શાર્કના શિકારીનો સરદાર કોણ ?
ગુજરાતનાં દરીયામાં ડોલ્ફીનની મદદથી શાર્કનાં શિકારનો પર્દાફાશ કરવાનો સુરક્ષા એજન્સીઓને જબરી સફળતા મળી છે. આસામની એક બોટમાંથી શાર્ક અને ડોલ્ફીન માછલીનાં જથ્થા સાથે દશ જેટલા શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી હતી. ઝડપાયેલા શખ્સોનાં દશ દિવસનાં રીમાન્ડ મેળવવામાં આવ્યા છે અને તેમની પુછપરછ દરમ્યાન કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવશે તેવી પણ શક્યતા જાેવા મળી રહી છે.
પોરબંદરમા જલારામબાપાને ડ્રાઈફુટવાળા રોટલાનો ભોગ
પોરબંદરમાં નવું અને જુનું એમ બે જલારામ મંદિર આવેલા છે. અહિં જલારામ જયંતી ઉજવણી સહિતનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નવા જલારામ મંદિર ખાતે દર ગુરૂવારે સત્સંગનું પણ આયોજન કરવામાં આવે છે. તા.૧૬ માર્ચ ને ગુરૂવારે નવા જલારામ મંદિર ખાતે રોટલા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જલારામ બાપાને પપ૧ રોટલાનો ભોગ ધરવામાં આવ્યો હતો. આ રોટલા મનોરથનાં દર્શન કરી શ્રધ્ધાળુઓએ ધન્યતાની લાગણી અનુભવી હતી. પોરબંદરનાં નવા જલારામ મંદિર ખાતે રોટલા મનોરથનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ પપ૧ જેટલા રોટલાનો ભોગ ધરવામાં આવ્યો હતો. જેમાં ઘી વાળા તેમજ ડ્રાયફ્રુટ વાળા રોટલા બનાવવામાં આવ્યા હતા. મનોરથ બાદ આ રોટલા પ્રસાદી સ્વરૂપે શ્રધ્ધાળુઓને આપવામાં આવ્યા હતા.
દરિયામાં ડોલ્ફીન અને શાર્કના શિકારીઓ નો કાળો પંજો
દરિયામાં ડોલ્ફીન અને શાર્કના શિકારી ઝડપાયા
કોસ્ટગાર્ડ અને પોરબંદર એસઓજીનું ઓપરેશન
વનવિભાગ પણ જોડાયું
આસામની બોટમાંથી 10 શખ્સો ને ઝડપી લીધા
શાર્ક અને ડોલ્ફિનના મૃતદેહ કબ્જે
પોરબંદર પોલીસે વાહન ચાલકો સામે કેેમ બોલાવી તવાઈ
પોરબંદર શહેરમાં ટ્રાફીકની સમસ્યા લોકોને સતાવી રહી છે. આડેઘડ વાહન પાર્ક કરી અને ટ્રાફીકની સમસ્યા ઉભી કરનારા વાહન ચાલકો સામે પોલીસે તવાઈ બોલાવી હતી. આ ઉપરાંત ધુમ સ્ટાઈલથી બાઈક ચલાવનારા તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.
પોરબંદરના કરાટેવીર નો જિંદગીનો જંગ જીતવા મદદ કરો
પોરબંદરના કરાટેવીર માટે મદદ અપીલ
અકસ્માતમાં ઇજગ્રસ્ત બન્યા
જયેશ ખેતરપાળ માટે મદદ માટે અપીલ
પોરબંદરવાસીઓ ઉદાર હાથે અનુદાન આપે
પોરબંદરમા ફરી કેમ કોરોના કરંડીયામાંથી બહાર આવ્યો
પોરબંદર સહિત રાજ્યભરમાં ફરી કોરોનાએ માથું ઉચક્યુ છે. જેને કારણે લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. પોરબંદર જિલ્લામાં પણ કોરોનાની એક્ટિવ કેસની સંખ્યા ૪ એ પહોંચી છે. સોમવારે વધુ બે કેસ નોંધાયા છે. હાલ ઉનાળાનો પ્રારંભ થઈ ગયો છે તો બીજી તરફ લગ્નસરાની સિઝન પણ જાેવા મળી રહી છે તેવા સમયે પોરબંદર જિલ્લામાં કોરોનાનો કકળાટ ફરી શરૂ થયો છે. છેલ્લા ૧પ દિવસમાં કોરોનાનાં કુલ ૬ કેસ નોંધાયા છે
પોરબંદરમાં બોર્ડની પરીક્ષાનો ઉત્સાહ
14 માર્ચથી પરીક્ષાનો પ્રારંભ થશે
આજે પરીક્ષા કેન્દ્ર ખાતે બેઠક વ્યવસ્થા જોવા વિદ્યાર્થીઓ ઉમટી પડયા
ધો 10 અને 12 ના વિદ્યાર્થીઓ માં ઉત્સાહ
પોરબંદરમાં આજથી ભાગવત સપ્તાહનો પ્રારંભ
મહેર સમાજ દ્વારા આયોજન
શ્રદ્ધાળુઓ માટે પ્રસાદીનું આયોજન
ખાસ રાજસ્થાનની રસોયા બોલવામાં આવ્યા
નિયમિત 10 થી 15 હજાર લોકોની પ્રસાદી લેશે
પ્રસાદી માટે ખાસ વ્યવસ્થા
પોરબંદરમાં ધોળે દિવસે અંધાધૂંધ ફાયરિંગ
પોરબંદર શહેરમા આજે સોમવારે ધોળે દિવસે ફયરીંગની ધટના બનતા શહેરભરમા ભારે ચર્ચા જાેવા મળી હતી બોખીરા વિસ્તારમા રહેતા પંજાબી શખ્સોને ડુકકર પકડવાના કોન્ટ્રાકટને લઈ માથાકુકટ ચાલતી જેને લઈ અને એક પ્રૈાઢ ઉપર ચાર રાઉન્ડ ફાયરીગ કરવામા આવ્યુ હોવાનુ પોલીસની પ્રાથિમક તપાસમા બહાર આવ્યુ છે. ફાયરીગમા ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રૈાઢ ને પ્રાથિમક સારવાર પોરબંદરની સરકારી હોસ્પીટલમા આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હોવાનુ જાણાવા મળી રહ્યુ છે
પોરબંદરમાં શોભાયાત્રાના પ્રારંભે મહેર સમાજના આગેવાનોએ શું કહ્યું ?
