પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પોરબંદર જિલ્લામાં કુલ-૫૫,૦૧૮ ખેડૂતો એક્ટિવ નોંધાયેલ છે જેમાંથી કુલ- ૩૧,૭૪૩ ખેડૂતોએ ઇ-કેવાયસી કરેલ છે અને હજી પણ કુલ- ૨૩,૨૭૫ ખેડૂતો નું ઇ-કેવાયસી બાકી રહેવા પામેલ છે. આથી આગામી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળના ૧૩ મા હપ્તો મેળવવા માંગતા તમામ બાકી રહેતા ખેડૂતમિત્રોને ઇ- કેવાયસી ફરજિયાત કરાવવા જિલ્લા ખેતીવાડી અધિકારી ત્રિવેદીએ જણાવેલ છે. જે
પોરબંદર શહેર મા ભરશિયાળે પીવાના પાણી ની સમસ્યા વિકરાળ બની છે અને પાણી ના મુદે મહીલાઓ રણચંડી બની હતી અને પાલીકા કચેરી ખાતે માટલા ફોડી અને આક્રોશ વ્યકત કર્યો હતો અને પાલીકાના સતાધીશો સામે સુત્રોચ્ચારો કર્યા હતા
પોરબંદર જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે. આ અંગેનો એક એક્શન પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની દ્વારા પોરબંદર જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવી છે કે આગામી ૩૧ ડિસેમ્બરના તહેવારની અલગ અલગ જગ્યાઓએ ઉજવણી કરવામાં આવનાર હોય જેને લઈને પોરબંદર પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
પોરબંદર વકીલ મંડળ દ્રારા ધારાસભ્ય કાંધલભાઈ નુ વિશિષ્ટ સન્માન
પોરબંદર ડીસ્ટ્રીકટ બારો એશોએશીએશન દ્રારા કુતિયાણા ના ઘારાસભ્ય કાંધલભાઈ જાડેજાનુ ખાસ વિશિષ્ટ સન્માન કરવામા આવ્યુ હતુ બાર એશોના હોલ મા સન્માન ના કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ વકીલ મંડળ દ્રારા હારતોરા કરી અને અભિવાદન કરવામા આવ્યુ હતુ
પોરબંદર સહિત રાજ્યભરના માછીમારો અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. જેના કારણે મત્સ્યોદ્યોગને મોટો ફટકો પડ્યો છે. પોરબંદરના માછીમારોની પણ અનેક સમસ્યાઓ છે. ત્યારે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ સોમવારે બંદર વિસ્તારની મુલાકાત લીધી હતી અને માછીમારો સાથે વિવિધ પ્રશ્નોને લઈને ચર્ચા કરી હતી. મોઢવાડિયાએ માછીમારોને લઈને એવું જણાવ્યું હતું
પોરબંદર-છાંયા નગરપાલીકા ગતિશીલ બની હોય તેમ જાહેર
રસ્તા ઉપર આવેલી બીલ્ડીંગની સીડીઓ તોડી પાડવાની કામગીરી
બાદ હવે શહેરી ગલીઓમાં લગાડવામાં આવેલા ડેલા તોડવાની કામગીર
શરુ કરતા ભારે દેકારો બોલી ગયો હતો
ઓડદર જુરીના જંગલ મા આગ કોણ ચાંપે છે.
પોરબંદર નજીક ના ઓડદર પાસે આવેલા જુરીના જંગલ છેલ્લા મા બે દીવસ થી આગની ધટના બની રહી છે.સોમવારે આગ લાગ્યા બાદ મંગળવારે પણ આગ ની ધટના બની હતી વારંવાર લાગતી આગ ને કારણે અનેક સવાલો ઉઠી રહ્યા છે..
પોરબંદર મા કોરોના સામે લડવા કેટલા સજજ તે અંગે મોકડ્રીલ યોજાઈ
કોરોનાના ફરી ડાકલા વાગવા લાગ્યા છે ત્યારે કોરોના સામે
લડવા માટે સરકાર અને તંત્ર સજજ બન્યુ છે. કોરોના આક્રમણ કરે તો
તેમની સામે લડવા માટે કેટલા સક્ષમ છીએ અને કયાં પ્રકારની તૈયારીઓ
છે. તે અંગેની એક મોકડ્રીલ આજે પોરબંદરની ભાવસિંહજી
હોસ્પિટલમાં યોજવામાં આવી હતી.
