પોરબંદરમાં ગોરમાવડીની રવાડી જુઓ લાઈવ
પોરબંદરમાં ખારવા સમાજ દ્વારા ચૌત્ર નવરાત્રીની ઉજવણી
ગોરમાવડીની ભક્તિભાવ સાથે પૂજા અર્ચના
દીકરીઓ એ ગરબે રમી આરાધના કરી
આજે ચોથના દિવસે વિસર્જન
હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટિયા
કેદારકુંડમાં અસ્થાભેર વિસર્જન
પોરબંદરમા ચૈત્ર નવારાત્રીમા બોલે છે ગરબાની રમઝટ
હાલ ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે ત્યારે માઇ ભકતો દ્વારા માતાજીની
પૂજા, અર્ચના અને આરાધના કરવામાં આવી રહી છે. પોરબંદરમાં ખારવા
સમાજ દ્વારા ચૈત્ર નવરાત્રીની ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે
જેમાં ખારવા સમાજ દ્વારા ગોર માવડીની આસ્થાભેર સ્થાપના કરવામાં આવે
છે. અને અમાસથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ જાય છે. ચૈત્ર સુદ ચોથ સુધી
આ નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે જેમાં ચૈત્ર સુદ ત્રીજ સુધી આ
ઉજવણી કરવામાં આવે છે અને ચૈત્ર સુદ ચોથના દિવસે ગોર માવડીનુ
પૌરાણીક કેદાર કુંડમાં વિસર્જન કરવામાં આવે છે. આ ચૈત્રી નવરાત્રી દરમ્યાન
ખારવા સમાજની બહેનો દ્વારા રાત્રીના સમયે ગરબે રમી અને માતાજીની
આરાધના કરવામાં આવે છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software