તોફાની દરિયા માં બે જિંદગી એ મોત ને મહાત આપી
ગુજરાત સહીત સમગ્ર સૌરાષ્ટ્ર માં પાંચ દિવસ સુધી ભારે થી અતિભારે વરસાદ ની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી ત્યારે વાતાવરણ માં પણ પલટો આવ્યો છે સાથે જ દરિયા માં કરન્ટ જોવા મળી રહ્યો છે ત્યારે આજ રોજ તોફાની દરિયા માં રત્નસાગર નામ ની બોટ તોફાન માં ફસાય હતી . ત્યારે કોસ્ટગાર્ડ ને આ માહિતી મળતા કોસ્ટગાર્ડ ના જવાનો પોહચી ગયા હતા અને રેસ્ક્યુ ની કામગીરી હાથ ધરી હતી
સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા આજ રોજ આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ સાથે જ રક્ષાબન્ધન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.. આ કાર્યક્રમ માં દેશભક્તિ કેરો અનેરો પ્રેમ વરસ્યો હતો સાથે જ તિરંગા વેશભૂસા અને દેશભક્તિ ના ગીત નું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ દેશભક્તિ નૃત્ય ના આયોજન સાથે સૌ કોઈ દેશભક્તિના રંગ માં રંગાયા હતા
રાણાવાવ માં સગર્ભા મહિલા ના આરોગ્ય નો કેમ્પ ...
રાણાવાવ ખાતે ખિલખિલાટ દ્વારા.સગર્ભા મહિલાઓની આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે,માં આરોગ્ય ની તપાસની અને શક્તિ વર્ધક દવાઓ નું વિતરણ કરવાં આવ્યું હતું રાણાવાવ ખાતે આરોગ્ય વિભાગ ના ખિલખિલાટ દ્વારા આયોજિત સગર્ભા મહિલાઓને જરુરી રીપોર્ટ સાથે સંપૂર્ણ ચેક અપ કેમ્પ નું આયોજન સરકારી દવાખાના ખાતે કરવામાં આવ્યું હતું.
પોરબંદર ના જલારામ મંદિર માં ભક્તિ ની આલેખ ..
પોરબંદર ના ભક્તો માટે અનેરું આસ્થા નું કેન્દ્ર એટલે જલારામ મઁદિર. જલારામ મન્દિર ભક્તો ના હૃદય માં વસતું એ ધામ છે જ્યાં ભજન કીર્તન સત્સંગ પ્રસાદ અને અનેરી ભક્તિ નો સંગમ થાય છે જાણે ભક્તો ના હૈયા ભગવાન ના હૈયા સાથે અહીંયા જ મેનમેળ કરે છે તેવી અનુભૂતિ સૌ કોઈ ભક્તજનોને થઈ રહી છે
નારીશક્તિ ના ઇતિહાસ નું સાક્ષી બન્યું પોરબંદર..
નૌકાદળ ની નારી શક્તિ એ પોરબંદર માં અનેરો ઇતિહાસ રચ્યો છે જેને લય સૌ કોઈ ના હૈયા ગર્વ થી તેમને વધાવી રહ્યા છે ભારતીય નૌકાદળ ની આ 5 મહિલાઓ કે જેમણે અરબી સમુદ્ર માં સફળતા પૂર્વક સર્વેલન્સ મિશન પાર પાડ્યું છે
પોરબંદરના દરિયાને કેમ લાગ્યું નશીલા પદાર્થનું ગ્રહણ..
સૌરાષ્ટ્રનો દરિયા કિનારો નશીલા પદાર્થનો પ્રવેશદ્વાર બની રહયો હોય તેવી ઘટના છેલ્લા ઘણાં દિવસોથી બની રહી છે. બે દિવસ પુર્વે સોરઠનાં દરિયા કિનારેથી નશીલા પદાર્થનાં પેકેટ મળી આવ્યાં હતાં. તો પોરબંદરનાં ગોસાબારા લેન્ડીંગ પોઇન્ટ ઉપરથી બે દિવસ પૂર્વે પોરબંદર પોલીસને ર૧ જેટલા પેકેટો મળી આવ્યાં હતાં. ત્યારબાદ આજે શુક્રવારે માધવપુર નજીક ના દરિયા કિનારે થી વધુ 14 શંકાશ્પદ પેકેટ મળી આવ્યા હતા જેને પગલે સુરક્ષા એજન્સીઓ માં દોડધામ મચી ગય હતી.
નગરપાલિકા દ્વારા ચકડોળ અને સ્ટોલ માટે ના પ્લોટની કરાઈ હરાજી..
લોકમેળા માટે ચકડોળ અને અન્ય સ્ટોલ ના હરરાજી નું આયોજન કરવામાં આવ્યું હતું પણ આવેલા વિક્ષેપો અને સાથે જ આયોજન ની ખામી ને કારણ પ્રથમ કોડિયે માખી આવી હતી અને આ ચકડોળ ની હરાજી જાણે ચકડોળે ચડી હતી તેમ યોગ્ય સમાધાન આવ્યું ન હતું ત્યાર બાદ ફરી વખત 3 તારીખ ના રોજ હરરાજી નું આયોજન કરવામાં આવ્યું હતું
બરડા અભ્યારણ્ય માં અનેક વિસ્તારો માં વનવિભાગ દ્વારા પ્રતિબન્ધ.
