ગરબારસિકો જાણે નવા જોમ અને જુસ્સા થી બે વર્ષ બાદ યોજાય રહેલ ભવ્ય નવલા નોરતા ને માણવા આતુર બન્યા છે નવરાત્રી ના પર્વ ને જાણે ઓળઘોળ બની અને વધાવી રહ્યં છે નવલા નોરતા ના સ્વાગત માં મન જાણે મોર બની ને થનગનાટ કરી રહ્યં છે.
હાલ નવરાત્રી નો પર્વ નજીક આવી રહ્યો છે અને ખલૈયાઓ માં જગદંબા ની આરાધના કરવા અને ઢોલ નગારા ના તાલે ઝૂમવા થનગની રહ્યા છે નવરાત્રી એટલે માતાની શક્તિ ની આરાધના નું પર્વ. અને ગુજરાતી ઓ માટે ગરબા નું અનેરું ગર્વ.
એસ બી આઈ આરસેટી ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા ખાસ એક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું . આ સંસ્થા દ્વારા નવયુવાનો ને રોજગાર લક્ષી તાલિમ આપવામાં આવે છે ભારત ના વિકાસ માં યુવાનો પગભર થાય અને સ્વરોજગાર મેળવે તે અર્થે ખાસ તાલિમ અને પ્રશિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવે છે આ સંસ્થા દ્વારા 30 દિવસીય તાલીમ અને અનેક શેત્રે રોજગાર મેળવવા અર્થે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ તકે પોરબંદર માં અનેરી સિદ્ધિ અને નામના ધરાવતા બિગબોસ સલૂન ની ટીમ અહીં ઉપસ્થિત રહી હતી અને અનેક તાલીમ સાથે બ્લાયન્ડ હેર કટિંગ ની તાલીમ આપી હતી અને આ સંસ્થા દ્વારા ભારત ના આ વિકાસ માં યુવાનો મદદરૂપ બને અને રોજગારી મેળવે તેવા હેતુસર ખાસ તાલીમ આપી તેમને સ્વરોજગાર માટે તૈયાર કરવામાં આવે છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software