તિરંગા અભિયાન માં સહભાગી બની અને દેશ પ્રેમ વ્યક્ત કરી આઝાદી ની ખુશી વ્યક્ત કરી રહ્યા છે પોરબંદર માં ખાદી ભવન ખાતે રાષ્ટ્રીય પર્વ તેમજ રાજકીય કાર્યક્રમો માં ખાદી ની ખરીદી થતી હોય છે પરંતુ આ વખતે હર ઘર તિરંગા અભિયાન માં તિરંગા નું વિતરણ કરવામાં આવ્યું છે
સમુદ્ર ની સમીપ રાષ્ટ્રીય પર્વ ની ઉજવણી
આજનો દિવસ એટલે 15 મી ઑગસ્ટ . સ્વતંત્રતાનો, આઝાદી નો એ મહોત્સવ જ્યાંરે સમગ્ર દેશ , સમગ્ર ભારતીય માટે એક ગૌરવ નો દિવસ. આજ રોજ 76 માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી સૌ કોઈ દેશવાસીઓ કરી રહ્યા છે ત્યારે પોરબંદર વાસીઓ પણ આઝાદી ના જસ્ન માં જોડાયા છે આજ રોજ માં ભારતી ને સલામી આપી સૌ કોઈ એ રાષ્ટ્ર ની એકતા અને અખડદિતાતતા માટે પ્રાર્થના કરી હતી.
પોરબંદરના આઝાદી ઉત્સવ ના જૂના સંસ્મરણો
આઝાદી કા અમૃત મહોત્સવ ની ઉજવણી દેશભર માં થઈ રહી છે ત્યારે દેશ ને આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા ગાંધી ની જન્મ ભૂમિ પોરબંદર પણ આઝાદી ના ઉત્સવ નું સાક્ષી બન્યું હતું આઝાદી બાદ પોરબંદર ના રાજ રત્ન શેઠ નાનજી કાલિદાસ મેહતા એ ગાંધી જી ની સ્મૃતિ માં કીર્તિ મન્દિર નું નિર્માણ કર્યું હતું .
ગાંધીભૂમિ દેશભક્તિના રંગમાં રંગાશે
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત પોરબંદરમાં આગામી તારીખ 13 ઑગસ્ટ ના રોજ તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે તિરંગા યાત્રા ના આયોજન ને પગલે ભાજપ પરિવાર દ્વારા તૈયારીઓ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software