ખારવા સમાજ દ્વારા મુખ્યમંત્રી પાસે વિધાનસભા ની ટીકીટ ની માંગ
આગામી વિધાનસભાની ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પોરબંદર થી સમસ્ત બારગામ ખારવા સમાજ દ્વારા વિધાનસભામાં પ્રતિનિધિત્વ આપવાની માંગ કરવામાં આવી છે રાજય ના મુખ્યમન્ત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી જી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પોરબંદર આવ્યા હતા . તે દરમ્યાન તેમણે બારગામ ખારવા સમાજ ની પંચાયત મઢી ની મુલાકાત લીધી હતી , આ પ્રસંગે ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ શિયાળ સહીત ના આગેવાનો એ મુખ્યમન્ત્રી નું સ્વાગત કર્યું હતું.
ખારવા સમાજ દેશભકિત ના રંગે રંગાયો
સમગ્ર રાષ્ટ્ર જયારે 75 માં આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગ રૂપે હર ઘર તિરંગા અભિયાન માં જોડાય ને સૌ કોઈ આઝાદી ના હરખ ના રંગે રંગાય જાણે ને દેશ ની આન બાન અને સાન એવા તિરંગા ને ફક્ત ઘર ઘર સુધી નહીં પરંતુ સૌ કોઈ ની યાદો માં હૃદય માં એક ખાસ સ્થાન મળ્યું છે
વર્ષો જૂની પરંપરા આજે પણ છે જીવંત દર વર્ષે થાય છે દરિયાદેવનું પૂજન
પોરબંદર માં ખારવા સમાજ દ્વારા દરીયાદેવ નુ પુજન કરવામાં આવ્યુ હતુ વહાણવટા નુ નવુ વર્ષ શરૂ થતા આજે ખારવા સમાજ દ્વારા દરીયાદેવ ને ખાંડ અર્પણ કરી અને પુજા કરવામા આવી હતી.
પોરબંદર માં ખરવા સમાજ દ્વારા અષાઢીબીજ દિવસે પરમપરાગત રીતે યોજાતી રામદેવજી મહાપ્રભુ ની શોભાયાત્રા માં કોમી એકતા ના દર્શન થયા હતા.તેમજ રાજવી પરિવારો ની વર્ષો જૂની પરમપરા ને રાજપૂત સમજે આજે પણ જીવંત રાખી છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software