પોરબંદર માં મોંઘવારી નો સુર ઉઠ્યો
વડાપ્રધાન ના જન્મ દિન ને બેરોજગાર દિન તરીકે ઉજવી ને એન.એસ.યુ.આઈ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું . જેમાં કમલાબાગ સર્કલ પાસે અનોખી રીતે નાટ્ય રૂપાંતર દ્વારા હુ મોંઘવારીનો પ્રેરણતા છુ, આજે તમને બધાને મોંઘવારીની ચા પીવડાવીશ. ગેસના બાટલા વિના દુધ વગરની ચા બનાવી સૌ યુવાનોને ચા પીવડાવી પકોડા આપી કહ્યું કે મોદીજી ના રાજ માં કોઇને નોકરી/રોજગાર નહિ મળે તો આવો પકોડા ખાવ તમારું પેટ ભરો. ચા વહેંચીને દેશ ચલાવે છે મોદીજી તો તમે ભણીને /પકોડા વહેં મોદી મોંઘવારીના પ્રેરણતા.. આવા નાટ્ય રૂપાંતર સાથે અનોખું વિરોધ કર્યું હતું .
સોરઠી ડેમ છલકાતા બરડા માં લીલા લહેર
પોરબંદર જિલ્લો અને પોરબંદર ની આન બાન અને સાન બરડો સોળે કલા એ પ્રકૃતિ ના પ્રેમ માં ખીલી ઉઠ્યો છે અને વર્ષારાણી એ વર્ષા સંગ જાણે સ્નેહ ની હેલી કરી હોય તેમ તન મન ને ભીંજવી નાખ્યા છે. ત્યારે બરડા વિસ્તાર નો સોરઠી ડેમ આ વર્ષે સતત બીજી વાર છલકાયો છે. અને આ ડેમ જાણે પાણી ની સાથે ખેડૂતો પ્રત્યે ના સ્નેહ થી છલકાયો હોય તેવી અનુભૂતિ હાલ તો થઈ રહી છે. કારણ કે સોરઠી ડેમ ગોરાણા , અડવાણા , ભેટકડી ત્રણ ગામ ને કેનાલ મારફત સિંચાય નું પાણી પૂરું પાડવામાં આવે છે .
પોરબંદર ના રકારી કર્મચારીઓ માં કેમ છે ઉગ્ર રોષ
સરકાર કર્મચારીઓ ને શું સમજી ને લોલીપોપ આપી રહી છે તેમજ વિકાસ ના વંટોળ માં ઉડી રહેલ તંત્ર કર્મચારીઓ સાથે શા માટે આ અન્યાય કરી રહી છે ? તેવા સવાલો ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો તેમજ ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
પોરબંદર ના વન કર્મચારીઓ એ નારાજગી વચ્ચે વડાપ્રધાન ના જન્મદિવસ ની ઉજવણી કરી
સમગ્ર દેશ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિન ની હરખભેર ઉજવણી કરી રહ્યું છે ત્યારે આ તકે વનવિભાગ ના સ્ટાફ એ પણ એકત્રિત થઈ અને 72 વૃક્ષોનું વાવેતર કર્યું હતું પ્રકૃતિ ના હાથ માં જ સમગ્ર જીવ સૃષ્ટિ ની ડોર છે ત્યારે પર્યાવરણ પ્રત્યે ના પ્રેમ રૂપી ભેટ સાથે જ કર્મચારીઓએ હાથ માં લીલી પટ્ટી ધારણ કરી અને ગાંધી ચિંધ્યા માર્ગે તેમનું આંદોલન શરૂ રાખ્યું છે
પોરબંદર ના યુવાનો એ રક્તદાન મહાદાન નું સૂત્ર સાર્થક કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ ની ઉજવણી સમગ્ર ભારત સહીત સૌ કોઈ હરખભેર કરી રહ્યા છે અને લોકલાડીલા વડાપ્રધાન ને જન્મદિવસ નિમિતે સમગ્ર દેશવાસીઓ શુભેચ્છા તો દીર્ધાયુ બક્ષી તેમના શુભ દિને અનેરા કાર્યો ની રસધારા વરસાવી રહ્યા છે ત્યારે પોરબંદર ખાતે પણ ભારતીય જનતા યુવા મોરચા પોરબંદર શહેર તાલુકા દ્વારા જનસેવક એવા પ્રધાનમન્ત્રી નરેન્દ્રમોદી ના આ જન્મ દિન નિમિતે રક્તદાન મહોત્સવ નું આયોજન કર્યું હતું .
સ્વચ્છ સાગર અભિયાન માં પોરબદર દિલ થી જોડાયું
રહેશે સ્વસ્છ દરિયા કિનારો , તો માણી શકશો સુંદર નજારો. આવા ઉમદા હેતુ થી આજ રોજ પોરબંદર ની ચોપાટી અને એં દરિયા કિનારો કે જે હજારો લાખો લોકો ના દિલ માં રહ્યો છે અને પોરબંદર શહેર ની આન બાન અને શાન ગણાય છે.
જ્યાં સંભળાતા બાળકોના કિલ્લોલ એ શાળા કે જ્યાં આજે લાગ્યા છે તાળા આજ રોજ પોરબંદર સહીત રાજયભરની મોટા ભાગની પ્રાથમિક તથા માધ્યમિક શાળા ના શિક્ષકો તેમની અનેક વિધ માંગણીઓ સાથે માર્સ સીએલ પર ઉતર્યા હતા.
