પોરબંદર સરકારી ભાવસિંહજી હંમેશા તબીબોની ધટ બાબતે વિવાદમો રહી છે.
હવે મેડીકલ કોલેજ કાર્યરત થયા બાદ તબીબો સંખ્યામા પણ વધારો થયો છે. કેટલાક ગુટલીબાજ તબીબોના કારણે આજે પણ દર્દીઓ હેરાન પરેશાન થઇ રહ્યાં છે. કેટલાક તબીબો જવાબદાર અધિકારીઓનું સાંભળતા ન હોય તેવી ચર્ચાઓ થઇ રહી છે. આજે તારીખ 12-12-2024ના રોજ ભાવસિંહજી હોસ્પિટલના એનસીડી વિભાગ બહાર દર્દીઓની કતાર લાગી હતી અને અંદર જુનિયર ડોકટરો દર્દીઓની તપાસણી કરી રહ્યાં હતા. પરંતુ એમડી ડોકટરોની હાજરી જોવા મળી ન હતી. દર્દીઓ પુછતા હતા કે ભાઇ એમડી ડોકટર આવશે તો બેસીએ પણ આહ્યાં તો રામ રાજ્યને પ્રજા સુખી જેવી સ્થિતિ હતી. જેમની ડયુટી હતી તે તબીબી હાજર ન હોવાથી દર્દીઓ હેરાન પરેશાન થયા હતા. આ મામલે જ્યારે એક ઉચ્ચ અધિકારીને પુછતા તેમણે તે તબીબને ફોન કર્યો પણ તે સમયે તે તબીબે ફોન ઉપાડવાની તસ્તી ના લીધા નજરે પડયુ હતુ. પોરબંદરમા સરકારે મેડીકલ શરૂ કર્યા બાદ વિવિધ રોગના નિષ્ણાંત ડોકટરોની નિમણૂક કરી છે.પરંતુ કેટલાક ડોકટરો હોસ્પિટલમાં હાજર રહેતા નથી ને સરકારનો તગડો પગાર ખિસ્સામાં નાખતા હોવાની ચર્ચા જોવા મળી રહી છે. ત્યારે સરકારી હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ આ બાબતથી અજાણ છે કેમ ? વિવિધ રોગના નિષ્ણાંત ડોકટરોની આશાએ પોરબંદર સહિત જિલ્લાભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવતા હોય છે પરંતુ કેટલાક એમડી ડોકટરો ફરજ પર હાજર રહેતા ન હોવાનું કહેવાય છે.
Read Moreપોરબંદર જીલ્લા રોગચાળાએ કેમ લીધો ભરડો..
પોરબંદર જિલ્લામા રોગચાળાએ ભરડો લીધો
ચોમાસાના સમયમા રોગચાળો વકર્યો
સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય
નિયમિત 500 જેટલી ઓપડી
પાણીજન્ય રોગચાળો
પુરતા તબીબો છતા હોસ્પિટલમા લાંબી લાઇન
પોરબંદરમા જંગલી સુવરે શ્રમિકને ફાડી ખાધો
પોરબંદર શહેરમા સુવરનો આતંક
બાલાજી દંગા વિસ્તારમા યુવાન પર કર્યો હુમલો
શૌચક્રિયા કરવા ગયેલા યુવાન પર હુમલો
યુવાન નશાની હાલતમા હોવાથી સામનો કરી શકયો નહીં
ગંભીર રીતે ઘવાયેલા યુવાને સારવાર માટે ખસેડાયો
બનાવની જાણ થતા પાલિકા અને વનવિભાગ દોડયુ
સ્થાનીકોએ પથ્થર મારતા સુવરનુ પણ મોત
પોરબંદરમાં ફાયર સેફટીની આગ કેમ ભભૂકી
પોરબંદરમાં ફાયર સેફટીને લઈ ચેકીંગ
મેડિકલ કોલેજમાં ચેકીંગ
મેડિકલ કોલેજમાં 46 સિલિન્ડર એક્સપાયરી ડેટના
અન્ય ખાનગી હોસ્પિટલમાં ચેકીંગ
અનેક સ્થળે બેદરકારી સામે આવી
ફાયર સેફટી ચેકીંગને લઈ ફફડાટ
પોરબંદરના સાંસદ કેમ હોસ્પિટલે દોડી ગયા
પોરબંદરના સાંસદ રમેશભાઇ ધડુક હોસ્પિટલે પહોંચ્યા
કેમીકલ પીવાથી અસરગ્રસ્તોના ખબર અંતર પૂછયા
જીલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા સાથે જોડાયા
કેમીકલ પીવાથી બેના મોત સાત સારવારમા
કેમીકલ પીવાથી અસરગ્રસ્ત માટે અલગ વોર્ડ
સાંસદની સાથે ભાજપના આગેવાનો જોડાયા
પોરબંદરની સરકારી હોસ્પિટલમા કેવી છે બેદરકારી જુઓ..
