પોરબંદરના ઘેડમા જળ માટે પહેરેદાર કેમ
પોરબંદરના બળેજ ગામે પુરના પાણી
છેલ્લા સાત દિવસથી બળેજ -અમીપુર રસ્તો બંધ
વાહનચાલકોની રાહદારી માટે રસ્તો બંધ
ત્રણ દિવસ પૂર્વે ખેડુત તણાયા બાદ રસ્તા બંધ
જીઆરડીના જવાને તૈનાત કરી દેવામા આવ્યા
વરસાદના વિરામ વચ્ચે ઘેડ હજુ પાણીમા
કોમોસમી વરસાદે આંબાના પાકને ખંખેરી નાંખ્યો
કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નૂકશાન
ખંભાળ, બિલેશ્વર અને હનુમાનગઢમા કેરીના પાકને નુકશાન
કેરીના પાકને નુકશાન થતા ખેડુતોને આર્થિક નુકશાન
આંબામાંથી કેરીનો પાક ખરી ગયો
પોરબંદર જીલ્લામા ચૈત્રમા અષાઢે કયા વરસ્યો વરસાદ
પોરબંદર સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેવા સમયે ગુરૂવારે પોરબંદરમાં અષાઢી માહોલ જાેવા મળ્યો હતો. ભારે પવન શરૂ થયો હતો અને જિલ્લાનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જેને પગલે ખેડુતોનાં ચહેરા ઉપર ચિંતાનાં વાદળો ઘેરાયા હતા.
પોરબંદર જિલ્લામાં આજે મેઘરાજાએ ક્યાં બોલાવી બઘડાટી
પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદ
છેલ્લા બે દિવસથી વરસાદ
આજે સોમવારે ફરી વરસાદ
સીમર અને આસપાસના ગામોમાં વરસાદ
પાકને નુકશાન થવાની ભીતિ
બરડામાં ખેડૂતની મહેનતને આગ ભરખી ગઈ
શીંગડા ગામ ની સિમ વિસ્તારમાંઆગ વીજ લાઈન શોર્ટ સર્કિટ થતા આગ
ખેડૂતના ઘઉંના ઉભા પાક માં લાગી આગ
મોટાભાગ નો પાક બળી ને ખાખ
સ્થાનિકો દ્વારા આગને કાબુમાં મેળવવા પ્રયાસ
રજુઆત છતાં વીજ તંત્ર ઊંઘ માં
ખેડૂતને ભારે નુકશાન
પોરબંદર જિલ્લામાં માવઠા ની ભીતિ
આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી
ખેડૂતોને સાવચેત કરવામાં આવ્યા
રવીપાક સલામત સ્થળે રાખવા જણાવ્યું
કેરીના પાકને પણ નુકશાની ની ભીતિ
પોરબંદર જિલ્લાના ખેડૂતો સાવધાન ' માવઠાથી પાક ને બચાવો
પોરબંદર સહિત રાજ્યભરમાં આકરી ઠંડી પડી રહી છે અને આગામી ૨૪ કલાક કોલ્ડવેવની સાથે કમૌસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેને કારણે જીરૂનાં પાકને નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે. કાળીયા નામનો રોગથી પાક પ્રભાવિત ન થાય તે માટે પિયત સમયે દવાનો છંટકાવ કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેડુતોને અપીલ કરી છે.
પોરબંદર જીલ્લાના ખેડુતોને ઠંડી કેમ પડે છે ભારે
પોરબંદર જિલ્લામાં કિશાનોને કૃષિ માટેની વીજળી રાત્રિના સમયે આપવામાં આવે છે તેથી ખૂબજ કાતિલ ઠંડીમાં ખેડૂતોને પોતાના પાક માટે પિયત જરૂરી હોવાથી રાત ઉજાગરા કરીને ખેતીકામ કરવું પડે છે જેના કારણે ખેડૂતોના બિમાર પડવાના, હૃદયરોગના હુમલાના, દમ-અસ્થમાના બનાવો વધ્યા છે. માત્ર ખેડૂતો જ નહીં, તેમની સાથે કામ કરતા ખેતમજૂરોની સ્થિતિ પણ ચિંતાજનક બની છે.હાલમાં તીવ્ર ઠંડી પડી રહી છે
રવિવારે ચિંગરિયા ગામે ખેડૂતની વાડીમાં લટાર મારતા સિંહનો વીડિયો થયો વાયરલ : પોરબંદરના રતનપર, ઓડદર, પાતા અને ચીંગરિયા ગામને વનરાજે પોતાનું રહેઠાંણ બનાવ્યું
ઘેડઘુર જંગલમાં રહેતો વનનો રાજા સિંહ પણ સહેલગાએ નિકળ્યો હોય તેમ પોરબંદર જિલ્લાના દરિયા કિનારે સિંહ સહેલગાએ આવી પહોંચ્યો છે. ઘેડ પંથકનું રખોપું સાવજ કરી રહ્યો છે. રવિવારે વહેલી સવારે ચીંગરિયા ગામના એક ખેતરમાં સિંહ લટાર મારતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. સિંહના આગમનના પગલે ઘેડના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.
