૧૯૯૫ થી ટાટા કંપનીનાં ભૂત પૂવૅ હેડ સ્વ.પ્રભાકરનાં સ્મણાથેઁ યોજવામા મા આવે છે. હાફ મેરેથોન દોડ.
મીઠાપુર ટાટા કેમિકલ્સ દ્રારા ૨૨ મી ઓપન સૌરાષ્ટ્ર હાફ મેરેથોન દોડ નુ આયોજન કરવામા આવ્યુ હતુ આ સ્પધૉમાં સમાજનાં વિવિધ વગૅનાં ૭૦૦ સ્પધૅકોએ લાભ લીધો હતો.પુરૂષો માટે ૨૧.૩ કિ.મી. અને મહિલાઓ માટે ૭ કિ.મી. અંતર સુધી દોડવાનો લક્ષ્ય રાખવામા આવેલ. સ્વાસ્થ્ય સુખાકારી ને પ્રોત્સાહન મલી રહે તે માટે આ દોડનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
૧૯૯૫ થી ટાટા કંપનીનાં ભૂત પૂવૅ હેડ સ્વ.પ્રભાકરનાં સ્મણાથેઁ યોજવામા આવે છેકંપનીનાં મેન્યુફેકચરીંગ વા.પ્રેસીડેન્ટ એન.કામથે લોકોની સ્વાસ્થ્ય સુકાકારીની આ પહેલની સફળતા અને લોકોનાં સહકારને બીરદાવી હતી.સ્પધૉમાં ભાગલેનાર પ્રથમ ૩ સ્પધૅકો ઉપરાંત સ્પધૉ પૂણૅ કરનાર તમામને પ્રોત્સાહીત કરવા ઈનામો આપવામા આવેલ.
પોરબંદર જિલ્લામાં લોકશાહી ના પર્વ ની ઉજવણી નો ઉત્સાહ
પોરબંદર માં લોકશાહી ના પર્વ નો ઉત્સાહ
પોરબંદર અને કુતિયાણા વિધાનસભા નું તા 1 ડિસેમ્બરે મતદાન
ચૂંટણી ને લઈ કર્મચારીઓ ફરજ પર રવાના
માધવાણી અને નવોદય ખાતે ડિસપેચ ની કામગીરી
કેલકટર અશોક શર્મા એ આપી માહિતી
ઘેડ પંથકના ચણા, ખેડૂતોના મલકાવશે હૈયા.....
પોરબંદર જિલ્લામાં ઘેડ વિસ્તાર કે જે ચણા ના પાક માટે સમગ્ર પંથકમાં જાણીતો છે. ઘેડ વિસ્તારમાં વર્ષ દરમ્યાન એક જ પાક લેવામાં આવે છે અને ચણા ના વાવેતરમાં ઘેડ પંથક અગ્રેસર રહ્યું છે.
પોરબંદરમાં પ્રચારના ભૂંગળા અને લગ્નના ઢોલ વચ્ચે તેજી ની શરણાઈ ગુંજી
હાલ વિધાનસભા ની ચૂંટણી નો જંગ જામ્યો છે તો બીજી તરફ લગ્નસરા ની સીઝન ખીલી છે એટલે કહી શકાય કે ચૂંટણી પ્રચારના ભૂંગરા , લગનના ઢોલ વચ્ચે ક્યાંક તેજી ની શરણાઈ પણ વાગી રહી હોય તેવી ચર્ચા પોરબંદરમાં જોવા મળી રહી છે ઉધોગો ના અભાવે મંદી ની નાવ અવારનવાર હાલકડોલક થાય છે જોકે ચૂંટણી અને લગ્નસરા ની સીઝન ને કારણે પોરબંદર ના અર્થતંત્ર ને થોડું બળ મળ્યું હોય તેવું લાગી રહ્યું છે.