પોરબંદરની સરકારી હોસ્પિટલમા ઘોર બેદરકારી
પોરબંદર કોગ્રેસ દ્રારા આક્ષેપો કરવામા આવ્યા
ઓપરેશન થિયટરમા ફયુરીગેશન મશીન બંધ હાલત
કોગ્રેસ દ્રારા ફયુરીગેશન મશીન આપવામા આવ્યુ
અન્ય મેડીકલ સાધનોનો અભાવ જોવા મળી રહયો છે
પોરબંદરની સરકારી હોસ્પિટલમા રામ નામનો કોણે કર્યો જયજયકાર
પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ઇ.સી.જી. ટેકનિશ્યન, લેબ ટેકનિશ્યન સહિત ઓપરેટરો મળી ૧૮ જેટલા કોન્ટ્રાકટ બેઇઝ કર્મચારીઓને છુટા કરી દેવાયા હતા. તેઓ બારથી પંદર વર્ષથી અહીં ફરજ બજાવી રહ્યા છે. પોરબંદરમાં મેડિલક કોલેજ મંજૂર થઇ ગયા બાદ હવે હોસ્પિટલનું વહિવટી સંચાલન બદલાઇ ગયું હોવાથી રોગી કલ્યાણ સમિતિ તેને પગાર ચૂકવી શકે નહીં તેમ જણાવીને આ કર્મચારીઓને છુટા કરી દેવાયા હતા આથી તેઓની રજૂઆત મળતા રામદેવભાઇ મોઢવાડીયા તાત્કાલિક હોસ્પિટલે દોડી ગયા હતા અને રામદેભાઈ મોઢવાડીયા સહિતના આગેવાનો સીવીલ સર્જનની ઓફીસ બહાર ધરણા ઉપર બેસી ગયા હતા અને રામધુન બોલાવી હતી અને કર્મચારીઓને પરત લેવાની જયાં સુધી ખાતરી નહી મળ ત્યાં સુધી ધરણા પર બેસવાનો નિર્ણય કર્યો હતો
પોરબંદર જીલ્લાની સરકારી હોસ્પિટલમા દર્દી કેમ પીડાય છે
પોરબંદરની જિલ્લા કક્ષાની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં છેલ્લા અઢી માસથી ઓનલાઈન કેસ કાઢવાનું બંધ છે. આજ રીતે જિલ્લાનાં સી.એચ.સી. અને પી.એચ.સી.માં ઓનલાઈન કેસ કાઢવાની કામગીરી ઠપ્પ થઈગઈ છે. ઓનલાઈન કેસ કાઢવા માટે નવું સોફ્ટવેર અપડેટ કરવામાં આવ્યુું છે જેનાં કારણે આ સમસ્યા સર્જાઈ હોવાનુંંં ભાવસિંહજીનાં આરએમઓ એ જણાવ્યું હતું. પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર લેવા માટે આવે છે
પોરબંદરમા આખલાના આંતક થી મોતનો માતમ
પોરબંદર શહેરમાં આખલાઓનો ત્રાસ રોજીંદો બની ગયો છે. અવાર-નવાર યુધ્ધે ચડીને રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લેવાની ઘટના બને છે. તેમાં કેટલાંક કિસ્સાઓમાં લોકો મોતને પણ ભેટે છે. આવો જ એક કિસ્સો નરસંગ ટેકરી પ્રજાપતી સમાજની વંડી પાસે બન્યો છે. સ્કુટર લઈને જતાં એક વૃધ્ધને ખુટીયાએ અડફેટે લેતાં ગંભીર ઈજા થતાં વૃધ્ધનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જયારે ચોપાટી નજીક એક યુવાનને હડેફટ લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યો હતો અને તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખેસેડવામા આવ્યો હતો
