પોરબંદરમાં વેસ્ટર્ન રેલવે ના કર્મચારીઓની ભૂખ હડતાલ
વેસ્ટર્ન રેલવે એમપ્લોય યુનિયન દ્વારા ભૂખ હડતાલ નું એકદિવસીય એલાન આપવામાં આવ્યું હતું. રેલવે વિભાગ ના કર્મચારીઓ અનેક રજૂઆત અને તેઓના હક ની માંગણી માટે થય અનેક પહેલ કરતા આવ્યા છે.પરંતુ સરકાર એ ક્યાંક આ રજૂઆતો ને ધ્યાન માં લેવામાં ઉદાંસિંતા દાખવી હોવાના આક્ષેપ રેલવે કર્મીઓ કરી રહયાં છે.
પોરબંદરના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિકાસનો બોલ ક્યારે ફેકાંશે ?
પોરબંદર શહેર ની મધ્યે આવેલા દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ વિકાસ જંખી રહ્યું છે પોરબંદર ના રાજવીઓ એ આપેલી આ ભેટ આયોજન ના અભાવે તેમનું મૂલ્ય ઘટી રહ્યું હોય તેવો અહેસાસ ક્રિકેટ પ્રેમીઓ કરી રહ્યા છે. દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ના વિકાસ માટે પોરબંદર નગરપાલિકા એ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે સાત વર્ષ માટે એમ.ઓ.યુ. કર્યા હતા
મહેર સમાજે ભગવદ્ કથા ના માધ્યમ થી સૌ સમાજ ને પ્રેમ ના તાંતણે બાંધવાનું બીડું ઝડપ્યું છે ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા આગામી વર્ષ ર૦ર૩માં સુદામાનગરીમાં ભાઇશ્રીના મુખે કૃષ્ણકથા તા.૧૩ થી ૧૯ માર્ચ સુધી ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની અમૃતવાણીમાં ભાગવત સપ્તાહનું આયોજન પોરબંદર ખાતે કરવામાં આવ્યું છે.
આશા વર્કર બહેનો નો આક્રોશ વેતન માટે ભીખ માગવી પડે છે
આશા વર્કર બહેનો ફરી મેદાને આવ્યા છે. એક બાજુ માનવતા ના ધોરણે તો બીજી બાજુ હર હમેશ પોતાની ફરજ પર તૈનાત રહેતા આશા વર્કર બહેનો ને તેમના હક નું વેતન પણ મળતું નથી. ત્યારે આશા વર્કર બહનો દ્વારા ટી.ડી.ઓ ને અનેક વખત રજૂઆત બાદ પણ તેમને તેમના હક નું વેતન પણ આપવામાં તંત્ર જોલા ખાય છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે
બે વર્ષ પેહલા થયેલ ઇકોકાર ચોરીનો ભેદ પોકેટ કોપ ની મદદ થી ઉકેલાયો છે. પોરબન્દર એસ.ઓ.જી દ્વારા ચોરી નો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લામાં મિલકત વિરુદ્ધના તથા ચોરીના ગુન્હાઓ અટકાવવા માટે ઇન્ચાર્જ પોલિશ ઇન્સ્પેક્ટર એચ.બી ધાંધલિયા ને સૂચના આપવામાં આવી હતી જે સૂચના ને આધારે એસ.ઓ.જી નો સ્ટાફ પેટ્રોલલિંગ માં હતો તે દરમ્યાન પોલિશ હેડ કોન્સ્ટેબલ મોહિત ગોરાણીયા તથા પોલિશ કોન્સ્ટેબલ સંજય ચૌહાણ ને હક્કીકત મળેલ કે એક ઈસમ સુદામા પરોઠા હાઉસ પાસે આંબેડકર નગરમાંથી અલગ નમ્બર પ્લેટ લગાવી ઇકો કાર લઈને નીકળવાનો હોવાની બાતમી ને આધારે નરસંગ ટેકરી થી રાણાવાવ જતા રોડ પર ડો.આંબેડકર નગર માં જતા સર્વિસ રોડ પર વાહન ચેકીંગ કરતા એક ઈસમ સફેદ કલર ની ઇકો કાર લઈને નીકળતા તેને રોકી અને પૂછપરછ હાથ ધરી હતી.
પોરબંદર માં નમો કપ નું ભવ્ય આયોજન
તા 8 થી 18 ઓક્ટોબર દરમિયાન આયોજન
આયોજક આકાશ રાજશાખા સાથે ખાસ વાતચીત
માધવાણી કોલેજ ના ગ્રાઉન્ડ માં આયોજન
રન નો વરસાદ અને ઇનામો ની વણજાર
પોરબંદર જિલ્લા માં મેગા ડિમોલિશન ની કામગીરી હાથ ધરવામાં આવી છે. દરિયાઈ સુરક્ષા ને ધ્યાને લઇ ને આ ડીમોલેશન હાલ તો હાથ ધરવામાં આવ્યું છે દરિયાઇ પટ્ટી વિસ્તારમાં આવેલા ગામોમાં હાલ ડેમોલિશ ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જિલ્લા માં અલગ અલગ 8 જેટલા સ્થળો પર ડીમોલેશન ચાલી રહ્યું છે.
