લઠ્ઠાકાંડ વિરોધમાં પોરબંદરમાં દારૂનાં વેપલા નું નાટક....
ગુજરાતના બોટાદ માં થયેલ લઠ્ઠા કાંડ મુદ્દે સમગ્ર ગુજરાત માંથી થી વિરોધ ના સુર ઉઠી રહ્યા છે ત્યારે પોરબંદર માં પણ બોટાદ માં થયેલ આ કેમિકલ કાંડ મુદ્દે વિરોધ ના અનોખા સુર ઉઠ્યા હતા પોરબંદર માં આજે એન .એસ.યુ.આઈ. દ્વારા અનોખો વિરોધ દર્શવવામાં આવ્યો હતો
રાણાવાવ ખાતે સહકાર ભારતી દ્વારા મહા રક્તદાન કેમ્પ નું આયોજન...
રાણાવાવ ખાતે સહકાર ભારતી દ્વારા મહા રક્તદાન કેમ્પ નું આયોજન.
રાણાવાવ ખાતે સહકાર ભારતી દ્વારા અને રાણાવાવ પ્રજાપતિ સહકારી બેન્ક ના ઉપક્રમે સ્વ.કુમારી માનસી જાદવનાસ્મરણાંર્થે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.
પોરબંદર ની મેડિકલ કોલજ ને લઈ શુ? છે મોટા સમાચાર..
પોરબંદર જિલ્લાની જનતા માટે ખુબ સારા સમાચાર છે. પોરબંદરમાં મેડિકલ કોલેજનો પ્રારંભ થઇ રહ્યો છે. હાલ કોલેજના ડીનની તેમજ પ્રોફેસરોની નિમણુંકની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને હાલ પ્રાયોગીક ધોરણે નર્સિંગ સ્કૂલ ખાતે મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. પ્રારંભીક તબક્કે પોરબંદરને ૧૦૦ સીટ મંજુર કરવામાં આવી છે.
દશા માઁ ના વ્રત નો પ્રારંભ થતા વ્રત ને લઈ ને મહિલાઓ માં ઉત્સાહ...
હિન્દૂ સંસ્કૃતિ માં વ્રત નું ખૂબ જ મહત્વ રહેલું છે.વર્ષ દરમિયાન મહિલાઓ,યુવતીઓ અને બળાઓ અનેક વ્રત કરતા હોય છે.ત્યારે આવતી કાલ થી દશા માઁ ના વ્રત નો પ્રારંભ થઇ રહ્યો છે.આ વ્રત ને પગલે બહેનો વ્રત ની તૈયારીઓ કરી રહી છે.તૈયારી ના ભાગ રૂપે આજ સવાર થી જ પોરબંદર ની બજાર માં માતાજી ની મૂર્તિ,પૂજપો સહિત ની ચીજ વસ્તુઓ ની ખરીદી માટે ભીડ જોવા મળી રહી હતી
સોમનાથમાં શ્રવણ માસને લઇ સુરક્ષાની તૈયારીઓ શરૂ...
આવનારા શ્રાવણ મહિનાના પાવન દિવસો માટે ભક્તો જાણે મહાદેવ ની આરાધના કરવા ભાવભર્યું હૈયું રાખી ને રાહ જોઈરહ્યા છે ત્યારે શ્રાવણ માસ ને લય ને ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતા સોમનાથ મંદિરે તૈનાત થનાર ખાસ વ્યવ્શ્થાનું જિલ્લા પોલિશ વડાએ જાત નિરીક્ષણ કર્યું હતું
કારગિલ યુદ્ધ માં શહિદી વહોરી લેનાર જવાનો માટે ખાસ શ્રદ્ધાંજલિ..
વિજય કારગિલ દિવસ નિમિતે સૌ કોઈ આપડા એ દેશના વીર જવાનો ને સમરી રહ્યા છે ત્યારે અટેક માજી સંગઠન દ્વારા કારગિલ યુદ્ધ માં સહિદી વહોરી લેનાર જવાનો માટે ખાસ શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યુ હતું .
તહેવારો ની ખુશી વચ્ચે પણ જયારે આપડા સૈનિક ભાઈઓ સરહદ પર રહી માતૃભૂમિ ની રક્ષા કરી રહ્યા છે દરેક પરિસ્થિતિ માં ભારતી ની રક્ષા કરવા પોતાના જીવન ની પરવા કર્યા વિના પણ તેઓ અડીખમ બની રક્ષા કરી રહ્યા છે તેમની યાદ તો સદાયે દરેક ભારતીયોના દિલ માં વસે છે પરંતુ તહેવારો ના આવતા આ પાવન દિવસો માં એક આંખે તેમની યાદો ના અશ્રુ તો બીજી આંખે એ અનેરું ગૌરવ દરેક ભારતીઓ ની છાતી ગજ ગજ ફુલાવે છે
પોરબંદરના પોલીસ જવનમાં અનોખું ટેલેન્ટ...
