પોરબંદર માં નમો કપ નું ભવ્ય આયોજન
તા 8 થી 18 ઓક્ટોબર દરમિયાન આયોજન
આયોજક આકાશ રાજશાખા સાથે ખાસ વાતચીત
માધવાણી કોલેજ ના ગ્રાઉન્ડ માં આયોજન
રન નો વરસાદ અને ઇનામો ની વણજાર
પોરબંદરમાં અશાંતી બાદ શાંતિનો માહોલ
દરિયાઈ સુરક્ષાને ધ્યાને લય ને તંત્ર દ્વારા જિલ્લા ના અલગ અલગ 8 જેટલા સ્થળો પર ડીમોલીશન ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રવિવાર સવાર થી જ પોરબંદર ના ઉદ્યોગનગર વિસ્તાર માં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. તો આ કામગીરી સાથે જ લઘુમતી સમાજ માં ભારે રોષ વ્યાપી ગયો હતો.ગઈ કાલે લઘુમતી સમાજ ના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.અને ડીમોલેશન વળી જગ્યા પર જવા માટે રસ્તા પર નિકળિયા હતા તે દરમિયાન પોલીસ દ્વારા લઘુમતી સમાજ ના લોકો ને સમજાવટ કરી અને શાંત પાડવાની કોશિશ હાથ ધરવામાં આવી હતી.
પોરબંદરની ગોઢાણીયા કોલેજ માં રાસ ની રમઝટ
નવરાત્રી ના પાવન પર્વે કૈક પોરબંદર ના આંગણે અનેરી જ ધૂમ મચાવી છે નવરાત્રી ના શરૂઆત થી જ સૌ કોઈ મન મસ્ત બની અને થનગની રહ્યા છે ગલી ગરબા થી લય ને મોટા મોટા રાસોત્સવ માં સૌ કોઈ ગરબે ઘૂમી નવરાત્રી ના ભવ્ય આયોઅજન ને માણી રહ્યા છે ત્યારે પોરબન્દર ની સદા કોલેજો ખાતે પણ નવરાત્રી ઉત્સવ નું આયોઅજન થઈ રહ્યું છે.
પોરબંદર માં ડીમોલેશન ની કામગીરી સામે લઘુમતી સમજ નારાજ
લોકો ના ટોળાં એકત્રિત થતા પોલીસે 3 રાઉન્ડ ટીયર ગેસ ના છોડીયા
લોકો ને શાંતિ જાળવવા જિલ્લા પોલીસ વડા ની અપીલ
ધાર્મિક જગ્યા નજીક ડીમોલેશન કરતા નારાજગી
અંતે પોલીસે મામલો થાળે પાડ્યો
પોરબંદર જિલ્લા માં મેગા ડિમોલિશન ની કામગીરી હાથ ધરવામાં આવી છે. દરિયાઈ સુરક્ષા ને ધ્યાને લઇ ને આ ડીમોલેશન હાલ તો હાથ ધરવામાં આવ્યું છે દરિયાઇ પટ્ટી વિસ્તારમાં આવેલા ગામોમાં હાલ ડેમોલિશ ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જિલ્લા માં અલગ અલગ 8 જેટલા સ્થળો પર ડીમોલેશન ચાલી રહ્યું છે.
ખારવા સમાજ દ્વારા મુખ્યમંત્રી પાસે વિધાનસભા ની ટીકીટ ની માંગ
આગામી વિધાનસભાની ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પોરબંદર થી સમસ્ત બારગામ ખારવા સમાજ દ્વારા વિધાનસભામાં પ્રતિનિધિત્વ આપવાની માંગ કરવામાં આવી છે રાજય ના મુખ્યમન્ત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી જી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પોરબંદર આવ્યા હતા . તે દરમ્યાન તેમણે બારગામ ખારવા સમાજ ની પંચાયત મઢી ની મુલાકાત લીધી હતી , આ પ્રસંગે ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ શિયાળ સહીત ના આગેવાનો એ મુખ્યમન્ત્રી નું સ્વાગત કર્યું હતું.
પોરબંદર સિટી બસ સેવા નો શુ છે ઇતિહાસ જાણો
ગાંધીભૂમિ પોરબંદર ખાતે ગાંધીજયંતિ નિમિતે ગુજરાત ના મુખ્યમન્ત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગાંધી જયંતિ ના દિને પોરબંદર માં આજે સિટી બસ સેવાનો પ્રારંભ મુખ્યમન્ત્રી ના હસ્તે કરવામાં આવ્યો હતો પોરબંદર માં સીટી બસ ફરી દોડશે ત્યારે પોરબંદર વાસીઓ માં ખુશી ની લાગણી ફરી વળી હતી.
