પોરબંદર ગણેશભક્તિ માં લિન
સુદામા નગરી જાણે આ દિવસો માં શ્રી ગણેશ ને રીઝવવા માં લાગી ગય છે સૌ કોઈ ના મુખે બસ બાપ્પા નું નામ જ ગુંજી રહ્યું છે અને મન ભરી ને સૌ કોઈ બાપ્પા ની આરાધના માં લાગી ગયા છે પોરબંદર માં ગલી ગલી જાણે બાપ્પા ના ભક્તિ ના રંગે રંગાની છે અને બાપ્પા ની પ્રેમભાવ પૂર્વક સેવા કરી રહ્યા છે પોરબંદર ના સુદામા ચોક મામા કોઠા પાસે પણ શ્રી ગણેશ બિરાજ્યા છે ને ખુબ સુંદર રીતે સજાવટ અને શણગાર કરી અને સ્નેહ ભાવ સહીત બિરાજમાન છે
લોક રક્ષક બન્યો ભક્ષકએક મહિલાનું શીયળ લુંટી લીધુ..
પોરબંદર પોલીસનું માથુ શરમથી ઝુકી જાય તેવી ઘટના પોલીસ બેડામાં બની છે. કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. ત્યારબાદ વિડીયો કોલીંગ કરી અંગત પળોનાં વિડીયો વાયરલ કરવાનું કહીં અને પ૦ હજાર રૂપિયાનો તોડ કર્યાની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઇ છે. આ ઘટનામાં રક્ષક જ ભક્ષક બનતા પોરબંદર પોલીસની આબરૂને કાળો દાગ લાગ્યો હોવાનું શહેરભરમાં ચર્ચાઇ રહયું છે.
પોરબંદર માં વરસાદ ને કારણે રસ્તા ધોવાયા
પોરબંદર જિલ્લા માં પડેલા વરસાદ ને કારણે ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત નેશનલ હાઈવે ના રસ્તાઓ ધોવાયા છે જેને કારણે વાહન ચાલકો ને મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે પોરબંદર થી માધવપુર ને જોડતા નેશનલ હાઈવે ઉપર સિમેન્ટ અને ડામર રોડ માં ખાડા પડી ગયા છે
પોરબંદર ના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ના આગમન પૂર્વે ચુસ્ત પોલીસ બંદોબસ્ત
આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે પોરબંદર જિલ્લા માં વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે આવતી કાલે પોરબંદર ખાતે ભવ્ય ઉજવણી થઈ રહી છે જિલ્લા વહીવટી તંત્ર અને સામાજિક સંસ્થાઓ ના સંયુક્ત ઉપક્રમેં આ તિરંગા યાત્રા નું આયોજન કર્યું છે આ આયોજન ના પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે
પોરબંદર-બગવદર રોડ ઉપર મંગળવારે મોડી સાંજે હીટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.
પોરબંદર ના બરડા પંથક માં જળ નો જળજલાટ
પોરબંદર સમગ્ર જિલ્લા માં કાલે મેઘરાજા મહેરબાન થયા હતા અને જાણે મન મૂકી ને વરસ્યા હતા પોરબંદર ના બરડા પંથકમાં પણ ગય કાલે વર્ષારાણી જાણે પ્રસ્સન થયા હોય તેમ આગમન કરી સમગ્ર બરડા પંથક ને પાણી થી તરબોળ કર્યો હતો. ત્યારે ભારે વરસાદ ના કારણે પાણી ભરપૂર આવક જોવા મળી હતી બરડા પંથક ના મજીવાળા અને સોઢાણા ગોલાઈ ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા બરડા પંથક માં ગઈકાલર એક જ દિવસમાં અંદાજે 3 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે
મહાત્મા ગાંધીને દેશના વીર જવાનની ભાવાંજલિ..
ભારતીય સેનાના જાહબાજ ઓફીવેર રાજેશસિંહસેખાવત પોરબંદર ના આંગળે આવ્યા
હતા તેમણે ગાંધી જન્મ સ્થળ ની મુલાકાત લીધી હતી અને ગાંધીજી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ ઉપરાંત છાબમોર્ચે શહિદ થયેલા મોઢવાળાના શહિદ વીર નાગાર્જુન સીસોદીયા ને ભાવાંજલિ અર્પણ કરી હતી તેમજ પોરબંદર ના યુવાનોને અગ્નિ વીર યોજના અંગે માર્ગદર્શન આપ્યું હતું . રાજપુતાના રેજિમેન્ટ માં શૌર્ય મેડલ અને શૌર્ય ચક્ર થી સન્માનિત થયેલા અને હાલ જૂનાગઢ માં ગુજરાત એન.સી.સી. ના ઓફિસર તરીકે ફરજ બજાવતા રાજેશ સિંઘ શેખાવત ગાંધી જન્મ સ્થળ કીર્તિ મઁદિર ખાતે આવ્યા હતા. અને તેઓ જણાવ્યુંહતું કે ગાંધી જન્મ ભૂમિ પર આવવું તેમનું અહોભાગ્ય રહ્યું છે તેમજ તેમને જણાવ્યું કે અહીં આવી ને તેમને એક અલગ જ લાગણી અને ગૌરવ અનુભવ થાય
ડેપ્યુટી કલેકટરના આદેશ અનુસાર હીરાપન્ના કોમ્પ્લેક્સની 40 દુકાનોને મરાયા શીલ...
