પોરબંદર માં બે વર્ષ બાદ કેવું છે અર્વાચીન રાસ નું આયોજન
પોરબંદર શહેર હાલ તો નવરાત્રી ના ઉત્સવ ની તૈયરીઓ માં લાગ્યું છે. ખાસ કરી ને નવરાત્રી ને બસ ગણતરી નો જ સમાય બાકી છે ત્યારે પોરબંદર શેર તૈયરીઓ ના જોશ માં હાલ તો જામ્યું છે અને ચારે કોર નવલા નોરતા ના આગમન ની તૈયરીઓ થી શહેર ઝગમગી રહ્યું છે. એક બાજુ ઘણા લાંબા વિરામ બાદ ખેલૈયાયાઓ મન ભરી ને ઝૂમશે ત્યારે ગરબા પ્રેમીઓના મન તો જાણે અત્યાર થી જુમી રહ્યં હોય તેવું લાગી રહ્યું છે.
પોરબંદર ના દિવ્યાગો ઘૂમ્યા ગરબે
હરેક વાર બને તહેવાર , જો સેવાભાવનાનો હોય શણગાર, ત્યારે આજ વાત ને સાર્થક કર્યું છે એન.એસ.યુ,આઈ. ના સભ્યો એ હાલ નવરાત્રી ના પર્વ નો ઉલ્લાસ ચારે કોર જોવા મળી રહ્યો છે ત્યારે એન.એસ.યું.આઈ દ્વારા આજ રોજ શીશુકુંજ ના બાળકો સાથે નવરાત્રી નું આયોજન કર્યું હતું.
કુણવદર ના ખેડૂત ની રસ્તા સમસ્યા નું સમાધાન કોણ કરશે
પોરબંદર ના બરડા પંથક ના કુણવદર થી રોઝડા ને જોડતો મુખ્ય રસ્તો હાલ ખુબ બિસમાર હાલત માં જોવા મળી રહ્યો છે વરસાદ ના કારણે ચારેબાજુ કાંકરી અને ધૂળ નું સામ્રાજય જોવા મળી રહ્યું છે તો સિમેન્ટ વાપરે સસ્તો , પછી ખાડા માં બને રસ્તો તેવા સૂર આસપાસ ના ગ્રામ્ય પંથક માંથી ઉઠી રહ્યા છે
પોરબંદર આધુનિક યુગ માં ચાકડા માં બને છે ગરબા
માં જગદંબા ની આરાધના કરવા સૌ કોઈ હરખભેર નવલા નોરતા ની એ રાતો ની રાહ જોઈ રહ્યા છે. નવરાત્રી નું પર્વ જાણે ભક્તિ અને શક્તિ નો અનેરો સંગમ રહ્યો છે ત્યારે નવ દિવસ સૌ કોઈ માં અંબા ની આરાધના કર છે ઘેર ઘેર માં ના સમીપે ગરબો પધરાવી અને મન્દીરો અને હરેલ ઘર દીવડાઓથી ઝગમગી ઉઠ છે. આ ગરબો અને દિપક માં અંબા ની ભક્તિ અને શક્તિ નું સ્વરૂપ છે
પોરબંદર માં સૂર્ય ફરતે ક્યાં કારણે સર્જાયુ વલય જાણો પોરબંદર ખબર પર
અવકાશમાં સર્જાણી ખગોળીય ઘટના
ખગોળીય ઘટનાનું રાજ પોરબંદર ખબર ને સંગ....
લોકો માં ચાલેલા કુતુહલ ના પ્રશ્નોના જવાબ આપતું વિજ્ઞાન
સૂર્ય ના ફરતે કુંડાળા નું વૈજ્ઞાનિક કારણ
ગરબારસિકો જાણે નવા જોમ અને જુસ્સા થી બે વર્ષ બાદ યોજાય રહેલ ભવ્ય નવલા નોરતા ને માણવા આતુર બન્યા છે નવરાત્રી ના પર્વ ને જાણે ઓળઘોળ બની અને વધાવી રહ્યં છે નવલા નોરતા ના સ્વાગત માં મન જાણે મોર બની ને થનગનાટ કરી રહ્યં છે.
જો માંગ પુરી કરવામાં નહીં આવે તો યે તો સિર્ફ ટ્રેઇલર થા ફિલ્મ તો અભી બાકી હૈ તેવા સૂર માલધારી સમાજ દ્વારા ઉઠી રહ્યા છે ગઈકાલ 21 સપ્ટેમ્બર ના રોજ દૂધ નો વ્યવસાય બંધ પાડી અને વિરોધ દર્શાવ્યો હતો ત્યારે આજ રોજ પોરબંદર માલધારી સમાજ દ્વારા દૂધ માંથી ઘી દ્વારા લાડવા બનાવી અને આજ રોજ મૂંગા પશુઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
પોરબંદર ના ક્યાં તબીબે કરી દર્દી ની જટીલ સર્જરી
પોરબંદરના ડો. ગઢવી ડેન્ટલ એન્ડ મેક્ઝીલોફેશિયલ સર્જરી સેન્ટરના નિષ્ણાંત તબીબ ડો. હિમાંશુ ગઢવી (એમડીએસ) અને તેમની ટીમ દ્વારા પોરબંદર ખાતે સૌપ્રથમ વખત ઝાયગોમેટિક ઈમ્પ્લાન્ટ ની અત્યંત જટીલ ગણાતી સર્જરી સફળતાપૂર્વક પાર કરી છે.