બરડા પંથક ના ખેડૂતો ની લાગણીને ધ્યાને રાખીને ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયા એ રાજ્ય સરકાર ને ભલામણ કરી ને સૌની યોજના હેઠળ ધ્રોકળ ડેમ નર્મદા પાણીથી ભરવા રજૂઆત કરી હતી.આથી રાજ્ય સરકારે 750 કી.મી. દૂર સુધી નર્મદાના પાણી પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરી હતી અને આ કામગીરી પૂર્ણ થતા અને નર્મદાના પાણીનું અવતરણ થતા ખેડૂતો માં ખુશી ની લાગણી ફરી વળી હતી.
હાર્ટ દિવસ : કેમ રાખશો હૃદય ને સ્વસ્થ
આજ નો દિવસ 29 સપ્ટેમ્બર એટલે વર્લ્ડ હાર્ટ ડે. આજ ના દિવસ ને હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા હાર્ટ ડીસીસ અને અવેરનેસ માટે રાખવામાં આવ્યો છે સમગ્ર વિશ્વમાં આ દિવસ ઉજવામાં આવે છે. શરીર માટે હૃદય એ અમૂલ્ય ભાગ છે. અને શરીર ને જીવંત રાખવા માટે નું એ યન્ત્ર છે જે સતત ધબકતું રહે છે.
પોરબંદર માં આવેલી ઈન્ડિયન ઓવરસીઝ બેંકના ગોલ્ડ વેલ્યૂઅરે વિવિધ ગ્રાહકો સાથે મળી નકલી દાગીના બેંકમાં રજૂ કરી જુદા-જુદા સમયે મળીને કુલ રુ.૪૦.૬૮ લાખની લોન પાસ કરાવી બેંક સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ લોન કૌભાંડમાં કુલ ૧૫ શખ્સો સામેલ હતા, પરંતુ તે પૈકી ચાર શખ્સોએ બેંક દ્વારા આપવામાં આવેલી મુદ્દત દરમિયાન તેમની લોનના પૈસા ભરી દેતાં બેંક મેનેજર દ્વારા ગોલ્ડ વેલ્યૂઅર સહિત કુલ ૧૧ ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ગરબા કે જે છે,, ગરવી ગુજરાત નું ગર્વ જેના આગમન થી થનગન્યા ખેલૈયાઓના મન એ નવરાત્રી નું પર્વ પોરબંદર વાસીઓ જાણે નવલા નોરતા ના આગમન માં જાણે મન મૂકી ને વધામણાં કરી રહ્યા છે ત્યારે રોટરેક ક્લ્બ દ્વારા વેલકમ નવરાત્રી 2022 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
પોરબંદર સહિત રાજ્યભર ના વનકર્મીઓ ની શુ છે વેદના
પોરબંદર માં આવેલ જંગલ વિસ્તાર વન્ય પશુઓ માટે એક પ્રકૃતિ નું અનેરું આવાસ છે. ત્યારે વન્ય પ્રાણીઓ ના રક્ષણ અને સંરક્ષણ માટે વનવીભાગ ના વનરક્ષક અને વનપાલ કાર્યરત હોય છે ખાસ કરી ને સિંહો માટે તેમજ દીપડા અને સાબર જેવા અનેક વન્યપ્રાણીઓ ને પ્રકૃતિ ની કોખ માં અનેરું રક્ષણ મળી રહ્યું છે
પોરબંદર જીલ્લા નાં આઉટ સોર્સ કર્મચારીઓની શું છે વેદના
પોરબંદર સર્કલના તમામ આઉટસોર્સ એસ.એસ. ના કંપનીના કર્મચારીઓ દ્વારા આજ રોજ જિલ્લા કલેકટર અને નાયબ કલેકટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું . ગુજરાત ઉર્જા વિકાસ નિગમ ના આઉટ સોર્સીંગ કંપનીના 66 કે.વી. સબ સ્ટેશન ના કર્મચારીઓ ને શોષણ અને અન્યાય થતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ત્યારે તમામ કર્મચારીઓ એ આજ સાથે મળી અને કલેકટર કચેરી ખાતે કલેકટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું
પોરબંદર માં આરોગ્ય વિભાગના અણ ઘટ વહીવટ
લોકો ને આરોગ્ય ની ઉત્તમ સવલત મળી રહે તે માટે સરકાર દ્વારા આયુષમાન કાર્ડ ની યોજના અમલ માં મૂકી છે આ યોજના નો અનેક લોકો લાભ લે છે અનેક સંસ્થાઓ દ્વારા વહીવટી તંત્ર સહયોગ થી આયુષમાન કાર્ડ ના કેમ્પ નું આયોજન કરવામાં આવે છે.પરંતુ પોરબંદર માં આરોગ્ય વિભાગ દ્વારા 10 થી 13 સપ્ટેમ્બર સુધી આયુષમાન કાર્ડ ના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે પૂર્વ આયોજન વિના જ આ કેમ્પ નું આયોજન કરતા લોકો મુશ્કેલી માં મુકાયા હતા.
હવામાન વિભાગ ની આગાહી ને પગલે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે ત્યારે ફિશિંગ વિભાગ દ્વારા માછીમારો ને વોટ્સએપ પરિપત્ર દ્વારા જાણ કરી અને દરિયો ન ખેડવા સૂચના આપી છે તારીખ 10 સમ્પ્ટેમ્બર થી લય 13 સપ્ટેબર સુધી દરિયો ન ખેડવા સૂચન કર્યું છે અને દરિયામાં રહેલ બોટો ને પરત બોલાવાવની પણ સૂચના આપી દેવામાં આવી છે આ સાથે જ ટોકન ઇસ્યુ પણ બંધ કરવામાં આવ્યા છે જેથી બોટો 13 સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડે તેવું જાહેર કરવામાં આવ્યું છે
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software