પૂજ્ય માલદેવબાપુ ની જન્મજ્યંતિ નિમિતે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન..
મહેર સમાજ દ્વારા સંત શિરોમણી એવા પૂજય માલદેવબાપુની 138મી જન્મજ્યંતિ નિમિતે ભાવાંજલિ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ઇન્ટરનેશનલ મહેર કાઉન્સીલ પરિવાર દ્વારા ગૌરવ અને લાગણીસહ ભાવ થી પૂજ્ય માલદેવબાપુ ની જન્મજ્યંતિ નું આ અનેરું આયોજન કરવામાં આવ્યું હતું હરીશ ટોકીઝ પાસે આવેલા ચાર રસ્તા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવેલ પૂજ્ય માલદેવ બાપુ ની પ્રતિમા ને હાર પેરાવી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાયર્ક્રમ માં મહેર સમાજ ના અગ્રણીઓ , જ્ઞાતિજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાણા ખાતે પણ પુષ્પાંજલિ ના કાર્યક્રમ નું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું
પોરબંદર માં સ્વાવલંબન દીવસ ની ઉજવણી..
પોરબંદર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલા સ્વરોજગાર મેળો તાજા વાલા હોલ ખાતે યોજાયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ સ્વરોજગાર મેળામાં અંદાજી ૪૫૦ થી વધુ બહેનો તથા નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદરમાં મોંઘવારી સામે કોંગ્રેસનું રણશિંગુ
હાલ વધતી જતી મોંઘવારી માં આમ જનતા પીસાય રહી છે ત્યારે પોરબંદર કોંગ્રેસ દ્વારા આજે મોંઘવારી ના મુદ્દે મહા રેલી અને સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સઁખ્યામા લોકો જોડાયા હતા. અને કોંગ્રેસ ના આગેવન અર્જુનભાઈ મોઢવાડીયા એ મોઘવારી ના મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા હતા
ભારે વરસાદની આગાહીના પગલે પોરબંદર તંત્રની કેવી તૈયારી..
ભારે વરસાદ ની આગાહી ને પગલે પોરબંદર જિલ્લા કલેકટર ની પત્રકાર પરિષદ
જિલ્લા કલેકટર અશોક શર્મા એ તૈયારી અંગે આપી વિગતો
ભારે વરસાદ ની પરિસ્થિતિ ને પહોંચી વળવા તંત્ર સજ્જ
પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક એક થી દોઢ ઈંચ વરસાદ પોરબંદરનો દરિયો બન્યો ગાંડોતૂર સામાન્ય ઉંચાઈએથી વધુ ઉંચાઈને ઉછળી રહ્યા છે મોજા
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software