આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણ પરણીને કેમ જશે દ્વારિકા
માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવની ભવ્ય રીતે કરવામાં આવે છે. પ્રતિવર્ષ ચૈત્ર માસમાં તેરસનાં દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવની ઉજવણી મધુવન જંગલમાં આવેલા ચોરીમાયરા ખાતે કરવામાં આવે છે. ભગવાન ચૌદશનાં દિવસે પરણી અને ફરી માધવરાય નીજ મંદિરે પહોંચે છે અને આ સમયે માધવપુરમાં ગુલાલની છોડો ઉડે છે.પરંતુ આ વર્ષે સરકારે ભગવાનનાં લગ્ન ઉત્સવનાં પ્રસંગને દ્વારીકા સાથે જાેડવાનો પ્રયાસ કર્યો છે. માધવપુર અને દ્વારકા આ બંન્ને ધર્મસ્થાનો ભગવાનનાં લગ્નોત્સવને લઈને જાેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં આ વર્ષે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવ બાદ તેમની પ્રતિકૃતી અને વેશભુષા સાથેની એક યાત્રા માધવપુરથી દ્વારીકા જશે જ્યાં દ્વારકાધીશ મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ પ્રસંગને લઈને પણ તંત્ર દ્વારા દ્વારીકામાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન લખવામાં આવ્યા જુઓ રૂડો પ્રસંગ
માધવપુરમાં ભગવાનના લગ્ન લખાય
ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષમણીજીના લગ્ન લખાયા
ધુળેટીના દિવસે લખાય છે લગ્ન
25 વાના ના લગ્ન લખાયા
મધવરાય મંદિરે થી નીકળે છે શોભાયાત્રા
મધુવન માં ફુલડોલ બાદ લગ્ન લખ્યા છે
લગ્ન લખાય ત્યારે રૂડા ગીત ગવાયા છે
રાણાવાવની જામ્બુવન ગુફાનો શુ ઈતિહાસ
પોરબંદર નજીક આવેલ જાંબવત ની ગુફા આવેલ છે.આ ગુફા સાથે રામાયણ થી મહાભારત સુધી નો ઇતિહાસ જાેડાયેલ છે.તો સાથો સાથ આ ગુફા માંથી ટપકતા પાણી ને કારણે જમીન પર સ્વયંભૂ શિવલિંગ ઉતપન્ન થાય છે.આ ગુફા અંદાજે ૯૦૦૦ વર્ષ જૂની હોવા ની માનવામાં આવે છે.ભગવાન શ્રી રામ ના અવતાર માં ભગવાન રામ ને લંકા સુધી પોહચવા સમુદ્ર સેતુ બાંધવા માં મદદ રૂપ થનાર જાંબવત સાથે જાેડાયેલ છે.જાંબવત પોતાની પુત્રી જાંબુવતી સાથે અહીં રહેતા હતા.ભગવાન શ્રીકૃષ્ણ મણી શોધતા શોધતા જાંબવત ની ગુફા માં પોહચિયા હતા.ત્યાર બાદ ગુફા માં સતત ૧૮ દિવસ સુધી ભગવાન શ્રીકૃષ્ણ અને જાંબવત વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું.અને અંતે જાંબવતે પોતાની પુત્રી જાંબુવતી ના લગ્ન ભગવાન શ્રીકૃષ્ણ સાથે કરાવી મણી ભગવાન શ્રીકૃષ્ણ ને કન્યાદાન માં આપી હતી.
એક તરફ સરકાર શિક્ષણ ને પ્રોત્સાહન આપવાની વાતો કરે છે તો બીજી તરફ પોરબંદર સહીત રાજ્યભર ની કેટલીક સરકારી શાળા ઓ માં શિક્ષકો ની ઘટ જોવા મળી રહીં છે આ જગ્યા પૂરવા માટે સરકારે પ્રવાસી શિક્ષકો ની નિમણુંક કરી છે, પરંતુ આ પ્રવાસી શિક્ષકો ના પગાર ના ફાંફા જોવા મળી રહ્યા છે પોરબંદર જિલ્લા ની સરકારી પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા 111 શિક્ષકો ને છેલ્લા ત્રણ માસ થી પગાર ચુકવવામાં આવ્યો નથી તેમજ માધ્યમિક અને ઉચ્ચતરમાધ્યમિક શાળા માં ફરજ બજાવતા 50 જેટલા શિક્ષકો ની પણ આ જ હાલત જોવા મળી રહી છે આ પ્રવાસી શિક્ષકો ને તાસ મુજબ વેતન ચુકવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
કચ્છ ની ગાયો એ દ્વારકા માં ભગવાન શ્રીકૃષ્ણ ના મંદિર માં દર્શન કર્યા ની ઐતિહાસકિ ઘટના.
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software