પોરબંદર જીલ્લામા ખનીજચોરોને કેવો લાગ્યો ડામ
પોરબંદર જીલ્લામા ગેરકાયદે ખાણો વર્ષોથી ધમધમી રહી છે અત્યાર સુધીમા કરોડો રૂપીયાની ખનીજચોર સામે આવી છે ત્યારે તાજેતરમા કુછડીગામે સ્ટેટ મોનીટરીગ સેલના દરોડા પડવામા આવ્યા હતા અને ૧પ ખાડામાંથી ખનીજચોરી ઝડપી લીધી હતી અને સર્વે દરમ્યાન ચાર કરોડની ખનીજચોરી સામે આવી છે
બે માસની બાળકી સાથે નિર્દયતા કોણે આચરી
આજ આરોગ્ય ક્ષેત્રે પણ ભારતનો સમગ્ર વિશ્વામા ડંકો વાગી રહ્યો છે કોરોના વેકસીનની શોધ કરનાર ભારત દેશમા આજે પણ કેટલાક ગામડાઓમા અંધશ્રધ્ધા અને ઉટ વૈદના માધ્યમથી રોગ મટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે આવીજ એક ધટના પોરબંદર જીલ્લાના કાટવાણા ગામે માલદેવાળી સીમ વિસ્તારમા બની હતી બે માસની બાળકીને શરદી અને કફના કારણે ભરાણી થતા તેમને સારવાર માટે હોસ્પીટલે લઈ જવાના બદલે કથિત ઉટવૈદુ કરતા શખ્સ પાસે લઈ જઈ અને લોખંડના સળીયા વડે ડામ દેવામા આવ્યા હતા જેને પગલે બાળકીની હાલત ગંભીર જણાતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી આ બનાવમા પોલીસે કથિત કહેવાતા ઉટ વૈદને ઝડપી લીધો હતો આ ઉપરાંત બાળકીની માતા સામે પણ ફરીયાદ નોંધી છે.
પોરબંદર શહેરને તસ્કરો ધમરોળી રહયા હોય તેમ ચોરીના નાના મોટા બનાવો અવારનવાર બનતા રહે છે ત્યારે રવિવારની રાત્રીના ચોરીનો વધુ એક બનાવ સામે આવ્યો છે પોરબંદરની જુની કોર્ટ નજીક જનસેવા કેન્દ્રની સામે આવેલી ઈલેકટ્્્રો નીકસની દુકાનમા તસ્કરો ખાબકયા હતા
રાણાવાવના આદિત્યાણા ગામે રહેતા એક વૃધ્ધાના કાનમાંથી સોનાના બે વેઢલાની લૂંટની ઘટના બની હતી. જાે કે રાણાવાવ પોલીસે ગણતરીની જ કલાકોમાં આરોપીને ઝડપી લઈ અને મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રાણાવાવના આદિત્યાણા ગામે રહેતા લાખીબેન જેતામલભાઈ ડાભી નામના વૃદ્ધા રસ્તે જઈ રહ્યા હતા એ દરમિયાન એક શખ્સે આ વૃૃદ્ધાના કાનમાંથી સોનાના વેઢલા નં.રની લૂંટ ચલાવી હતી.
પોરબંદરમા બીપીએલી કાર્ડ ઉપર નાણાં ધીરવાનો ગોરખ ધંધો
પોરબંદરમા સોનાના ઘરેણા અને મિલ્કત નહીં ગરીબોના બીપીએલ કાર્ડ ગીરવે મુકી અને નાણાં વ્યાજે આપવાનો ગોરખ ધંધો ચાલી રહયો છે તેવી ચોકાવનારી વિગત સામે આવતા ભારે ચર્ચા જાેવા મળી રહી છે પોરબંદરમા વ્યાજખોર સામે પોલીસ મેદાને પડી છે જુનાગઢ રેન્જ આઈજીપી મયંકસિંહ ચાવડાની ઉપસ્થિતમા લોકદરબારનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા વ્યાજખોરની ત્રાસને લઈ અને અનેક રજુઆત કરી હતી જેમા પોરબંદર ના જાણીતા મહીલા તબીબ ડો. ચેતનાબેન તિવારીએ એવી ચોકવાનારી હકિકત પોલીસ સમક્ષ રજુઆત કરી હતી જરૂરીયાતમંદ પરિવારની મહીલાઓને માત્ર બે થી ત્રણ હજાર જેવી મામાલી રકમ માટે વ્યાજખોર પાસે બીએલકાર્ડ ગીરવે મુકે છે
એવું તે શું બન્યું કે યુવાનની પુચ પરચો ચાલી રહી હતી એ દરમ્યાન યુવાન ઢળી પડ્યો આ ઘટના છે પોરબંદરના નવા કુંભારવાડા વિસ્તારમા રહેતો અને એસીડ અને ફીનાઈલ વહેંચવાનો વ્યવસાય કરતા શ્યામ કિશોરભાઈ બથીયા નામના યુવાનને પોલીસે ચોરીની આશંકાના આધારે પુછપરછ માટે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને લઈ જવામા આવ્યો હતો અને પોલીસ પુછપરછ કરતે તે પહેલા યુવાન ઢળી પડયો હતો
પોરબંદરમાં જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડાનાં વાર્ષિક ઇન્સપેક્શન દરમ્યાન સ્થાનિક પોલીસને ઉંઘતી રાખીને સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ૫૦૦ પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોરબંદરનાં ઉદ્યોગનગર વિસ્તારમાંથી દિલ્હી પાર્સીંગનાં ટ્રકમાંથી વિદેશી દારૂની ૫૦૦ પેટીનો જથ્થો સ્ટેટ મોનીટરીંગ સેલે ઝડપી લીધો હતો. ઉદ્યોગનગર પોલીસને ઉંઘતી રાખીને આ જથ્થો ઝડપી લેવામાં આવતા ભારે ચર્ચા જાેવા મળી રહી છે.
