પોરબંદર છ કલાક મા કેટલા રોટલા તૈયાર થયા જુઓ વિડીયો
પોરબંદરમાં સમયગૃપની સેવા સરાહનીય છે.પરમહંશો, પશુ-પંખીઓ અનેજરૂરીયાતમંદ પરિવારના બાળકો માટે સમયાંતરે સેવાકાર્યો કરવામાં આવે છે.ખાસ કરીને શ્વાન માટે સમયાંતરે રોટલા બનાવવામાં આવે છે અને તે પણ ધીઅને ગોળવાળા રવિવારે ૧,૩૧૩જેટલા રોટલા બનાવવામાં આવ્યા હતા.તે શહેરના વિવિધ વિસ્તારોમા ફરી અને શ્વાન અને ગાયોને ખવડાવામા આવ્યા હતા પોરબંદર શહેરમાં અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પશુપંખીઓ માટે અનેકવિધસેવાકાર્યો કરવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતા શ્વાન ભુખ્યા નરહે તે માટે સેવાભાવીઓ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા દુધ, બિસ્કીટ અને રોટલા ખવડાવવામાં આવે છે.
પોરબંદરના સેવાભાવી મહીલા કેમ રડી પડયા
સુદામાનગરી એટલે સેવાની નગરી. પોરબંદરમાં અનેક સેવાભાવી સંંસ્થાઓ જરૂરીયતામંદ પરિવારો, ગાય, શ્વાન, ખિસકોલી અને કીડી માટેનો પણ સેવાયજ્ઞ ચલાવે છે પરંતુ સેવામૂર્તિનાં દર્શન કરવા હોય તો ક્રિષ્નાબેન ત્રિવેદી. આ મહિલાની ઉંમર પપ વર્ષની છે. છેલ્લા ર૦ વર્ષથી તેઓ ગાય, શ્વાન અને ખિસકોલી માટે અનોખો સેવાયજ્ઞ ચલાવે છે. આ મહીલા ને ગાય અને શ્વાન પ્રત્યે એટલો લગાવ છે કે તે સેવાકાર્યની વાત કરતી વેળાએ રડી પડયા હતા સેવાકાર્યની વાત કરીએ તો ક્રિષ્નાબેન રોજ ૧પ કિલો ચોખાની ખીર બનાવે છે જેનાં ૬૦૦ રૂપિયાનાં દુધનોઉપયોગ કરે છે. પ કિલો ખાંડનો ઉપયોગ કરે છે અને તેમની ખીર બનાવે છે. આ ઉપરાંત શાક માર્કેટમાંથી નિયમિત ર૦૦ કિલો શાકભાજી ખરીદે છે તેમજ ૩ થી ૪ કિલો જલેબીની લારી ભરી અને રાત્રીનાં ૧૧ વાગ્યે તેઓ શહેરનાં વિવિધ વિસ્તારોમાં પોતે એકલા ફરે છે નિયમિત ૩૦૦ જેટલા શ્વાનને ખીર ખવડાવે છે. ર૦૦ થી વધુ ગાયને લીલુ શાકભાજી ખવડાવે છે તેમજ ખાડી કાંઠા વિસ્તારમાં ખિસકોલીને જલેબી ખવડાવે છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software