વિકાસ ની વાતો વાગોળતા તંત્ર સામે હાલ કોંગ્રેસ એ સવાલો ઉઠાવ્યા છે. એક બાજુ વિકાસ- વિકાસ ના નારા લગાવી અને વિકાસ ના નામે ઠાગાઠૈયા કરતા તંત્ર સામે કોંગ્રેસ એ અવાજ ઉઠાવ્યો છે એક બાજુ પોરબંદર ને વિકાસ ના આભે પોહ્ચાડવાની વાતો કરતી સરકાર જો આભ ઉડવાના સપના થી બાર આવી અને ટ્રેન જેવી સામાન્ય સુવિધા માં પણ પ્રજા નો અવાજ સુણે તો વિકાસ આભે તો નહીં પણ પાટા ઉપર જરૂર દોડતો દેખાશે