રાજકોટથી અપહરણ કરી ભાગેલા શખ્સો પોરબંદર સીમાડે ઝડપાયા
રાજકોટ-ગોંડલ ચોકડી પાસેથી ગોંડલ ખાતે રહેતા વાહીદ ઈબ્રાહીમ
નામના યુવાનનું ત્રણ શખ્સોએ કારમાં અપહરણ કર્યુ હતુ અને આ
શખ્સોને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં હતા.
પોરબંદરમાં નર્મદાનું પાણી નહિ મળતા પાણીની વિકરાળ સમસ્યા
પીવાના પાણી નો પોકાર ઉઠયો છે. શહેરના અનેક વિસ્તારોમા છેલ્લા દશ દીવસથી પાણી નહીં મળતા લોકોમા ભારે રોષ જાેવા મળી રહ્યો છે અને પાલીકા સામે લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે
શ્રી બાલા હનુમાન આશ્રમ - કુતિયાણા ખાતેના શ્રી રામમંદિરના પાટોત્સવની ભકિતભાવ સાથે ઉજવણી કરવામા આવી રહી છે.ત્રિદીવસીય આ ઉજવાણીમા અંખડ રામઘૂન નુ આયોજન કરવામા આવ્યુ છે. સાથે આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજવામા આવી રહ્યા છે.
પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં જિલ્લાભરમાંથી દર્દીઓ સારવાર લેવા માટે આવે છે. કેટલીક સુવિધાને અભાવે દર્દીઓને મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે અને હવે કોરોનાના ભણકારા વાગવાનું શરુ થઈ ગયુ છે. ત્યારે જિલ્લા કક્ષાની ભાવસિંહજી હોસ્પિટલની પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાએ મુલાકાત લીધી હતી
રાણવાવના પાટવાવ જાપા વિસ્તાર મા રહેતા એક વેપારીના મકાનમાંથી સોના ધરેણા અને રોકડ રકમની ચોરી નો બનાવ સામે આવ્યો છે આ ચોરીમા જાણભેદુ હોવાની આશંકા સેવાય રહી છે. અને પોલીસે તે દીશામા તપાસનો ઘમઘમાટ શરુ કર્યો હોવાનુ જાણવા મળી રહ્યુ છે.
પોરબંદર નજીક આવેલા ઓડદરની પવિત્રભુમિ મા આવેલા ગુરુ ગોરખનાથ મંદીરના મહંત પરમ વંદનીય છોટુનાથબાપુનો શુક્રવારે મોડી સાંજે બ્રમલીન થતા તેમન સેવકો મા ભારે શોક જાેવા મળ્યો હતો અને શનિવારે સવાર ના સમગે ગોરખનાથના મંદિરના પટાંગણમાજ છોટુનાથબાપુ ને સમાઘી આપવામા આવી હતી અને હજારોની સંખ્યામા તેમનો સેવકો ઉપસ્થિત રહ્યા હતા
બૈાઘીત્વ,માનવતાવાદના હિમાયતી,પ્રખર સમાજ સુઘારક ની સાથે અંધવિશ્વાસ,પાંખડવાદ,જાતિવાદ,મનુવાદ,આડંબરવાદ ના વિરોધીતેમજ દંભીઓને સત્યાનો અરીસો બતાવનાર ક્રાતિકારી પરમ પૂજય સંત છોટુનાથ બાપુ નો બ્રહમલીન થતાં તેમના અંંતિમ દર્શન કરવા માટે મોટી સંખ્યામા સેવકો અને નાથ સંપ્રદાયના સંતો તેમજ બરડા અને ધેડ પંથકના લોકો ઉમટી પડયા હતા અને ગોરખનાથ મંદિરના પટાંગણ મા સમાઘી આપવામા આવી હતી ઓડદર ગામ અને પોરબંદર મહેર સામજ ઉપરાંત ઓડેદરા પરીવાર તેમજ ખારવા સમાજ અને રબારી સમાજ ના ગુરુ છોટુનાથબાપુ બ્રમલીન થતા તેમના દિવ્ય આત્માને ઈશ્વર પરંમશાંંતી આપે તેવી પ્રાર્થના કરી હતી
Read More© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software