માંગરોળ અને આત્રોલી વિસ્તારને પોતાનું રહેઠાંણ બનાવનાર ગીરનો સાવજ હવે પોરબંદરનો મહેમાન બન્યો છે. છેલ્લા એક-દોઢ માસથી ઘેડ પંથકમાં સિંહની ડણખ સાંભળવા મળી રહી છે. માધવપુર, પાતા, ચીંગરિયા સહિત ગામોમાં સિંહ અવાર નવાર નજરે પડે છે અને છેક પોરબંદરના સીમાડા સુધી સિંહ દેખાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઓડદર અને રતનપર વિસ્તારમાં દેખાતો સિંહ રવિવારે પાતા ગામે એક ખેડૂતની વાડીનો મહેમાન બન્યો હતો. જે રીતે ગીરના જંગલમાં લટાર મારતો હોય તેમ ખેડૂતની વાડીમાં લટાર મારી હતી. દરિયાકાંઠે આવેલી આ ખેડૂતની વાડીમાં સિંહને નજરે જાેઈ અને સ્થાનીકો રોમાંચીત બની ઉઠયા હતા અને આ વીડિયો ખૂબજ વાયરલ થયો હતો. ઘેડ પંથકમાં સિંહે મુકામ કરતા ઘેડ વિકાસ સમિતિના આગેવાન લીલાભાઈ પરમારે વન વિભાગ સમક્ષ અગાઉ એવી પણ રજૂઆત કરી હતી કે સિંહનો પોરબંદર અને ઘેડ વિસ્તારમાં કાયમી વસવાટ થાય તે દિશામાં પ્રયત્ન કરવા જાેઈએ. કારણ કે સિંહના વસવાટથી પ્રવાસન વિભાગને વેગ મળવા ઉપરાંત અન્ય પણ કેટલાક ફાયદા છે.
દરિયાકાંઠા વિસ્તારનો આ સિંહ છે
સિંહ પ્રેમીઓના જણાવ્યા અનુસાર ગીરના જંગલમાં સિંહની સંખ્યામાં ઉત્તરોતર વધારો થયો છે. જેના કારણે કેટલાક સિંહ પોતાના પરિવાર સાથે અમરેલી અને ગીર સોમનાથના દરિયાકાંઠાને પસંદ કરી અને ત્યાં જ વસવાટ કર્યો છે. દરિયાકાંઠે વસતા જ એક પરિવારનો આ સિંહ છે માંગરોળ આત્રોલીથી છેક પોરબંદર સુધીનો દરિયા કિનારો પસંદ છે અને આ વિસ્તારની જમીન પણ તેમન પસંદ હોવાનું કહેવાય છે.
Read Moreઆભ ના હેત થી ધરતી નો શણગાર
આ વર્ષે મેઘરાજા જાણે મહેરબાન થયા હોય અને સૌ કોઈ પર વરસાદ સંગ અમી વરસાવી હોય તેમ ચોમાસુ પાક માં ખુબ સારું એવું વાવેતર જોવા મળી રહ્યું છે. ખાસ કરી ને મગફળી અને કપાસ ના પાક ને આ વર્ષે મેઘરાજા ફળ્યા છે. વરસાદ ની સીઝન સરું થતાની સાથે જ પ્રથમ વરસાદે જ શુભ કંકુના મેઘરાજા એ કર્યા હતા.
ઉપરવાસ માં પડેલા વરસાદ ને કારણે પોરબંદર ના માધવપુર ની મધુવતી નદી માં ઘોડાપુર
ઉપરવાસ માં પડેલા વરસાદ ને કારણે મધુવતી ગાડીતુર
માધવપુર ના આસપાસ ના ખેતરો માં પાણી ફરી વળ્યા
મધુવતી નદી ના પાણી ને કેનાલ મા વળવા ખેડૂતો ની માંગ
માધવપુર નું મેળા ગ્રાઉન સરોવર
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software