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે પોલીસ ની નોકરી કરવા માટે પોતાના મોજ શોખ તથા ઈચ્છોઓ ને સાઈડ પર મુકવી પડે છે.પરંતુ લોકો ની આ માન્યતા ને પોરબંદર ના એક પોલીસ જવાને ખોટી સાબિત કરી છે.પોરબંદર ના હાર્બર પોલીસ સ્ટેશન માં હેડ કોન્સ્ટેબલ તરીખે ફરજ બજાવતા ભરતભાઈ વાઘેલા એ પોતા માં રહેલ લેખન ની કલા ને બહાર લાવી છે.
કારગીલ નું યુદ્ધ લડયું હતું પોરબંદર ના એ યુવાને...
દેશ આજે કારગીલ વિજય દિવસની ઉજવણી કરી રહ્યો છે. ર૩ વર્ષ પહેલા આજના દિવસે ભારતે પાકિસ્તાનની સેનાને જડબાતોડ જવાબ આપીને સજ્જડ હારનો સામનો કરાવ્યો હતો. દર વર્ષે ર૬ જુલાઇનો દિવસ કારગીલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
લઠ્ઠાકાંડ મુદે અર્જુન મોઢવાડીયા એ રાજ્ય સરકારને આડે હાથ લીધી...
બોટાદ ના લઠ્ઠાકાંડ ના મુદ્દે અર્જુન મોઢવાડીયા ની પત્રકાર પરિષદ યોજી
પોરબંદર ખાતે ના નિવસ્થાને યોજી પત્રકાર પરિષદ
લઠ્ઠાકાંડ ના મુદ્દે ભાજપ સરકાર સામે કર્યા પ્રહાર
ગુજરાત ના યુવાધન ને નશા તરફ ધકેલવા માં આવી રહ્યા છે
ગાંધીભૂમિ માંથી ગુજરાતની દારૂબંધીના મુદ્દે કેજરીવાલ નું મોટું નિવેદન....
દિલ્હી ના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ આજે પોરબનદારના એરપોર્ટ પર પહોંચતા સ્વાગત કરવમાં આવ્યુ હતું એરપોર્ટ પર ચુસ્ત પોલિશ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું હતું અને કેજરીવાલ ના આગમનની તૈયારી ઓ કરી દેવમાં આવી હતી
રાણાવાવ વિજકચેરી ની લાપરવાહી, કોણ આપશે પશુઓ ના મોત ની ગવાહી...
રાણાવાવ શહેર ના સ્ટેશન પ્લોટ વિસ્તાર માં વીજશોક ની ઘટના બનતા પશુઓના મોત નીપજ્યા છે આ વીજશોક માં ૨ ગાય અને એક ખૂંટિયા નું મોત થતા જાણે રાણાવાવ વિજ કચેરી ની પ્રી મોન્સુન ની કામગીરી ની પોલ છતી થાય ગઈ હોય તેવું લાગી રહ્યું છે
પોરબંદર કોરોના ના સંકટ ને લઈને તંત્ર કેમ ચિંતિત .?
પોરબંદર સહિત રાજયભરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહયો છે. પોરબંદર જિલ્લામાં પણ કોરોનાનાં કેસમાં ઉતરોતર વધારો જોવા મળી રહયો છે. કોરોનાની ચોથી લહેર દસ્તક આપી રહી હોય તેમ કેસમાં વધારો થતાં. આજે સોમવારે સવારનાં સમયે જિલ્લા કલેકટર અશોક શર્માએ ભાવસહજી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
પોરબંદર પોલીસે કઈ રીતેઝડપી લીધા મોબાઈલ ચોરોને.. પોરબંદર માં હમણાં ઘણા અરસાથી મોબાઇલ ફોન ની ચિલ ઝડપ ના કિસ્સા સામે આવી રહ્યા હતા... પોરબંદર માં વધી રહેલા આ પ્રકાર ના ગુન્હા થી પોરબંદર પોલીસ હરકત માં આવી હતી મોબાઇલ ફોન ની ચિલ ઝડપ કરનાર કોઈ એક શખ્સ નહિ પરંતુ ત્રણ શખ્સો ની ટોળકી હતી...
પોરબંદરમાં ઘાતક હથિયાર લઈને ફરતો શખ્સ ઝડપાયો... પોરબંદર માં લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમ પેરેડાઈઝ સિનેમા વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતી તે દરમ્યાન બાતમી ના આધારે રબારી કેડા વિસ્તારમાં એક શખ્સ ને રોકી તેની તપાસ હાથ ધરતા તપાસ દરમ્યાન આ શખ્સ પાસે થી દેશી તમંચો અને જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software