પોરબંરના પક્ષી અભ્યારણ્યને જળ વૈભવ આપો
પોરબંદર પક્ષી નગર તરીકે જાણીતુ છે અને અહીં શિયાળાના સમયમા લાખોની સંખ્યામા વિદેશી પક્ષીઓ અતિથ્ય માણવા માટે આવે છે. તો પોરબંદર શહેરની મધ્યે ૯ એકર જમીનમા પક્ષી અભ્યારણ્ય આવેલુ છે ચોમાસાના સમયમા આ અભ્યારણ્ય પાણીથી ભરાઈ જાઈ છે જેને કારણે શિયાળાના સમયમા મોટી સંખ્યામા દેશી-વિદેશી પક્ષીઓ વિહરતા નજરે પડે છે હાલ ઉનાળાના સમયમા પક્ષી અભ્યારણ્યામા પાણી સુકાઈ જતા વેરાન બની ગયુ છે
પોરબંદરનો વિકાસ કેમ રૂંધાયો
પોરબંદરવાસીઓનું સ્વપ્ન રોળાયું
છાયા રણ બ્યુટીફીકેશન નહિ થાય
સરકારે ગ્રાન્ટ માટે રોક લગાવી
કુલ 207 કરોડના કામ નહીં થાય
ફૂટપાથની કામગીરી ટલ્લે
પોરબંદરનુ પક્ષી અભ્યારણ્ય કેમ બન્યુ રળીયામણુ
પોરબંદર વન વિભાગ અને પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા શહેરની મધ્યે આવેલા પક્ષી અભ્યારણ્ય ખાતે સેવ વાઈલ્ડ લાઈફ અંતર્ગત વોલ પેઈન્ટીંગ ર૦ર૩નું આયોજન કરવામાં આવ્યુંં હતું. જેમાં ૧૧ વર્ષની દિકરીથી લઈ અને યુવાનો અને યુવતિઓ દ્વારા મોર, સિંહ અને વાઘ સહિતના પશુ-પંખીઓ અને વન્ય પ્રાણીઓના ચિત્રોનું અદ્ભૂત સર્જન કરવામાં આવ્યું છે.
પોરબંદર જીલ્લામા પંખીડાની ગણતરી શરૂ
પોરબંદરને પક્ષીનગર તરીકેની ઓળખ મળી છે.અહીં શિયાળાના સમયમા મોટી સંખ્યામા પક્ષીઓ આતિથ્ય માણવા માટે આવે છે. પોરબંદર જીલ્લામા મોકરસાગર, કુછડી, છાયા રણ,બરડા સાગર સહિતા જળપલ્લાવિત વિસ્તારો આવેલા છે.
પોરબંદરમા પશુ-પંખીઓ અને વન્ય પ્રાણીના ચિત્રોનુ સર્જન થશે.
પોરબંદર પક્ષી નગર તરીકે જાણીતું છે તો નજીકમાં પ્રાકૃતિક સૌંદર્યથી અદ્ભૂત પ્રકૃતિથી ભરપૂર બરડો ડુંગર પણ આવેલો છે. તેમજ છેલ્લા કેટલાક દીવસથી વનનો રાજા સિંહ પણ પોરબંદરનો મહેમાન બન્યો છે. તો આ સમયે પશુ-પક્ષીઓ અને વન્ય પ્રાણીઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેવા આશયથી પોરબંદર વન વિભાગ અને પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા સેવ વાઈલ્ડ લાઈફ અંતર્ગત હોલ પેઈન્ટીંગ ર૦ર૩નું આયોજન કરવામાં આવ્યું છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software