પોરબંદરમાં નર્મદાનું પાણી નહિ મળતા પાણીની વિકરાળ સમસ્યા
પીવાના પાણી નો પોકાર ઉઠયો છે. શહેરના અનેક વિસ્તારોમા છેલ્લા દશ દીવસથી પાણી નહીં મળતા લોકોમા ભારે રોષ જાેવા મળી રહ્યો છે અને પાલીકા સામે લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે
શ્રી બાલા હનુમાન આશ્રમ - કુતિયાણા ખાતેના શ્રી રામમંદિરના પાટોત્સવની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવી રહી છે.ત્રિદીવસીય આ ઉજવાણીમા અંખડ રામઘૂન નુ આયોજન કરવામા આવ્યુ છે. સાથે આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવામા આવી રહ્યા છે.
પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં જિલ્લાભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. કેટલીક સુવિધાને અભાવે દર્દીઓને મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે અને હવે કોરોનાના ભણકારા વાગવાનું શરુ થઈ ગયુ છે. ત્યારે જિલ્લા કક્ષાની ભાવસિંહજી હોસ્પિટલની પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાએ મુલાકાત લીધી હતી
રાણવાવના પાટવાવ જાપા વિસ્તાર મા રહેતા એક વેપારીના મકાનમાંથી સોના ધરેણા અને રોકડ રકમની ચોરી નો બનાવ સામે આવ્યો છે આ ચોરીમા જાણભેદુ હોવાની આશંકા સેવાય રહી છે. અને પોલીસે તે દીશામા તપાસનો ઘમઘમાટ શરુ કર્યો હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
પોરબંદર નજીક આવેલા ઓડદરની પવિત્રભુમિ મા આવેલા ગુરુ ગોરખનાથ મંદીરના મહંત પરમ વંદનીય છોટુનાથબાપુનો શુક્રવારે મોડી સાંજે બ્રમલીન થતા તેમન સેવકો મા ભારે શોક જાેવા મળ્યો હતો અને શનિવારે સવાર ના સમગે ગોરખનાથના મંદિરના પટાંગણમાજ છોટુનાથબાપુ ને સમાઘી આપવામા આવી હતી અને હજારોની સંખ્યામા તેમનો સેવકો ઉપસ્થિત રહ્યા હતા
બૈાઘીત્વ,માનવતાવાદના હિમાયતી,પ્રખર સમાજ સુઘારક ની સાથે અંધવિશ્વાસ,પાંખડવાદ,જાતિવાદ,મનુવાદ,આડંબરવાદ ના વિરોધીતેમજ દંભીઓને સત્યાનો અરીસો બતાવનાર ક્રાતિકારી પરમ પૂજય સંત છોટુનાથ બાપુ નો બ્રહમલીન થતાં તેમના અંંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામા સેવકો અને નાથ સંપ્રદાયના સંતો તેમજ બરડા અને ધેડ પંથકના લોકો ઉમટી પડયા હતા અને ગોરખનાથ મંદિરના પટાંગણ મા સમાઘી આપવામા આવી હતી ઓડદર ગામ અને પોરબંદર મહેર સામજ ઉપરાંત ઓડેદરા પરીવાર તેમજ ખારવા સમાજ અને રબારી સમાજ ના ગુરુ છોટુનાથબાપુ બ્રમલીન થતા તેમના દિવ્ય આત્માને ઈશ્વર પરંમશાંંતી આપે તેવી પ્રાર્થના કરી હતી
Read Moreપોરબંદર માં તસ્કરો નો પડાવ
શહેરના અલગ-અલગ ત્રણ સ્થળો એ ચોરી
રહેણાંક મકાન માંથી સોના ના ઘરેણાની ચોરી
નેશનલ હાઇવે ની ઓફિસ માં ચોરી
એન્જીનયરીગ ની દુકાનમાં રોકડ રકમની ચોરી
પોરબંદરની ડો. વી. આર. ગોઢાણિયા કોલજ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીની, વાલી, પ્રવર્તમાન વિદ્યાર્થીનીઓનો ત્રિવેણી સંગમ પ્રોગ્રામ યોજાયો હતો. તેમાં બહારગામથી અને ગામડેથી પધારેલ આશરે ૨૫૦ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વાલીએ હાજરી આપી હતી.
