સોરઠી ડેમ છલકાતા બરડા માં લીલા લહેર
પોરબંદર જિલ્લો અને પોરબંદર ની આન બાન અને સાન બરડો સોળે કલા એ પ્રકૃતિ ના પ્રેમ માં ખીલી ઉઠ્યો છે અને વર્ષારાણી એ વર્ષા સંગ જાણે સ્નેહ ની હેલી કરી હોય તેમ તન મન ને ભીંજવી નાખ્યા છે. ત્યારે બરડા વિસ્તાર નો સોરઠી ડેમ આ વર્ષે સતત બીજી વાર છલકાયો છે. અને આ ડેમ જાણે પાણી ની સાથે ખેડૂતો પ્રત્યે ના સ્નેહ થી છલકાયો હોય તેવી અનુભૂતિ હાલ તો થઈ રહી છે. કારણ કે સોરઠી ડેમ ગોરાણા , અડવાણા , ભેટકડી ત્રણ ગામ ને કેનાલ મારફત સિંચાય નું પાણી પૂરું પાડવામાં આવે છે .
પોરબંદર જિલ્લાના કેવી છે મેઘ મહેર
પોરબંદર સહીત ગ્રામ્ય વિસ્તારો સતત ધીમી ધારે વરસાદ વર્ષી રહ્યો છે. ત્યારે ચોમાસુ પાક સહીત શિયાળુ પાક માં પણ આ વરસાદ ઉપયોગી બનશે તેવી આશા સિવાય રહી છે તો સાથે જ ખેડૂતો માં પણ ખુશી જોવા મળી છે તો અમુક ગ્રામ્ય વિસ્તારો ને એલર્ટ પણ કરવામાં આવ્યા છે ભારે વરસાદ ના પગલે વર્તુ ડેમ સહીત ના ડેમો ના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે તો પોરબંદર માં પણ સતત મેઘરાજા ની સવારી વર્ષી રહી છે
ઉપરવાસ માં ભારે વરસાદ ના પગલે પાણી ભરપૂર આવક થઈ રહી છે. એક બાજુ દરિયાઈ હવામન ની સ્થિતિ કથળી રહી છે તો બીજી બાજુ આસમાન માં થી પણ આફત વરસી રહી હોય તેમ ઉપરવાસ ના ભારે વરસાદ ને કારણે પોરબંદર ના બરડા પંથક માં આવેલ વર્તુ નદી માં પાણી છોડવામાં આવ્યું છે. પાણી ની ભારે માત્રા માં આવક ના પરિણામે પોરબંદર ખંભાળિયા હાઇવે પર સોઢાણા નજીક આવેલ વર્તુ નદી ના ડાયવરજન ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર હાલ ઠપ્પ થયો છે એક બાજુ ભારે વરસાદ ના પગલે ઉપરવાસ માંથી વર્તુ 2 ડેમ માં પાણી ની સતત આવક થતા પાણી છોડવામાં આવી રહ્યું છે
બરડા ની જમીન ને મળશે જળ
જમીન ને મળશે જળ. પાક થશે ઉજ્જવળ. મિયાની ,વડાના અને ભાવપરા ખેડૂતો માટે મેંઢાક્રીક ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે હાલ ચોમાસા નો પાછોતરો વરસાદ ખેંચાતા મગફળી સહીત ના પાકોને પિયત ની જરૂરિયાત ઉભી થઈ છે ત્યારે ત્યાંના આગેવાનો દ્વારા તેમજ ભાવપરા મિયાની અને વડાના ગામના તમામ ખેડૂત મિત્રો એ મળી ને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયા ને રજૂઆત કરી હતી
પોરબંદરવાસી માટે શું છે ખુશીના સમાચાર...
આજે પવિત્ર દિવસે પોરબંદરવાસીઓ માટે સારા સમાચાર છે. અને લાપસીનાં આંધણ મુકવા પડશે. કારણ કે ફોદાળા અને ખંભાળા બંને ડેમ તૈયારીમાં છે. હવે ઓવરફલો થવામાં બંને ડેમમાં ૩ છે. ૯૦ ટકા પાણીની આવક થઇ ગઇ છે. હવે વર્ષ પોરબંદર વાસીઓ ને લીલા લહેર પોરબંદર જિલ્લામાં સતત વરસાદ પડી રહયો છે. જેને કારણે જળાશયોમાં પાણીની આવક શરૂ થઇ ગઇ છે.
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software