પોરબંદરમાં ભવ્ય શોભાયાત્રા
ભાગવત સપ્તાહ પૂર્વે શોભાયાત્રા
ઇન્ટર નેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ભવ્ય આયોજન
સાંદિપની ખાતે થી શોભાયાત્રાનો પ્રારંભ
અશ્વ અને બગી સાથેની શોભાયાત્રા
ભાઈશ્રી રમેશભાઈ ઓઝા બગીમાં બિરાજમાન
શહેરના માર્ગો ઉપર ભવ્ય સ્વાગત
ઘેડના કયા ગામમા થયા ખજુરના ઢગલા
માધવપુર ઘેડ થી ૧૫ કિમી દુર આવેલ ઘોડાદર ઘેડ ખાતે ધૂળેટી ના પાવન પર્વ નિમિતે ગજપીર બાપા ની દરગાએ ભવ્ય લોક મેળા નું આયોજન કરવામા આવ્યુ હતુ જેમા હિન્દુ મુસ્લિમ ની એકતા દર્શન થયા હતા
માંગરોળ તા ના ઘોડાદર માં આવેલ ગંજપીર બાપા ની દરગાહખાતે ધુળેટીના દિવસે હજારો ની સંખ્યામા શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે. અહીં દર વર્ષે ગંજપીરબાપા ની માનતામા ખજુર ચડાવામા આવે છે. ગંજપીરની ખજુર ચડવાની માનતા કરવામા આવેતો દુઃખ દર્દ દુર થાય છે તેવી એક માન્યતા રહેલી છે આથી ધુળેટીના દિવસે લોકો ખજુ ર ચડાવે છે. ગ્રામ જનો ધૂળેટી ને દિવસે હિન્દુ અને મુસ્લિમ ની એક્તા સાથે મળી ને મેળાનું ભવ્ય આયોજન કરવા માં આવે છે તેમજ અહીં આવતા શ્રધ્ધાળુઓ માટે વહેલી સવાથી લઈને સાંજ સુધી ભોજન ની પ્રસાદી નું આયોજન પણ કરાય છે ને હજારો ની સંખ્યામા લોકો પ્રસાદી લઈ અને ધન્યતા અનુભવે છે
આજ સમયમા દુષ્કર્મની ઘટના અવાર નવાર બનતી રહે છેે ત્યારે પોરબંદરની એક મહિલાને તેમના બે બાળકોના ભરપોષણની અને લગ્નની લાલચ આપી અને તેમની સાથે શારીરીક સંબધો બાંધ્યા હતા અને ત્યાર બાદ મહીલાને મારકુટ કરવાનુ શરૂ કરી દીધુ હતુ તેમજ જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી અંતે મહિલા એ ફરીયાદ નોંધાવી છે.
ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન લખવામાં આવ્યા જુઓ રૂડો પ્રસંગ
માધવપુરમાં ભગવાનના લગ્ન લખાય
ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષમણીજીના લગ્ન લખાયા
ધુળેટીના દિવસે લખાય છે લગ્ન
25 વાના ના લગ્ન લખાયા
મધવરાય મંદિરે થી નીકળે છે શોભાયાત્રા
મધુવન માં ફુલડોલ બાદ લગ્ન લખ્યા છે
લગ્ન લખાય ત્યારે રૂડા ગીત ગવાયા છે
પોરબંદરના બિલ્ડર સામે લેન્ડ ગ્રેબિગનુ શસ્ત્ર કોને ઉગામ્યુ ?
પોરબંદરનાં જાણીતા બિલ્ડર સામે લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ નોંધાતા ભારે ચર્ચા જાેવા મળી રહી છે. બિલ્ડરે મેમણવાડા વિસ્તારમાં આવેલી એક મિલ્કત પચાવી પાડી હતી અને તેનો ઉપયોગ રહેણાંક તથા અંગત કારણોસર કરતા તેમની સામે લેન્ડ ગ્રેબિંગની ફરીયાદ નોંધાઈ છે. આ બિલ્ડર અવાર-નવાર એનકેન પ્રકારે વિવાદમાં રહેતા હોવાનું પણ કહેવાય છે.
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software