કાંધલભાઈ ના પ્રયાસો થી ઘેડ ના ખેતરો છલકાશે. પોરબંદર જીલ્લા ના ધેડ પંથક ના ખેડુતો ને ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા એ જીત ની ભેટ આપી હોય તેમ ભાદર-ર ડેમ માંથી ૧પ૦ એમસીએફટી પાણી પોતાના ખર્ચે છોડવાતા ધેડ પંથક ના ખેડુતોના ખેતરો ની સાથે તેમના હૈયા પણ છલકાઈ ઉઠયા છે અને જગતના તાતે ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાનો આભાર વ્યકત કર્યો હતો.
પોરબંદર માં મોઢવાડીયા ની જીત પગલે સમર્થકો ગેલ માં
પોરબંદર વિધાનસભા બેઠક નુ પરીણામ આજે જાહેર થયુ હતુ આ બેઠક ઉપર અર્જુનભાઈ મોઢવાડીયા એ ૮૩૯૪ મતો થી જીત મેળવતા તેમના કાર્યકરો મા ભારે ખુશી જાેવા મળી હતી અને ભવ્ય વિજય સરધસ નિકળ્યુ હતુ અને કાર્યકરો જુમી ઉઠયા હતા પોરબંદર બેઠક ઉપર આત્યાર સુધી કોઈ એ હેટ્રીક મારી નથી તે અભિષાપ ચિરતાર્થ થયો તેવી ચર્ચા પણ શહેર મા થઈ રહી છે.
કુતિયાણા કાંધલભાઈ પર ભરોસો અકબંધ
આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં સૌથી ચર્ચામાં રહેલી હોય તો તે ગોંડલ અને કુતિયાણ વિધાનસભા હતી. કારણ કે આ બેઠક ઉપર તાકાતવર નેતાઓ ચૂંટણી લડતા હતા. કુતિયાણાની આ હાઈપ્રોફાઈલ બેઠક ઉપર ચોપાખિયો જંગ હતો. જેમાં કોૅગ્રેસ, ભાજપ અને આપ જેવા મોટા રાજકીય પક્ષોને પાછળ મુકી અને સમાજવાદી પક્ષમાંથી ચૂંટણી લડતા કાંધલભાઈ જાડેજાનો ભવ્ય વિજય થયો છે. આ સપાની સાયકલ કુતિયાણા વિધાનસભા બેઠક પર સોનાની બની ગઈ છે.
પોરબંદર જિલ્લામાં મતગણતરી ને લઈ તૈયારી
પોરબંદર પોલીટેક્નિક કોલેજ ખાતે થશે ગણતરી
પોરબંદર અને કુતિયાણા વિધાનસભા ની ગણતરી
100 જેટલા કર્મચારી જોડાશે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત
પોરબંદર અને કુતિયાણા બેઠક ઉપર કોની જીત? એકજ ચર્ચા
પોરબંદર માં હાર-જીત ને લઈ ને ચર્ચા
પોરબંદર અને કુતિયાણા વિધાનસભા બેઠક કોની જીત?
ગામ ના ચોરા થી લઈ શહેર ની ગલીઓ માં ચર્ચા
ઓછુ મતદાન કૉને ફળશે
મતદારો કોને જીત નો તાજ પહેરાવશે
પોરબંદર મતદાન બાદ ઉમેદવારો ની શુ છે પ્રતિક્રિયા
પોરબંદર વિધાનસભા બેઠક ઉપર કુલ 11 જેટલા ઉમેદવારો મેદાને હતા આ તમામ ઉમેદવારો નું ભાવિ મતદારો એ ઈવીએમ માં કેદ કરી દીધું હતું . પોરબંદર જિલ્લાના મતદારો માં પણ આજે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો . પોરબંદર ની બેઠક ઉપર થી ભાજપ ના ઉમેદવાર બ્બુભાઈ બોખીરીયા અને કોંગ્રેસ ના ઉમેદવાર અર્જુનભાઈ મોઢવાડીયા વચ્ચે સીધો જંગ હતો જોકે આ જીત ની લડાઈ માં આપ ના ઉમેદવાર જીવનભાઈ જુંગી કેટલા અસરદાર પુરવાર થાય છે તે કેવું મુશ્કેલ છે આજ શાંતિ પૂર્ણ રીતે મતદાન ની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.