પોરબંદર નું ભવ્ય એરપોર્ટ હાલ ફ્લાઇટ ની ઉડાન વિના સૂના વનરાવન જેવું લાગી રહ્યું છે પોરબંદર ના એરપોર્ટ ખાતે ઘણા લાંબા સમય થી અમદાવાદ , મુંબઈ અને દિલ્લી ની ફ્લાઇટ બંધ કરી દેવામાં આવી છે પોરબંદર ના ધંધાર્થીઓ માટે આ ફ્લાઇટ ખુબ ઉપયોગી હતી, સાથેજ સમય ની બચત નું ઉત્તમ મુસાફરી નું માધ્યમ બંધ થતા સમગ્ર પોરબંદર વાસીઓ ફ્લાઇટ શરૂ કરવા ની માંગ કરી રહ્યા છે.
પોરબંદરમાં ફરી નગર બસ સેવા ને લઈ શહેરીજનો શુ છે પ્રતિસાદ
પોરબંદરવાસીઓ છેલ્લા કેટલાયે વર્ષો થી આતુરતા પૂર્વક જે સવારી ની રાહ જોઈ રહ્યા હતા તે હવે પોરબંદર ના આંગણે પધારવા જય રહી છે બીજી ઓક્ટોમ્બર ના રોજ પોરબંદર ના રસ્તા અને સીટી બસ નું ફરી મિલન થવા જય રહ્યું છે. સીટી બસ ના વિરહમાં અને એકબાજુ ખાનગી વાહ્નનોનાં મસમોટા ભાડા થી હવે રાહત મળશે તેવું વર્તાય રહ્યું છે.
પોરબંદર માં માલધારીઓ માં રોષ-દૂધ દોહલ્યું
માલધારીઓનો જંગ, દૂધ વ્યાપાર આજે થયો બંધ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે આંદોલનનો દોર શરૂ થયો છે. સરકારી કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઇને આંદોલનાત્મક કાર્યક્રમો આપી રહયાં છે. તો બીજી તરફ માલધારી સમાજમાં પણ રોષ જોવા મળી રહયો છે.
પોરબંદરમાં CCTV કેમેરા ગુનેગારો માટે આફત
પોરબંદર શહેર ને શાંતિસભર બનાવવા અને પોરબંદર ની પ્રજા માટે રાત દિવસ એક કરતી પોરબંદર પોલિશ પોરબંદરવાસીઓ માટે અડીખમ રહી છે તહેવાર હોય કે રવિવાર, દિવસ હોય કે રાત કોઈ પણ સમય જોયા વગર પોરબંદર ને શાંતીસભર અને સુરક્ષિત રાખવા પોરબંદર પોલિશ સતત કાર્યરત રહે છે.
બરડા પંથક ના ખેડૂતો પાક નુકશાન ની વળતર ની કરી માંગ
આ વર્ષે મેઘો મુશળધાર વરસતા અનેક ખેડૂતો ની મૂંઝવણ વધી છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે પડેલાં ભારે વરસાદના કારણે બરડા પંથકમાં અનેક ખેડૂતોનો પાક બળી ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં મગફળીનો પાક નિષ્ફળ ગયો છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકશાન થયું છે. આ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાની માગ પ્રબળ બની છે અને આ મુદ્દે ખેડૂત પાંખ દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
પોરબંદર માં માલધારી સમાજ હાલ મેદાને ઉતાર્યો છે અનેક માંગણીઓ અને તેમના હક ની માંગ સાથે તેઓએ આવતી કાલ એટલે તારીખ 21 સપ્ટેમ્બર ને બુધવાર ના રોજ ગુજરાત બંધ નું એલાન આપ્યું છે માલધારી સમાજ ના ભાઈઓએ આજ રોજ મીડિયા સમક્ષ વાત કરી અને સરકાર ને જાણે ખુલ્લી ચેતવણી આપી હોય અને માલધારી સમાજ ના હક માટે ની લડત ચાલુ રાખશે આ સાથે તેમની માંગ પુરી કરવા જણાવી .
ગરબા કે જે છે,, ગરવી ગુજરાત નું ગર્વ જેના આગમન થી થનગન્યા ખેલૈયાઓના મન એ નવરાત્રી નું પર્વ પોરબંદર વાસીઓ જાણે નવલા નોરતા ના આગમન માં જાણે મન મૂકી ને વધામણાં કરી રહ્યા છે ત્યારે રોટરેક ક્લ્બ દ્વારા વેલકમ નવરાત્રી 2022 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software