પોરબંદરમાં વનરાજ બાદ કપિરાજ મહેમાન
પોરબંદરમાં કપિરાજનું આગમન
કમલાબાગ માં મારી લટાર
કપિરાજને જોવા લોકો ટોળે વળ્યાં
વનરાજ બાદ કપિરાજનું આગમન
પોરબંદર માં નિયમિત બને છે બે હજાર કિલો ચીક્કી
શિયાળાના સમયમાં લોકોવિવિધ પ્રકારની ચીક્કી આરોગે છે. હાલ શિયાળાનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે બજારમાં સીંગ, દાળિયા, ખમણ અને તલની ચીક્કીનું આગમન થઈ ગયું છે. દુકાન અને રેકડીમાં ચીક્કીનું વેંચાણ થઈ રહ્યું છે. આમ તો રાજકોટની ચીક્કી પ્રખ્યાત છે પરંતુ પોરબંદરમાં પણ ચીક્કીનું ઉત્પાદન જાેવા મળી રહ્યું છે. પોરબંદરમાં અલગ અલગ ૮થી ૧૦ સ્થળોએ ગરમાં ગરમ ગોળમાંથી સ્વાદિષ્ટ ચીક્કી બનાવવામાં આવે છે. પોરબંદરના ઉદ્યોગનગરમાં આવેલા શિવ ચીક્કી કારખાનામાં નિયમીત ૧૦૦ કિલો ચીક્કી બનાવવામાં આવે છે.
રાણાવાવ પંથક માં પરપ્રાંતીય ટોળકી નો ત્રાસ
રાણાવાવ પંથકમાં પરપ્રાંતીય ટોળકી નો આંતક
ભોદ,વરવાળા અને અણીયારી માં ત્રાસ
ટોળકી ના ત્રાસથી ગ્રામજનો માં ભય
પોલીસ દ્વારા ટોળકીને ઝડપી લેવા કવાયત
પોરબંદર શહેર મા અનેક ઐતિહાસીક બિલ્ડીગ અને રમણીય દરીયા કિનારો આવેલો છે તેમનો યોગ્ય પ્રચાર અને જતન કરવામા આવે તો બોલીવુડ, ટેલીવુડ અને વેબ સીરીઝ નુ શુટીગ થઈ શકે અને પોરબંદર ના અર્થ તંત્ર ને મોટો ફાયદો થઈ શકે તેમ છે.
પોરબંદર ના આગણે સિંહ નું આગમન
સિંહના આગમન ને પગલે ખુશી
સિંહ ના આગમન અંગે તજજ્ઞો એ આપ્યા પ્રતિભાવ
વનરાજ ને દરિયા કિનારો અનુકૂળ
સિંહ કાયમી વસવાટ કરે તો અનેક ફાયદા
પોરબંદર નો જયદેવ ટીમ ઇન્ડીયામાં. પોરબંદર ના હોનહાર અને ક્રિકેટ શેત્રે પોરબંદર અને સમગ્ર સૌરાષ્ટ્ર નું નામ રોશન કરનાર એવા જયદેવ ઉનડકટ ઇન્ડિયા ની ટિમ માં ચમકશે. સૌરાષ્ટ્ર ના કેપટન જયદેવ ઉનડકટની 12 વર્ષ બાદ ટિમ ઇન્ડિયામાં પસંદગી થઈ છે. બાંગ્લાદેશ સામે 14 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી બે ટેસ્ટ મેચની શ્રેણી રમવા માટે ઉનડકટ હવે મેદાને દેખાશે. ભારતના લાખો ક્રિકેટરો વચ્ચે રાષ્ટ્રીય ટીમમાં પસંદગી પામવી એ ખુબ ગર્વ ની વાત કહી શકાય. પોરબંદર શહેર ના દિલીપ ક્રિકેટ સ્કૂલ ખાતે જયદેવ ઉનડકટ એ ટ્રેનિંગ લીધી હતી અને ત્યારબાદ તેમનો અથાગ પરિશ્રમ અને વર્ષો ની ધીરજ તેમને ફળી છે.
પોરબંદર માછીમારો ની આર્થિક નાવ કેમ ડૂબવા ના આરે. ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં મત્સ્યોદ્યોગ અનેક લોકોને રોજગારી પૂરી પાડે છે. સાથે સાથે સરકારને કરોડો રૂપિયાનું હુંંડિયામણ પણ રડી આપે છે. તેમ છતાં માછીમારોને સુવિધા આપવાનું તો દુર તેમના પ્રશ્નોના નિરાકરણ માટે પણ સરકાર ઉદાસીનતા સેવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી ડિઝલના ભાવમાં થયેલા ભાવ વધારાના કારણે મત્સ્યોદ્યોગની કમર ભાંગી ગઈ છે. તો કુદરતી આફતો એ બેહાલ કર્યા છે. આવી સ્થિતીમાં માછીમારોની આર્થિક નાવ હવે ડૂબવાના આરે છે. તેવું કહેવાય છે હાલ માછલીના પૂરતા ભાવ નહીં મળતા હોવાના કારણે ભર શિયાળે માછીમારી બંધ કરવી પડે તેવી સ્થિતી ઉભી થઈ છે.
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software