પોરબંદર શહેરની મધ્યે આવેલા વિવાદિત હીરાપન્ના કોંપ્લેક્ષ પાલિકા એ સીલ મારવાની કામગીરી કરતા વિવાદ સર્જાયો છે આ કામગીરીના પગલે દુકાનદારો એ વિરોધ વ્યક્ત કર્યો હતો પાલિકાના ચીફ ઓફિસરે પોલીસ બંદોબસ્ત સાથે સીલ મારવાની કામગીરી હાથ ધરી
અમરનાથ ની યાત્રા એ ગયેલા પોરબંદર શ્રધ્ધાળુ ની શુ છે સ્થિતિ?
જમ્મુ-કાશ્મીર મા અમરનાથ ની ગુફા નજીક વાદળ ફાટયુ હતુ જેમા ર૦ થી વધુ લોકો ના મોત થયા છે. અનેક લોકો ગાયબ થયા છે.ત્યારે પોરબંદર ના ૬૦ થી વધુ શ્રધ્ધાળુઓ હાલ અમરનાથ છે.હાલ સૈના દવારા લાપતા બનેલા શોધખોળ ચાલી રહી છે .
ઉપરવાસ માં પડેલા વરસાદ ને કારણે ભાદર નદીમાં પાણી ની આવક
પોરબંદર ના કુતિયાણા ની ભાદર નદી માં પુર
ઉપરવાસ માં પડેલા વરસાદ ને કારણે પાણી ની આવક
ભાદર માં પાણી ની આવક થતા ખેડૂતો ખુશ
પ્રથમ વરસાદ માં ભાદર માં આવક
ઉપરવાસમા પડેલા ભારે વરસાદ ને કારણે ડેમ ઓવરફ્લો
મેઢાક્રિક ડેમ ઓવરફ્લો થતા 12 થી 15 ગામો ને સિંચાઈ લાભ મળશે
ડેમ ઓવરફ્લો થતા ખેડૂતો મા ખુશી
બરડા ડુંગરના આ નયનરમ્ય દ્રશ્યો જોઈ તમે પણ કહેશો વાહ..
પોરબંદર જિલ્લામાં આભમાં આજે વાદળોનું હેત ઉભરાયું હોય તેમ કાળાડિબાંગ વાદળો મન મુકીને વરસ્યા હતા. આ વાદળો અને બરડા ડુંગર વચ્ચે એક અનોખો નાતો છે. વર્ષાઋતુ સમયે વાદળો અને બરડા ડુંગરના આલીંગનના દ્રશ્યોનો નજારો એક અલૌકીક આનંદનો અનુભવ કરાવે છે. વાદળો આ ડુંગર ઉપર હેત વરસાવે છે ત્યારે તેમનુ સૌંદર્ય પણા સોળેકળાએ ખીલી ઉઠે છે.
પોરબંદર જિલ્લા માં ભારે વરસાદ ની આગાહી ના પગલે એસ.ડી.આર.એફ. ની એક ટિમ તૈનાદ
પોરબંદર જિલ્લા માં ભારે વરસાદ ની આગાહી ના પગલે એસ.ડી.આર.એફ. ની એક ટિમ તૈનાદ કરવામાં આવી છે.આ ટિમ ના એક પી.આઈ,બે પી.એસ.આઈ અને 60 જેટલા જવાનો બચાવ અને રાહત કામગીરી માટે તૈયાર
સમસ્ત લુહાર-પંચાલ સમાજ દ્વારા આજે અષાઢીબીજ ના દિવસે બોખીરા ખાતે આવેલા દેવતણખી બાપા તથા લીરબાઇ માતાજી ના મંદિરે બીજમહોત્સવ ની ઉજવણી કરવામાં આવી
છેલ્લા થોડા સમય થી ગુજરાત સહિત અનેક રાજયો માં અસામાજિક તત્વો દ્વારા દેશ ને શાંતિ ભંગ કરવા નો પ્રયાસ કરી રહ્યા છે.
ત્યારે આજ રોજ પોરબંદર સહિત ગુજરાત ના અનેક જિલ્લાઓ માં ભગવાન ની શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે....
Read More© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software