પોરબંદર માં ચૂંટણી સમયે લોહિયાળ ઘટના
આઈ આર બી ના જવાનો વચ્ચે ઝઘડો
ફાયરિંગ ની ઘટના માં બે જવાનો ના મોત
બે જવાનો ઇજાગ્રસ્ત
નવીબદર ના સાયકોલન સેન્ટર ખાતે બની ઘટના
જિલ્લા કલેકટર અશોક શર્મા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા
કુતિયાણા બેઠક ઉપર પિતા માટે લાડકવાઈ દીકરી પ્રચાર ના જંગ માં
વિધાનસભા ની ચૂંટણી નો જંગ જામ્યો છે.ઉમેદવારો જોરશોર થી પ્રચાર કરી રહ્યાં છે.રાજકીય પક્ષો ના ઉમેદવારોના પરિવારજનો પણ પ્રચાર માં જોડાયા છે વાત કરીએ પોરબદર ના કુતિયાણા વિધાનસભા ની તો કોંગ્રેસ ના ઉમેદવાર નાથાભાઇ ઓડેદરા ના પ્રચાર માટે કેનેડા થી તેમની દીકરી ખાસ પ્રચાર માટે આવી છે અને પિતા ની સાથે ખેભે થી ખભો મિલાવી પ્રચાર કાર્ય માં જોડાઈ છે.
પોરબંદર જિલ્લા માં સુરક્ષા અને સુવિદ્યા સાથે લોકશાહી નું પર્વ ઉજવાશે. વિધાનસભા ની ચુંટણી નુ પ્રથમ તબકકા નુ મતદાન તા ૧ ડીસેમ્બર ના રોજ યોજાનાર છેે જેમા પોરબંદર જીલ્લા ની પોરબંદર અને કુતિયાણા એમ બે વિધાનસભા ની બેઠક ની ચુંટણી ને લઈ તંત્ર દવારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામા આવી છે. મતદાન ની પ્રકિ્રયા ને લઈ પોરબંદર જીલ્લા કલેકટર અશોક શમર્ા એ એક પત્રકાર પરીષ્ાદ નુ આયોજન કયર્ુ હતુ જેમા વિગતો આપતા કલેકટર અશોક શર્મા એ જણાવ્યુ હતુ ક ે પોરબંદર જીલ્લાની પોરબંદર અને કુતિયાણા એમ બે વિધાનસભા બેઠક ઉપર ૪.૯ર લાખ મતદારો છે. અને ૪૯૪ મતદાન મથકો છે.
પોરબંદર માં જીવાભાઈ ભૂતિયા એટલે સેવાનો જીવ
રાજકારણ મા વર્ષો સુધી રહી અને લોકોની સેવા કરવા ની સાથે સમાજ સેવા સાથે જોડાયેલુ વ્યકિત્વ એટલે જીવાભાઈ ભુતીયા આ સેવાના માણસે કોરોના કાળ મા અનેક લોકો ને અનાજ આપી અનોખો સેવા યજ્ઞ કરી અને મદદરૂપ થયા હતા જીવાભાઈ ભુતીયા દવારા આગામી દીવસો મા જરૂરીયાતમંદ બેહેનો ને સાડી અને દીકરીઓ ને ડ્રેસ આપવાનુ આયોજનકર્યું છે. આ માટે બહેનો અને દીકરીઓ આગામી તા ર૧-૧૧-ર૦રર સુધીમા પોતાના નામ નોધાવાના રહેશે
પોરબંદર માં શિકારી કોણ ?
પોરબંદર મા છેલ્લા કેટલાક દીવસ થી સિંહે પડાવ નાખ્યો છે. અને પશુઓ ના મારણ પણ કરી રહયા છે. સિંહ દવારા પશુઓના મારણ થઈ રહયા છે છતા વનવિભાગ દીપડા એ મારણ કર્યા નુ રટણ કરી રહયા છે. ત્યારે શિકારી કોણ તેવા સવાલો થઈ રહયા છે. તો બીજી તરફ સિંહના પુન: વસાવટ ને લઈ ને માંગણી પ્રબળ બની છે.