હાલ ચોમાસા ની ઋતુ અને એક બાજુ ભારી પડેલો વરસાદ ત્યારે બરડા પંથક માં પ્રતિબન્ધિત વિસ્તારોમાં લોકો ને ન જવા વનવિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે હાલ ઉપર વાસ માં પણ ભારે વરસાદ પડ્યો હતો અને સાથો સાથ અહીં પણ આ વર્ષે વર્ષારાણી મહેરબાન બન્યા હતા ત્યારે હાલ ઝરણાઓ વહી રહ્યા છે ત્યારે અકસ્માત થવાની શક્યતાઓ પણ વધી શકે છે
પોરબંદર લોક મેળાની ચકડોળ ની હરાજી ચકડોળે ચડી
પોરબંદર નો જમાષ્ટમી ના લોકમેળા માં પાલિકા ને પ્રથમ કોળીયે જ માખી આવી હોય તેવી ઘટના સામે આવી છે આજે સોમવારે ચકડોળ ની જગ્યા ની હરાજી નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જીએસટી નો મુદ્દો વિવાદ નો મુદ્દો બન્યો હતો જેને કારણે ચકડોળ ધારકો હરાજી નો વિરોધ કરી બહાર નીકળી ગયા હતા જેને પગલે પાલિકા એ આ હરાજી રદ કરી હતી અને હવે આગામી દિવસો માં નવી તારીખ જાહેર કરશે તેવું જણાવ્યું છે
એમ.પી માંથી સગીરા નું અપહરણ કરનાર શખ્સ ઝડપાયો...
મધ્ય પ્રદેશમાંથી સગીરાનું અપહરણ કરી પોરબંદરના સીમર ગામે આવેલા પરપ્રાંતીય શકશેને બગવદર પોલીસે ઝડપી લીધો હતો આ અંગેની જાણ મધ્ય પ્રદેશ પોલીસને કરવામાં આવી છે પોરબંદર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પરપ્રાંતી લોકો મજુરી અર્થે આવે છે
પોરબંદર ના ખાનગી હોસ્પિટલ ના તબીબો ની હડતાલ..
હાઈકોર્ટ ના આદેશ ના પગલે સરકાર એ આઈ સી યુ ગ્રાઉન્ડ ફ્લોર રાખવાના આદેસ સામે ઈન્ડિયન મેડીકલ એસો. દ્વારા ખાનગી હોસ્પિટલ ની હડતાલ ની જાહેરાત કરી હતી જેમાં પોરબંદરના ખાનગી હોસ્પિટલ ના તબીબો પણ આ હડતાલ માં જોડાયા હતા અને કલેકટર ને આવેદન પત્ર આપ્યું હતું
ડેપ્યુટી કલેકટરના આદેશ અનુસાર હીરાપન્ના કોમ્પ્લેક્સની 40 દુકાનોને મરાયા શીલ...
પોરબંદર શહેરની મધ્યે આવેલા વિવાદિત હીરાપન્ના કોંપ્લેક્ષ પાલિકા એ સીલ મારવાની કામગીરી કરતા વિવાદ સર્જાયો છે આ કામગીરીના પગલે દુકાનદારો એ વિરોધ વ્યક્ત કર્યો હતો પાલિકાના ચીફ ઓફિસરે પોલીસ બંદોબસ્ત સાથે સીલ મારવાની કામગીરી હાથ ધરી
પોરબંદર-છાયા નગરપાલિકા ના સયોગ થી થશે નવીનીકરણ
સુરશ્રી સાંસ્કૃતિક ટ્રસ્ટ દ્વારા થશે નવીનીકરણ
આધુનિક સુવિધા સાથે અઢી કરોડ ના ખર્ચે બનશે રંગમચ
સુરશ્રી ના પ્રમુખ કિરીટભાઈ રાજપરા સાથે પોરબંદર ખબર ની ખાસ વાતચીત
હનુમાન રોકડીયા થી સુરુચી સ્કૂલ તરફ જતો રસ્તો બિસ્માર લોકો પરેશાન
રસાદ ને કારણે રસ્તા પર ખાડા
રસ્તા પર મસ્ત મોટા ખાડા
બિસ્માર રસ્તા ને કારણે વાહન ચાલકો ને ભારે હાલાકી
તંત્ર દ્વારા રસ્તા નું નવીનીકરણ કરવા લોકમાંગ
પોરબંદરના લોક મેળાથી કોને ફાયદો
પોરબંદરવાસીઓ મેળાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહયા છે. પરંતુ પાલીકા મગ નુ નામ મરી પાડતી નથી કારણ કેે હાલ રાજય મા અતિવૃષ્ટિ ના કારણે મેળાની મંજુરી વિલંબ મા પડી છે.જોકે પાલીકા આ વર્ષે મેળો કરવાના મુડ મા છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software