પોરબંદરમા વેપારીએ કેમ કર્યો આપઘાતનો પ્રયાસ
પોરબંદરનાં વાડી પ્લોટ વિસ્તારમાં રહેતા અને મચ્છીનો વ્યવસાય કરતા એક પ્રોઢૈ ઝેરી દવા પી અને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આઠ-દશ લોકો પાસે ઉઘરાણી બાકી હોય અને તે પૈસા નહીં આપતા આ વેપારીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
પોરબંદર મહિલા પોલીસને સો-સો સલામ
પોરબંદરમાં સાસરીયાએ ગર્ભવતી મહિલાને તરછોડી દેતા પોલીસે પ્રસુતિ સમયે પિયર પક્ષની જવાબદારી નિભાવી છે. પોલીસે પિયર પક્ષ બની ગર્ભવતી મહિલાની પ્રિ મેચ્યોર ડિલિવરી સિઝેરિયન કરાવવાનું પ્રેરણાદાય સત્કાર્ય કર્યું છે.
પોરબંદરમાં ગર્ભવતી મહિલાનું પિયર પોલીસ બની હોવાનો પ્રેરણાદાય કિસ્સો સામે આવ્યો છે. મહિલા ગર્ભવતી હોય અને તેને સાસરીયાએ તરછોડી દીધી હોવાનો બનાવ બન્યો છે.
પોરબંદરમાં ઠડી વાયરલ
પ્પોરબંદર સહિત રાજ્યભરમાં આકરી ઠંડી પડી રહી છે. જેના કારણે જનજીવન પ્રભાવીત થયું છે. સાથે સાથે લોકોના આરોગ્ય ઉપર પણ અસર પડી છે. પોરબંદર શહેર અને ગ્રામ્ય
વિસ્તારોમાં તાવ, શરદી અને ઉધરસના દર્દીઓમાં વધારો થયો છે. જાે કે વાયરલને કારણે આ અસર જાેવા મળી રહી છે.
પોરબંદર મા કોરોના સામે લડવા કેટલા સજજ તે અંગે મોકડ્રીલ યોજાઈ
કોરોનાના ફરી ડાકલા વાગવા લાગ્યા છે ત્યારે કોરોના સામે
લડવા માટે સરકાર અને તંત્ર સજજ બન્યુ છે. કોરોના આક્રમણ કરે તો
તેમની સામે લડવા માટે કેટલા સક્ષમ છીએ અને કયાં પ્રકારની તૈયારીઓ
છે. તે અંગેની એક મોકડ્રીલ આજે પોરબંદરની ભાવસિંહજી
હોસ્પિટલમાં યોજવામાં આવી હતી.
પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં જિલ્લાભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. કેટલીક સુવિધાને અભાવે દર્દીઓને મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે અને હવે કોરોનાના ભણકારા વાગવાનું શરુ થઈ ગયુ છે. ત્યારે જિલ્લા કક્ષાની ભાવસિંહજી હોસ્પિટલની પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાએ મુલાકાત લીધી હતી
પોરબંદર ની રૂપાળી બા લેડી સરકારી હોસ્પિટલ ખાતે કાયમી ગાયનેક ન હોવાને કારણે અનેક મુશ્કેલી દર્દીઓ ને પડી રહી હતી ત્યારે રજુઆત બાદ લેડીઃ હોસ્પિટલ ખાતે ગાયનેક ની જગ્યા પર ઉદયપુર ખાતે સરકારી હોસ્પિટલ માં ફરઝ બજાવતા ગાયનેક ડો જાનકી કાનાણી ને ફરઝ પર મુકવામાં આવ્યા છે
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software