પંજાબ ના વાહન વ્યવહાર મંત્રી લાલસિંહ સાથે ખાસ વાતચીત
પંજાબ ના મંત્રી લાલજીસિંહ સાથે ખાસ વાતચીત
ગુજરાત માં અનેક મુશ્કેલી
27 વર્ષ થી ભાજપ નું શાસન છે હવે પરિવર્તન જરૂરી
યુવાનો અને બાળકોના ભવિષ્ય માટે આપ ની સરકાર જરૂરી
ગુજરાત માં આપ બહુમત મેળવશે: લાલસિંહ
પોરબંદર ની જનતા ની અનેક સમસ્યા
સુભાષનગર થી જનતા નો મિજાજ
પોરબંદર ખબર નો ખાસ કાર્યક્રમ શુ છે જનતા નો મુડ
સુભાષનગર ની જનતા નો મિજાજ
પ્રાથમિક સુવિધાઓ નો અભાવ
માછીમારો ના પ્રશ્નો નો ઉકેલ ક્યારે
કેટલાક વિકાસ ના કામો પણ થયા નું સ્થાનિકો કહેવું
રોજગારી આપવા માંગ
શુ છે? પોરબંદરની જનતા નો મિજાજ
પોરબંદર ખબર નો ખાસ કાર્યક્રમ
શુ છે? જનતા નો મિજાજ
પોરબંદર ની મહિલાઓ એ આપ્યા પ્રતિભાવ
જીવન જરૂરી વસ્તુ ને લઈ પ્રતિભાવ
મોંઘવારી.ઉદ્યોગ અને રેઢિયાળ પશુઓ ના મુદ્દે પ્રતિભાવ
જે સરકાર આવે તે મોંઘવારી ઘટાડે તેવી માગણી
પોરબંદર ના ક્યાં વિસ્તારમાં દીપડા એ મચાવ્યો આતંક ?
પોરબંદરના સીમાડે વન્યપ્રાણીઓના પડાવ થી ભય નો માહોલ જોવા મળી રહ્યો છે દીપડા ની રંજાડ અવાર નવાર જોવા મળે છે ત્યાં વન નો રાજા સિંહ પણ પોરબંદર નો મેહમાન બન્યો છે દીપડા એ ચાળેશ્વર મન્દિર નજીક ભય ફેલાવ્યો છે પશુઓના મારણ કરતા સ્થાનિક ખેડૂતો અને માલધારીઓ માં ભારે રોષ જોવા મળી રર્હ્યો છે .
છાયા ની નર્સિંગ સ્કૂલ માં આરોગ્યપ્રદ આહાર માટે
પ્રદર્શન યોજાયું
પોરબંદર છાયા માં આવેલ શ્રી સ્વામિનારાયણ આર. પી. બદયાણી અને એસ.આર. બદયાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે પ્રથમ વર્ષ ના BHC નર્સિંગ GNM અને ANM ના વિધાર્થીઓ દ્વારા અવર ન્યુટ્રીસિયન ઇઝ અવર મેડીસન થીમ પર જુદા જુદા ફૂડ ઓરગેનાયજ કરવાનું ખાસ આયોજન કોલેજ ખાતે કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓ દ્વારા જુદા જુદા ખાસ પ્રકારના ડાયગનોસિસ ને અનુસાર દર્દીઓને ક્યાં પ્રકારનું ફૂડ આપવામાં આવે એ માટે સંપૂર્ણ જ્ઞાન અને અનુભવ આપવામાં આવેલ હતા. વિદ્યાર્થીએ સ્વ મેહનતે આ એકજીબીશન નું આયોજન કર્યું હતું .
પોરબંદર બેઠક ઉપર કોંગ્રેસ માંથી મોઢવાડિયા મેદાને
કોંગ્રેસ ના દિગ્ગજ નેતા અર્જુનભાઈ મોઢવાડીયા 1994 થી આ બેઠક ઉપર સતત ચૂંટણી લડી રહ્યા છે. બે વખત તેમની ભવ્ય જીત થઈ છે તો ગત વિધાનસભા માં તેઓ ફક્ત 1855 મત થી જ પરાજિત થયા હતા. આ વખતે પણ કોન્ગ્રેસ એ તેમને ટિકિટ આપી છે જો કે આમ તો તેમનું નામ પહેલે થી નિશ્ચિત હતું..
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software