પોરબંદર માં ક્યાં મતદાન કેન્દ્ર ઉપર 5 વાગ્યા પછી થયું મતદાન
પોરબંદર માં મતદારો માં ઉત્સાહ
પોરબંદર ના કેટલાક મતદાન મથક ઉપર ભીડ
મદ્રેસા અને બ્રાન્ચ શાળામાં મતદારો ની ભીડ
બ્રાન્ચ શાળા ખાતે 5 વાગ્યા બાદ પણ મતદાન
પોરબંદર માં મતદાન ને લઈ કેવો છે ઉત્સાહ જુઓ...
પોરબંદર ના લોકશાહી ના પર્વ ની ઉત્સાહ
સવાર થી મતદાન કરવા લોકો માં ઉત્સાહ
મતદાન શરૂ થાય તે પહેલાં મતદારો ની લાઈન
મતદાન કરી લોકો એ ખુશી ની લાગણી અનુભવી
પોરબંદર ભાજપ ના ઉમેદવાર બોખીરીયા એ મતદાન બાદ શુ કહ્યું.... ????
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નુ પ્રથમ તબક્કાનું મતદાન આજે યોજાયું હતું . આજ સવાર થી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો પોરબંદર વિધાન સભા બેઠકના ભાજપ ના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયા એ ભોજેશ્વર પ્લોટમાં આવેલા રૂપાળીબા શાળા ખાતેના મતદાન કેન્દ્રો ઉપર પોતાના પરિવાર સાથે મતદાન કર્યુ હતું. આ તકે બાબુભાઇ બોખીરીયા એ એવું જણાવ્યું હતું કે ભાજપ સરકારે ગુજરાત માં વિકાસ ના કામો કર્યાં છે અને ગુજરાત ની પ્રજા પણ વિકાસ ઈચ્છી રહી છે ત્યારે ૧૫૦ સીટ સાથે ભાજપ ફરી સરકાર બનાવશે.
પોરબંદર જિલ્લામાં લોકશાહી ના પર્વ ની ઉજવણી નો ઉત્સાહ
પોરબંદર માં લોકશાહી ના પર્વ નો ઉત્સાહ
પોરબંદર અને કુતિયાણા વિધાનસભા નું તા 1 ડિસેમ્બરે મતદાન
ચૂંટણી ને લઈ કર્મચારીઓ ફરજ પર રવાના
માધવાણી અને નવોદય ખાતે ડિસપેચ ની કામગીરી
કેલકટર અશોક શર્મા એ આપી માહિતી
પોરબંદરમાં પ્રચારના ભૂંગળા અને લગ્નના ઢોલ વચ્ચે તેજી ની શરણાઈ ગુંજી
હાલ વિધાનસભા ની ચૂંટણી નો જંગ જામ્યો છે તો બીજી તરફ લગ્નસરા ની સીઝન ખીલી છે એટલે કહી શકાય કે ચૂંટણી પ્રચારના ભૂંગરા , લગનના ઢોલ વચ્ચે ક્યાંક તેજી ની શરણાઈ પણ વાગી રહી હોય તેવી ચર્ચા પોરબંદરમાં જોવા મળી રહી છે ઉધોગો ના અભાવે મંદી ની નાવ અવારનવાર હાલકડોલક થાય છે જોકે ચૂંટણી અને લગ્નસરા ની સીઝન ને કારણે પોરબંદર ના અર્થતંત્ર ને થોડું બળ મળ્યું હોય તેવું લાગી રહ્યું છે.
