એક તરફ સરકાર શિક્ષણ ને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે તો બીજી તરફ પોરબંદર સહીત રાજ્યભર ની કેટલીક સરકારી શાળા ઓ માં શિક્ષકો ની ઘટ જોવા મળી રહીં છે આ જગ્યા પૂરવા માટે સરકારે પ્રવાસી શિક્ષકો ની નિમણુંક કરી છે, પરંતુ આ પ્રવાસી શિક્ષકો ના પગાર ના ફાંફા જોવા મળી રહ્યા છે પોરબંદર જિલ્લા ની સરકારી પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા 111 શિક્ષકો ને છેલ્લા ત્રણ માસ થી પગાર ચુકવવામાં આવ્યો નથી તેમજ માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શાળા માં ફરજ બજાવતા 50 જેટલા શિક્ષકો ની પણ આ જ હાલત જોવા મળી રહી છે આ પ્રવાસી શિક્ષકો ને તાસ મુજબ વેતન ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ત્યોહારો ના હરખ વચ્ચે પણ આપડી પ્રથમ ફરજ એટલે પર્યાવરણ ની જાણવણી... હાલ જન્માષ્ટમી બાદ શ્રી ગણેશા પધારી રહ્યા છે ત્યારે પોરબંદર પણ બાપ્પા ના આગમન ની તૈયારી માં લાગી ગયું છે,...પોરબંદર માં હાલ માટી ના ઇકોફ્રેન્ડલી ગણપતિ ની મૂર્તિ નું આગમન થયુ છે.. 31 ઑગસ્ટ થી જયારે ગણપતિ ઉત્સવ નો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે બજાર માં અવનવી બાપ્પા ની મૂર્તિઓ આવી રહી છે જોકે કોરોના ના 2 વર્ષ બાદ જયારે ગુજરાત સરકાર એ મૂર્તિ ની ઉંચાઈ અંતર્ગત નિયમો પરત લય અને આ વર્ષે મન ભરી ને ઉત્સવ ને ઉજવવાનો મોકો આપ્યો છે .
પોરબંદરમાં યાત્રાળુઓ કેમ વેઠે છે યાતના
પોરબંદર અનેક સહેલાણીઓનું મનપસંદ સ્થળ રહ્યું છે અને લાખો ની સઁખ્યામા લોકો અહીં આવતા હોય છે અને સાથે જ ત્યોહારો ના દિવસો માં તો પોરબંદર ની રોનક કૈક અનેરી જ હોય છે પરંતુ જયારે આ સહેલાણીઓ પોરબંદર ખાતે આવે છે ત્યારે તેની સુવિધાનું ધ્યાન રાખવું એ પણ પોરબંદર ની પ્રથમ ફરજ ગણાય છે
સુદામાનગરી માં ગોવિદા આલા રે...પોરબદર અને માધવપુર માં મટકી ફોડ
આજ નો દિવસ એટલે પરમ માસ શ્રાવણ માસ અને અખિલ બ્રહ્માંડ ના માલિક એ કારિયા ઠાકોર નો આજ જન્મદિવસ., આજ નો દિવસ એટલે ભક્તો માટે જાણે નદીઓ નો સાગર સાથે નો ભેટો ,, જાણે ચકોર પંખી ને ચાંદ મળી ગયા નો હરખ અને આ સૂના સંસાર માં ક્રિષ્ન ની બાંસુરી નો રણકાર કૃષ્ણ ભક્તોનો આજે અનેરો એ ઉત્સાહ કૈક આમ દેખાય રહ્યો છે
જન્માષ્ટમી ના પર્વ નો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુદામા નગરી પોરબંદર માં જન્માષ્ટમી ના દિવસે એક અનોખી ધાર્મિક પરંપરા જોવા મળી રહી છે કોટ ફરવાની એટલે કે જૂના પોરબંદર ની પ્રદક્ષિણા કરવામાં આવે છે અને અસ્માંવતી ઘાટ એ સ્નાન કરી પુણ્ય નું ભાથું બાંધે છે આ ઉપરાંત શ્રદ્ધાળુઓ સુદામાજી ના પણ દર્શન કરે છે
પોરબંદરમાં તિરંગા યાત્રાનો અદભુત નજારો
ગાંધી જન્મ ભૂમિ આજે દેશ ભક્તિ ના રંગે રંગાય હતી આઝાદી કે
અમૃત મહોત્સવ અંતર્ગત પોરબંદર ના આંગણે તિરંગા યાત્રા ને અનુલક્ષીને સભા નું આયોજન કરવામાં આવ્યું હતું .મુખ્યમન્ત્રી ભુપેન્દ્ર પટેલ ની ઉપસ્થિતિ માં તિરંગા યાત્રા યોજાઇ હતી
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software