પોરબંદરમા મહેર સમાજનો રાસ ઉત્સવ સુવર્ણ પ્રકાશથી કેમ ઝગમગી ઉઠયો
પોરબંદરમા ઇન્ટર નેશનલ મહેર સમાજ દ્રારા રાસોત્સવ
પાંચમા નોરતે મહેર સમાજના ટ્રેડીશ્નલ ડ્રેસ સાથે રાસ
ભાઇઓએ મણિયારો રાસ રજુ કર્યો તો બહેનોએ રાસડા
આજ યુવામા પણ મહેર સમાજની પરંપરા યથાવત
મહેર જ્ઞાતિના પુસ્તકનુ વિમોચન કરવામા આવ્યુ
વિવિધ સમાજ અને સંસ્થાના આગેવાનો ઉપસ્થિતી
જય લીરબાઇમા અને પુતીઆઇનો ઉદઘોસ
પોરબંદરના કુછડી ગામની પ્રાચીન ગરબી જુઓ
પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમા પ્રાચીન ગરબીનુ આયોજન
કુછડી ગામે પ્રાચીન ગરબીમા બાળાઓ ગરબે ધુમે છે.
મહેર જ્ઞાતિના પરંપરાગત પહેરવેશ સાથે રાસ રજુ કર્યા
લીમડાના ઝાડ નીચે ભવાનીનુ પૌરાણિક સ્થાન
ચોકમા આવેલા લીમડાને ફરતે રમે છે રાસ
સમસ્ત કુછડી ગ્રામજનો દ્રારા ગરબીનુ આયોજન
પોરબંદરમા ભદ્રકાળીની પ્રાચીન ગરબીની અનોખી પરંપરા
પોરબંદરમા ભદ્રકાળીની પ્રાચીન ગરબી આસ્થાનુ કેન્દ્ર
99 વર્ષ જુની પ્રાચીન ગરબી
અહી માત્ર પુરૂષો જ માથે ટોપી પહેરીને રાસ રમે છે
સાઉન્ડના ઘોઘાટ વિના ગરબાના તાલે રાસ
ગાયકો ગરબા બોલે છે અને રમનારા જીલે છે
તબાલા અને હાર્મોનીયમના તાલે ગરબા
પોરબંદરમા નવરાત્રી પૂર્વ કારીગરોએ બનાવ્યા માટીના ગરબા
પોરબંદરમા નવરાત્રીના પર્વની ઉજવણી
કારીગરો દ્રારા માટીના ગરબા તૈયાર કરવામા આવ્યા
આજે પણ કારીગરો દ્રારા બનાવામા આવે છે ગરબા
ગોપાલ માવદીયા વર્ષોથી બનાવે છે માટીના ગરબા
રૂ 30થી 500 સુધીના ગરબા ઉપલબ્ધ
કાળી માટી,ડટ અને ખાડીના કાદવામાંથી બને છે ગરબા
પોરબંદરમા ચૈત્ર નવારાત્રીમા બોલે છે ગરબાની રમઝટ
હાલ ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે ત્યારે માઇ ભકતો દ્વારા માતાજીની
પૂજા, અર્ચના અને આરાધના કરવામાં આવી રહી છે. પોરબંદરમાં ખારવા
સમાજ દ્વારા ચૈત્ર નવરાત્રીની ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે
જેમાં ખારવા સમાજ દ્વારા ગોર માવડીની આસ્થાભેર સ્થાપના કરવામાં આવે
છે. અને અમાસથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ જાય છે. ચૈત્ર સુદ ચોથ સુધી
આ નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે જેમાં ચૈત્ર સુદ ત્રીજ સુધી આ
ઉજવણી કરવામાં આવે છે અને ચૈત્ર સુદ ચોથના દિવસે ગોર માવડીનુ
પૌરાણીક કેદાર કુંડમાં વિસર્જન કરવામાં આવે છે. આ ચૈત્રી નવરાત્રી દરમ્યાન
ખારવા સમાજની બહેનો દ્વારા રાત્રીના સમયે ગરબે રમી અને માતાજીની
આરાધના કરવામાં આવે છે.
પોરબંદરમાં સમસ્ત ખવાસ જ્ઞાતિ દ્વારા શરદોત્સવ ની ભવ્ય ઉજવણી
નવરાત્રિની ભક્તિભાવ સાથે ઉજવણી બાદ શરદ ઉત્સવનું પણ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરમાં સમસ્ત ખવાસ જ્ઞાતિ પોરબંદર-છાંયા દ્વારા પી.જી. છાત્રાલય ખાતે શરદ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. ટોપ-૧૦ ઉપરાંત પ્રિન્સ-પ્રિન્સેસને અઢળક ઇનામો આપીને સન્માનીત કરવમાં આવ્યા હતા. તો આ અવસરે યોજાયેલી ગરબા અને આરતી શણગારની સ્પર્ધામાં પણ બહેનોએ ઉત્સાભેર ભાગ લીધો હતો.
પોરબંદરની ગોઢાણીયા કોલેજ માં રાસ ની રમઝટ
નવરાત્રી ના પાવન પર્વે કૈક પોરબંદર ના આંગણે અનેરી જ ધૂમ મચાવી છે નવરાત્રી ના શરૂઆત થી જ સૌ કોઈ મન મસ્ત બની અને થનગની રહ્યા છે ગલી ગરબા થી લય ને મોટા મોટા રાસોત્સવ માં સૌ કોઈ ગરબે ઘૂમી નવરાત્રી ના ભવ્ય આયોઅજન ને માણી રહ્યા છે ત્યારે પોરબન્દર ની સદા કોલેજો ખાતે પણ નવરાત્રી ઉત્સવ નું આયોઅજન થઈ રહ્યું છે.