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડાનું પોરબંદર જિલ્લાનું વાર્ષિક ઇન્સપેક્શન દરમ્યાન હેડ ક્વાટર ખાતે એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સમાજનાં આગેવાનો, વેપારીઓ, તબીબો અને શિક્ષકો તેમજ લીડ બેન્કનાં મેનેજર તેમજ અન્ય બેન્કનાં કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતાં. હાલ રાજ્યભરમાં વ્યાજખોરોને નાથવા માટે સરકાર પ્રયત્નશીલ બની છે. વ્યાજખોરો સામે લોકો ફરીયાદ કરવા માટે આગળ આવે તે માટે પોરબંદર પોલીસ દ્વારા છેલ્લા એક માસમાં ૩૦૦ જેટલા લોક દરબારો યોજવામાં આવ્યા છે. જેને કારણે અત્યાર સુધીમાં ૭ જેટલી ફરીયાદ વ્યાજખોર સામે નોંધાઇ છે.
પોરબંદરમાં માર્ગ અકસ્માતમાં કોને જીવ ગુમાવ્યો
પોરબંદર જીલ્લામા માર્ગ અકસ્માતની બે ધટના બની હતી જેમા એક યુવાને જીવ ગુમાવ્યો હતો જયારે અન્ય એક યુવાન ગંભીર રીતે ધવાયો હતો પોરબંદર નજીકના કુછડી ગામ નજીક બાઈક ડીવાયડર સાથે અથડાતા યુવાનનુ ધટના સ્થળે મોત નિપવ્યુ હતુ જયારે દેગામ નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમા રીક્ષાચાલકને ગંભરી ઈજા પહોંચી હતી.
પોરબંદરના સુભાસનગર માં વાતાવરણ તંગ
યુવાનોને માર મારવાને લઈ ટોળું એકત્રિત થયું
બુટલેગર સામે લોકોનો રોષ
આગેવાનો દોડી આવ્યા અને લોકોને સમજાવ્યા
પોલીસે બુટલેગર સામે પગલાં લેવાની ખાતરી આપી
પોરબંદરમા લગ્ન પ્રસંગના રંગમા ભંગ કોણે પાડયો હતો
પોરબંદરમા લગ્ન પ્રસંગમા થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
ગત તા ર૬ જાન્યુઆરીના રોજ થઈ હતી ચોરી
સોનાની ચાર બંગડી અને એક લાખ મળી કુલ ત્રણ લાખની ચોરી થઈ હતી
કમલાબાગ પોલીસે ગણતરીની કલાકોમા ચોરીનો ભેદ ઉકેલ્યો
પોરબંદર જીલ્લામા પંખીડાની ગણતરી શરૂ
પોરબંદરને પક્ષીનગર તરીકેની ઓળખ મળી છે.અહીં શિયાળાના સમયમા મોટી સંખ્યામા પક્ષીઓ આતિથ્ય માણવા માટે આવે છે. પોરબંદર જીલ્લામા મોકરસાગર, કુછડી, છાયા રણ,બરડા સાગર સહિતા જળપલ્લાવિત વિસ્તારો આવેલા છે.
પોરબંદરમા કયા જાેવા મળી દારૂની રેલમછેલ
ગાંધીના ગુજરાતમ દારૂબંધી હોવા છતા અવારનવાર દારૂનો મોટો જથ્થો ઝડપાય છે પોરબંદર જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન દ્રારા પકડવામા આવેલા દારૂના જથ્થાનો નાશ કરવામા આવ્યો હતો જીલ્લા પોલીસવડા ડોે. રવિ મોહન સૈની ની સુચનાથી સીટી ડીવાયએસપી નિલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ દારૂના નાશ કરવાની કામગીરી કરવામા આવી હતી
રાણાવાવમા અપહરણનો આરોપી પોલીસના સંકજામા.
રાણાવાવના અપહરણના ગુનામાં છેલ્લા ૭ મહિનાથી નાસતા ફરતા એક આરોપીને ઝડપી લેવામાં રાણાવાવ પોલીસને સફળતા મળી છે.
રાણવાવ મા ખેડુતના ઘરમા કોને ખાતર પાડયુ
રાણાવાવ મા ખેડુતની વાડીમા ચોરી
તસ્કરોને ૩.રપ લાખના મુદામાલની ચોરી
રાણાવાવ પોલીસે આરોપી ને ઝડપી લીધો
પોલીસે પોરબંદરના શખ્સને ઝડપી લીધો
પોલીસે સોના ઘરણા સહીતનો મુુદામાલ કબ્જે કર્યો
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software