બરડા પંથક ના ખેડૂતો ની લાગણીને ધ્યાને રાખીને ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયા એ રાજ્ય સરકાર ને ભલામણ કરી ને સૌની યોજના હેઠળ ધ્રોકળ ડેમ નર્મદા પાણીથી ભરવા રજૂઆત કરી હતી.આથી રાજ્ય સરકારે 750 કી.મી. દૂર સુધી નર્મદાના પાણી પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરી હતી અને આ કામગીરી પૂર્ણ થતા અને નર્મદાના પાણીનું અવતરણ થતા ખેડૂતો માં ખુશી ની લાગણી ફરી વળી હતી.
હાર્ટ દિવસ : કેમ રાખશો હૃદય ને સ્વસ્થ
આજ નો દિવસ 29 સપ્ટેમ્બર એટલે વર્લ્ડ હાર્ટ ડે. આજ ના દિવસ ને હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા હાર્ટ ડીસીસ અને અવેરનેસ માટે રાખવામાં આવ્યો છે સમગ્ર વિશ્વમાં આ દિવસ ઉજવામાં આવે છે. શરીર માટે હૃદય એ અમૂલ્ય ભાગ છે. અને શરીર ને જીવંત રાખવા માટે નું એ યન્ત્ર છે જે સતત ધબકતું રહે છે.
મૂળ માધવપુર માં બે જૂથ વચ્ચે બઘડાટી કેમ બોલી
પોરબંદર જિલ્લાના મૂળ માધવપુર ગામે ખેતરમાં પ્રવેશ તથા છેડતીના મુદ્દે બે જૂથો વચ્ચે બુધવાર સાંજે લાકડી અને પાઈપ જેવા હથિયારો વડે મારા મારી થઈ હતી તો આ મારામારી માં ૪ મહિલા સહિત ૭ વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પોરબંદર ખાતે ૨ ઓક્ટોબર ના રોજ ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ગાંધી ભૂમિ ની મુલાકાતે આવી રહ્યા છે મુખ્યમંત્રી ના પોરબંદર ની મુલાકાતે અનેક કાર્યોના શુભારંભ તો ખાત મુહુર્ત કરવામાં આવશે તેમજ ૨ ઓક્ટોમ્બર ના રોજ મુખ્યમંત્રી ના હસ્તે માછીમારો ની માપલા વાડી જગ્યા એ દ્રેજિંગ નું ખાત મુર્હૂત કરવામાં આવશે
પોરબંદર માં આવેલી ઈન્ડિયન ઓવરસીઝ બેંકના ગોલ્ડ વેલ્યૂઅરે વિવિધ ગ્રાહકો સાથે મળી નકલી દાગીના બેંકમાં રજૂ કરી જુદા-જુદા સમયે મળીને કુલ રુ.૪૦.૬૮ લાખની લોન પાસ કરાવી બેંક સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ લોન કૌભાંડમાં કુલ ૧૫ શખ્સો સામેલ હતા, પરંતુ તે પૈકી ચાર શખ્સોએ બેંક દ્વારા આપવામાં આવેલી મુદ્દત દરમિયાન તેમની લોનના પૈસા ભરી દેતાં બેંક મેનેજર દ્વારા ગોલ્ડ વેલ્યૂઅર સહિત કુલ ૧૧ ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોરબંદર પોલીસ થી ધધાર્થીઓ કેમ થયા પરેશાન
તહેવારો ના ધમધમાટ વચ્ચે પોરબંદર પોલિશ તરખાટ મચાવી રહી હોવાના શૂર પોરબન્દર શહેર માંથી ઉઠી રહ્યા છે એક બાજુ કોરોના ના બે વર્ષ બાદ તહેવારો ની ઉજવણી લોકો કરી રહ્યા છે ત્યારે પોરબંદર પોલિશ ની મનમાની જાણે લોકોના રંગ માં ભન્ગ નાખી રહી હોવાનુ હાલ તો પ્રતીત થઈ રહ્યું છે.
નવરાત્રી ના આગમન ના પગલે સૌ કોઈ ના મન જાણે. થનગની રહયા છે.અને નવલા નોરતા ની પધરામણી થતા જ સૌ કોઈ માં જગદંબા ની આરાધના કરવા આતુર બન્યા છે.પોરબંદર માં અનેક રાસોત્સવ દ્વારા ખેલૈયાઓ માટે ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે પોરબંદર મહેર સમાજ દ્વારા પણ મહેર જ્ઞાતિના ખેલૈયાઓ માટે અને સમસ્ત મહેર જ્ઞાતિ માટે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે
પોરબંદર મા નવરાત્રી પૂર્વે ઉત્સવ નો માહોલ
પોરબંદર શહેર અને ગરબા પ્રેમીઓ ગરબે ઝૂમવા થનગની રહ્યા છે. અને નવરાત્રી ના પર્વ ના આગમન ને લય ને ભવ્ય સ્વાગત પોરબંદર કરી રહ્યું છે. પોરબંદર ના ઉત્સવ ગરબા કલાસ દ્વારા વેલકમ નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ખેલૈયાઓ મન ભરી ને ગીતો ના તાલે જુમ્યા હતા. અને નવલા નોરતાના સ્વાગત માટે હરખભેર થનગની રહ્યં છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software