પોરબંદર પોલીસ થી ધધાર્થીઓ કેમ થયા પરેશાન
તહેવારો ના ધમધમાટ વચ્ચે પોરબંદર પોલિશ તરખાટ મચાવી રહી હોવાના શૂર પોરબન્દર શહેર માંથી ઉઠી રહ્યા છે એક બાજુ કોરોના ના બે વર્ષ બાદ તહેવારો ની ઉજવણી લોકો કરી રહ્યા છે ત્યારે પોરબંદર પોલિશ ની મનમાની જાણે લોકોના રંગ માં ભન્ગ નાખી રહી હોવાનુ હાલ તો પ્રતીત થઈ રહ્યું છે.
નવરાત્રી ના આગમન ના પગલે સૌ કોઈ ના મન જાણે. થનગની રહયા છે.અને નવલા નોરતા ની પધરામણી થતા જ સૌ કોઈ માં જગદંબા ની આરાધના કરવા આતુર બન્યા છે.પોરબંદર માં અનેક રાસોત્સવ દ્વારા ખેલૈયાઓ માટે ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે પોરબંદર મહેર સમાજ દ્વારા પણ મહેર જ્ઞાતિના ખેલૈયાઓ માટે અને સમસ્ત મહેર જ્ઞાતિ માટે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે
પોરબંદર મા નવરાત્રી પૂર્વે ઉત્સવ નો માહોલ
પોરબંદર શહેર અને ગરબા પ્રેમીઓ ગરબે ઝૂમવા થનગની રહ્યા છે. અને નવરાત્રી ના પર્વ ના આગમન ને લય ને ભવ્ય સ્વાગત પોરબંદર કરી રહ્યું છે. પોરબંદર ના ઉત્સવ ગરબા કલાસ દ્વારા વેલકમ નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ખેલૈયાઓ મન ભરી ને ગીતો ના તાલે જુમ્યા હતા. અને નવલા નોરતાના સ્વાગત માટે હરખભેર થનગની રહ્યં છે.
પોરબંદર માં બે વર્ષ બાદ કેવું છે અર્વાચીન રાસ નું આયોજન
પોરબંદર શહેર હાલ તો નવરાત્રી ના ઉત્સવ ની તૈયરીઓ માં લાગ્યું છે. ખાસ કરી ને નવરાત્રી ને બસ ગણતરી નો જ સમાય બાકી છે ત્યારે પોરબંદર શેર તૈયરીઓ ના જોશ માં હાલ તો જામ્યું છે અને ચારે કોર નવલા નોરતા ના આગમન ની તૈયરીઓ થી શહેર ઝગમગી રહ્યું છે. એક બાજુ ઘણા લાંબા વિરામ બાદ ખેલૈયાયાઓ મન ભરી ને ઝૂમશે ત્યારે ગરબા પ્રેમીઓના મન તો જાણે અત્યાર થી જુમી રહ્યં હોય તેવું લાગી રહ્યું છે.
પોરબંદર ના દિવ્યાગો ઘૂમ્યા ગરબે
હરેક વાર બને તહેવાર , જો સેવાભાવનાનો હોય શણગાર, ત્યારે આજ વાત ને સાર્થક કર્યું છે એન.એસ.યુ,આઈ. ના સભ્યો એ હાલ નવરાત્રી ના પર્વ નો ઉલ્લાસ ચારે કોર જોવા મળી રહ્યો છે ત્યારે એન.એસ.યું.આઈ દ્વારા આજ રોજ શીશુકુંજ ના બાળકો સાથે નવરાત્રી નું આયોજન કર્યું હતું.
પોરબંદર આધુનિક યુગ માં ચાકડા માં બને છે ગરબા
માં જગદંબા ની આરાધના કરવા સૌ કોઈ હરખભેર નવલા નોરતા ની એ રાતો ની રાહ જોઈ રહ્યા છે. નવરાત્રી નું પર્વ જાણે ભક્તિ અને શક્તિ નો અનેરો સંગમ રહ્યો છે ત્યારે નવ દિવસ સૌ કોઈ માં અંબા ની આરાધના કર છે ઘેર ઘેર માં ના સમીપે ગરબો પધરાવી અને મન્દીરો અને હરેલ ઘર દીવડાઓથી ઝગમગી ઉઠ છે. આ ગરબો અને દિપક માં અંબા ની ભક્તિ અને શક્તિ નું સ્વરૂપ છે
ગરબારસિકો જાણે નવા જોમ અને જુસ્સા થી બે વર્ષ બાદ યોજાય રહેલ ભવ્ય નવલા નોરતા ને માણવા આતુર બન્યા છે નવરાત્રી ના પર્વ ને જાણે ઓળઘોળ બની અને વધાવી રહ્યં છે નવલા નોરતા ના સ્વાગત માં મન જાણે મોર બની ને થનગનાટ કરી રહ્યં છે.
ગરબા કે જે છે,, ગરવી ગુજરાત નું ગર્વ જેના આગમન થી થનગન્યા ખેલૈયાઓના મન એ નવરાત્રી નું પર્વ પોરબંદર વાસીઓ જાણે નવલા નોરતા ના આગમન માં જાણે મન મૂકી ને વધામણાં કરી રહ્યા છે ત્યારે રોટરેક ક્લ્બ દ્વારા વેલકમ નવરાત્રી 2022 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software