રાણાવાવની જામ્બુવંતી ગુફાના વિકાસની માંગ
રાણાવાવ નજીકના પ્રવાસન સ્થળ જામ્બુવંતી ગુફાના વિકાસ માટે રાજ્ય સરકારનાં વન અને પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા સમક્ષ રજૂઆત ગુફાના સેવા મંડળ દ્વારા કરવામાં આવી હતી.જેમાં વન વિભાગ દ્વારા "સાંસ્કૃતિક વન" મંજૂર કરવામાંઆવે અને ૨૦૧૨મા થયેલાં વિકાસનાં કામોની જાળવણી માટે રીનોવેશનની કામગીરી સાથે પ્રવાસીઓને આકર્ષવા માટે વધુવિકાસનાં કામો હાથ ધરવા માટે
વિસ્તૃત વિગતો સાથે રજૂઆત સંસ્થાનાં મહામંત્રી બાબુભાઈ ચૌહાણ તથા ટ્રસ્ટી મુકેશભાઈ મકવાણાએ કરી હતી.રજૂઆત પત્રમાં વધુમાં જણાવ્યાનુસાર ૨૦૦૬ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તે સમયના મુખ્યમંત્રી તરીકે જામ્બુવંતી ગુફાની મુલાકાત લઈ આજગ્યાને પ્રવાસન સ્થળ તરીકેની જાહેરાત કરવામાં આવી હતી.બાદ આ સ્થળે રસ્તા, લાઈટ,ભોજનાલય,ચિંતન કુટીર,અને બાલ ક્રિડાગણઅને શૌચાલય ની સુવિધાઓ ઉપલબ્ધ થઈ હોવાનું પત્રમાં જણાવ્યુ હતુ
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software