પોરબંદર લોહાણા મિત્ર મંડળ નો નવરાત્રી ને લઈ મોટો નિર્ણય
હાલ નવરાત્રી નો પર્વ નજીક આવી રહ્યો છે અને ખલૈયાઓ માં જગદંબા ની આરાધના કરવા અને ઢોલ નગારા ના તાલે ઝૂમવા થનગની રહ્યા છે. નવરાત્રી એટલે માતાની શક્તિ ની આરાધના નું પર્વ.. અને ગુજરાતી ઓ માટે ગરબા નું અનેરું ગર્વ.
હાલ નવરાત્રી નો પર્વ નજીક આવી રહ્યો છે અને ખલૈયાઓ માં જગદંબા ની આરાધના કરવા અને ઢોલ નગારા ના તાલે ઝૂમવા થનગની રહ્યા છે નવરાત્રી એટલે માતાની શક્તિ ની આરાધના નું પર્વ. અને ગુજરાતી ઓ માટે ગરબા નું અનેરું ગર્વ.
રમતવીરોનું ભાવિ કચરામાં જવાબદાર કોણ..?
એક બાજુ કેન્દ્ર અને રાજય સરકાર યુવાનો અને ખેલાડીઓને રમત ગમત ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહન આપી રહી છે સાથે જ ખેલકૂદ અને જીવન માં રમત નું મહત્વ સમજાવવા અવિરત પ્રયત્નશીલ રહે છે સાથે જ ખેલ મહાકુમ્ભ અને નેશનલ ગેમ્સ જેવા અને ભવ્યતીભવ્ય કાર્યક્રમ યોજી અને રમત ગમત ક્ષેત્રે હરેક યુવાન આગળ આવે અને તેની પ્રતિભા ખીલવે.
સાની ડેમે ખેડૂતો કેમ કર્યા બરબાદ
ડેમ થયો વેરાન , ખેડૂત છે પરેશાન. વરસાદ અતિ, પણ નડે છે સરકાર ની ગોકળગાયની ગતિ. આપડે વાત કરી રહ્યા છે હાલ સાની ડેમ ની, કલ્યાણપુર તાલુકાના 65 તેમજ દ્વારકા તાલુકાના 40 થી વધારે ગામો માટે જીવાદોરી સમાન ગણાતા સાની ડેમનું કામ ખોરંભે ચડતા 110 ગામોને પીવાના પાણીની છેલ્લા 5 વર્ષથી પીડા ભોગવવી પડી રહી છે.
પોરબંદર સહિત રાજ્યભર ના વનકર્મીઓ ની શુ છે વેદના
પોરબંદર માં આવેલ જંગલ વિસ્તાર વન્ય પશુઓ માટે એક પ્રકૃતિ નું અનેરું આવાસ છે. ત્યારે વન્ય પ્રાણીઓ ના રક્ષણ અને સંરક્ષણ માટે વનવીભાગ ના વનરક્ષક અને વનપાલ કાર્યરત હોય છે ખાસ કરી ને સિંહો માટે તેમજ દીપડા અને સાબર જેવા અનેક વન્યપ્રાણીઓ ને પ્રકૃતિ ની કોખ માં અનેરું રક્ષણ મળી રહ્યું છે
પોરબંદરના દેવદૂતે સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો
પોરબંદરની ભાવસિહજી સરકારી હોસ્પિટલમાં કોરોનાકાળ દરમિયાન ડો. સિદ્ધાર્થસિંહ જાડેજા અને પ્રિતીબા જાડેજા સહિતના તબીબોએ દિવસ-રાત જોયા વીના અને પોતાના કે પોતાના પરિવારના જીવની પરવા કર્યા વીના કોરોનાના દર્દીઓની સારવાર કરી હતી અને અનેક લોકોના જીવ બચાવી ખરા અર્થમાં દેવદૂત બન્યા હતા. આ તબીબોના કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવામાં નહીં આવતા શહેરભરમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આ તબીબોના કોન્ટ્રાક્ટ તાત્કાલીક રિન્યૂ કરવાની માગ કરી હતી
પોરબંદર ના યુવા વર્ગ માં નેશનલ ગેમ નો કેવો છે જુસ્સો
જુડ઼ેગા ઇન્ડિયા તભી તો જીતેગા ઇન્ડિયા. આવા શ્રેષ્ઠ હેતુ થી ગુજરાત રાજ્ય રમત ગમત શેત્રે સફળતાનાં શિખરો હાસિલ કરે અને ગુજરાત ના રમત વીરો ની પ્રતિભા ને પણ બીજ માંથી કુંપણ ફૂટે તેમ રમત ગમે શેત્રે અનેરી સિદ્ધિ હાંસલ કરવાની તક માટે ખાસ નેશનલ ગેમ 2022 નું આગામી તારીખ 29 સપ્ટેમ્બર થી આયોજન થવા જય રહ્યું છે ત્યારે ગુજરાત સહીત પોરબંદર જિલ્લા ના રમતવીરો પણ તેનું પ્રદર્શન બતાવે અને રમત શેત્રે નામના મેડવે તેવા ઉમદા હેતુ થી આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software