પોરબંદરમા મહિલાઓ બની રહી છે અત્મ નિર્ભર
પોરબંદરમા શ્રીબાઈ મહિલા ગૃહ ઉદ્યોગ દ્રારા બહેનોને આત્મનિર્ભર બનાવા માટે ખાસ તાલીમ આપવામા આવી રહી છે આ ગૃહ ઉદ્યોગ શરૂ થયાને બે મહિના જેવો સમય થયો છે આ અત્યાર સુધીમા પ૦ થી વધુ બહેનો ને આત્મ નિર્ભર બનાવી છે હાલ અથાણની સીઝન ચાલી રહી છે. ત્યારે વિવિધ પ્રકારના અથાણા બનાવાની તાલીમ આપવામા આવી રહી છે તૈયાર થયેલા આથણા બજારમા વહેંચી અને આર્થિક ઉપાર્જન મેળવી રહી છે
પોરબંદર જીલ્લા ગરીબોના ચોખા કોણ ચાઉં કરે છે
સરકાર દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને વિનામુલ્યે અને રાહતદરે સસ્તા અનાજ કેન્દ્રની દુકાનમાંથી અનાજનો જથ્થો આપવામાં આવે છે પરંતુ કેટલાંક લોકો આ ગરીબોનું અનાજ ચાંઉ કરી જાય છે. થોડા સમય પૂર્વે જ રાણાવાવમાં અનાજનું મોટુ કૌભાંડ સામે આવ્યું હતું. ત્યાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે. સસ્તા અનાજ કેન્દ્રનાં ચોખાનો મોટો જથ્થો બારોબાર વેંચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે.
જન્માષ્ટમી ના પર્વ નિમિતે ખાજલી ના વેચાણ માં ખોંખારો...
પોરબંદર ની પ્રજા તહેવારો ના આ ધમધમાટ વચ્ચે વાનગી ઓ નો સ્વાદ માણવાનું કય રીતે ભૂલી શકે ??? ત્યારે જન્માષ્ટમી ના આ પાવન ઉત્સવ વચ્ચે પોરબંદર ની સ્વાદપ્રિય પ્રજા એ ફરસાણ અને ખાજલી ની ખરીદી શરૂ કરી દીધી છે જન્માષ્ટમી ના તહેવાર ને હવે ગણતરી ના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે એક બાજુ લોક લાડીલા લોકમેળા ની તૈયારીઓ તો સ્વાદપ્રિય જનતા એ ફરસાણ અને ખાજલી ની તૈયારીઓ અને ખરીદી ને જોરશોર થી વધારી જાણે જન્માષ્ટમી ના ત્યોહાર ને હરખભેર વધાવી રહ્યા છે
હાલ સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે. આ વર્ષાઋતુમાં ગાંઠિયા અને ભજીયાનો સ્વાદ માણવો ખૂબજ ગમે છે. વરસાદ પડતા જ લોકો ગાંઠિયા અને ભજીયાની લારી ઉપર લોકો ઉમટી પડતા હોય છે. પરંતુ માધવપુરના મંડેર ગામના કુકરિયા ભજીયા ઘેડ અને સૌરાષ્ટ્રમાં ઘેડ અને સૌરાષ્ટ્રમાં ભારે પ્રખ્યાત છે અને આ ભજીયાનો સ્વાદ અનોખો છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software