કુતિયાણા બેઠક ઉપર પિતા માટે લાડકવાઈ દીકરી પ્રચાર ના જંગ માં
વિધાનસભા ની ચૂંટણી નો જંગ જામ્યો છે.ઉમેદવારો જોરશોર થી પ્રચાર કરી રહ્યાં છે.રાજકીય પક્ષો ના ઉમેદવારોના પરિવારજનો પણ પ્રચાર માં જોડાયા છે વાત કરીએ પોરબદર ના કુતિયાણા વિધાનસભા ની તો કોંગ્રેસ ના ઉમેદવાર નાથાભાઇ ઓડેદરા ના પ્રચાર માટે કેનેડા થી તેમની દીકરી ખાસ પ્રચાર માટે આવી છે અને પિતા ની સાથે ખેભે થી ખભો મિલાવી પ્રચાર કાર્ય માં જોડાઈ છે.
પોરબંદર માં યોગી આદિત્યનાથ એ સભા સંબોધી. પોરબંદર મા ભાજપના ઉમેદવાર બાબુભાઈ બોખીરીયા ના સમર્થનમા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ની જાહેરસભાનુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમાં યોગી આદિત્યનાથ એ ભાજપ ની સિધ્ધીઓ ને વર્ણવી હતી પોરબંદર મા ચુંટણી નો જંગ જામ્યો છે. ભાજપ ના ઉમેદવાર બાબુભાઈ બોખીરીયા એક જાહેરસભા નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ખાસ ઉપસ્િથત રહયા હતા અને તેમણે જાહેરસભાને સંબોધી હતી યોગી આદિત્યનાથે શરૂઆત ગુજરાતી બોલી ને કરી હતી તેમતે સુદામાજીના પરમ મિત્ર ભગવાનશ્રી કૂષ્ણ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ને યાદ કર્યા હતા.
પોરબંદર ચૂંટણી પ્રચારના જંગમાં મહિલાઓ મેદાને.પોરબંદરવિધાનસભા ની બેઠક ઉપર ભાજપ અને કોગ્રેસ વચ્ચે જંગ જામ્યો છે.ચુંટણી પ્રચાર પણ જોરશોર થી થઈ રહયો છે.તેમા મહીલાઓ પણ પ્રચાર મા જોડયા છે.અને ઘરેઘરે ફરી અને પ્રચાર કરી રહયા છે.
સામાન્ય રીતે મહીલાઓ ઘર-પરીવાર ની જવાબદારી સંભાળે છે. જોકે હવે દરેક ક્ષોત્ર મા મહીલા પુરૂષ્ા સમોવડી બની છે. રાજકારણ ગ્રામ પંચાયત થી લઈ સાંસદ ની ચંુટણી મહીલાઓ લડે છે. પોરબંદર ની વાત કરીએ તો પોરબંદર વિધાનસભા બેઠક ઉપર ભાજપ માંથી બાબુભાઈ બોખીરીયા ચુંટણી લડી રહયા છે મહીલા ભાજપ ની મહીલા દવારા તેમના સમર્થન પ્રચાર કરી રહી છે. ભાજપ મહીલા મોરચા ના બહેનો એ એવુ જણાવ્યુ હતુ પરીવાર ની જવાદારી ની સાથે રાજકારણ મા જોડાયા છીએ બન્ને જવાબદારી બરોબર સંભાળીએ છીએ વધુ મા એમ પણ જણાવ્યુ હતુ પોરબંદરના વિકાસ મા ભાજપ નો સિંહ ફાળો છે.
પોરબંદરમાં ચૂંટણી પ્રચારમાં કોનું બલે .... બલે .....?????
વિધાનસભા ચૂંટણી ના પ્રચાર માં સૌ કોઈ એ જંપલાવ્યું છે આમ આદમી પાર્ટી ના પોરબંદર વિધાનસભા ના દિગજનેતા જીવનભાઈ જુંગી એ પણ ચૂંટણી પ્રચાર નો જંગ જોર શોર થી વધાવ્યો છે ............ ગુજરાત આ ગરબા વચ્ચે પંજાબીઓના બલે ....બલે....... એ ચૂંટણી જંગ ને રસપ્રદ બનાવ્યો છે .......
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software