પોરબંદરનાં વિરડી પ્લોટ વિસ્તારમાં રહેતા જેઠીબેન દામજીભાઈ સાદીયા નામનાં વૃધ્ધાની માલીકીનું સીટી સર્વે વોર્ડ નં.ર સીટી સર્વે નં. પ૭૦ થી ક્ષે.ચો.મી.૪૧-પર૭૭ જમીન પરનું જુનું બાંધકામવાળુ જંત્રી મુજબ કિંમત રૂા. ૮ લાખનું તેમનાં જ કુટુંબી ભાઈ શામજીભાઈ વીરાભાઈ સોલંકી તેમજ લીરીબેન વીરાભાઈ સોલંકીએ ગેરકાયદે રીતે પચાવી પાડ્યુ હતું આ અંગે જેઠીબેન સાદીયાએ કિર્તીમંદિર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરનુ દુલિપ ક્રિકેટ ગ્રાઉન્ડ કલિન બોલ્ડ
પોરબંદરનાં રાજવીઓએ શહેરની મધ્યે દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડની ભેટ આપી હતી. આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટની તાલીમ લઈને અનેક યુવાનોએ ક્રિકેટ ક્ષેત્રે પોતાની ઉજ્જવળ કારકિર્દી બનાવી છે. પરંતુ હવે આ દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ પોરબંદરનાં ક્રિકેટરો માટે સ્વપ્નરૂપ બની રહેશે કારણ કે પોરબંદર – છાંયા નગરપાલીકાએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એશો.ને ૩૦ વર્ષ માટે સંચાલન અને જાળવણી માટે આપી દીધુ છે અને પાછલા બારણે નગરપાલીકાએ એમ.ઓ.યુ.પણ કરી લીધા છે. આ એમ.ઓ.યુ.માં સ્થાનિક ક્રિકેટરોને રમવા માટે ગ્રાઉન્ડ જાેતુ હશે તો નગરપાલીકા મારફત સૌરાષ્ટ્ર ક્રિકેટ એશો.ની મંજુરી લેવી પડશે. એમ.ઓ.યુ.માં સૌરાષ્ટ્ર ક્રિકેટ એશો.એ પોરબંદર-છાંયા નગરપાલીકાનાં કાંડા કાપી લીધા છે અને આંબા આંબલી બતાવવામાં આવ્યા છે.
પોરબંદરની ડીવાઈન સ્કુલમા દેશની સંસ્કૃતિના દર્શન
પોરબંદરનાં બોખીરા વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત શૈક્ષણિક સંસ્થા ડિવાઈન પબ્લિક સ્કુલ બાળકોમાં શિક્ષણની સાથે-સાથે સંસ્કારનું પણ સિંચન કરે છે. આ શાળાનો વાર્ષિક ઉત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. જેનું સંચાલન આર.જે.વિરાજ દ્વારા આગવી શૈલીમાં કરવામાં આવ્યું હતુ. તો આ શાળાનાં ગુજરાતી અને ઈગ્લીંશ મીડીયમનાં વિદ્યાર્થીઓ દ્વારા દેશનાં વિવિધ પ્રાંતોની સંસ્કૃતિને ઉજાગર કરતા લોક નૃત્ય રજુ કરીને સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા. એલ.ઈ.ડી. સ્ક્રીન સાથે જળહળતાં સાસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવ્યા હતા.
રાણાવાવની જામ્બુવંતી ગુફાના વિકાસની માંગ
રાણાવાવ નજીકના પ્રવાસન સ્થળ જામ્બુવંતી ગુફાના વિકાસ માટે રાજ્ય સરકારનાં વન અને પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા સમક્ષ રજૂઆત ગુફાના સેવા મંડળ દ્વારા કરવામાં આવી હતી.જેમાં વન વિભાગ દ્વારા "સાંસ્કૃતિક વન" મંજૂર કરવામાંઆવે અને ૨૦૧૨મા થયેલાં વિકાસનાં કામોની જાળવણી માટે રીનોવેશનની કામગીરી સાથે પ્રવાસીઓને આકર્ષવા માટે વધુવિકાસનાં કામો હાથ ધરવા માટે
વિસ્તૃત વિગતો સાથે રજૂઆત સંસ્થાનાં મહામંત્રી બાબુભાઈ ચૌહાણ તથા ટ્રસ્ટી મુકેશભાઈ મકવાણાએ કરી હતી.રજૂઆત પત્રમાં વધુમાં જણાવ્યાનુસાર ૨૦૦૬ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તે સમયના મુખ્યમંત્રી તરીકે જામ્બુવંતી ગુફાની મુલાકાત લઈ આજગ્યાને પ્રવાસન સ્થળ તરીકેની જાહેરાત કરવામાં આવી હતી.બાદ આ સ્થળે રસ્તા, લાઈટ,ભોજનાલય,ચિંતન કુટીર,અને બાલ ક્રિડાગણઅને શૌચાલય ની સુવિધાઓ ઉપલબ્ધ થઈ હોવાનું પત્રમાં જણાવ્યુ હતુ
પોરબંદરવાસીઓ ને કેમ વળી ગયો પરસેવો
પોરબંદર માં ફાટક મુશ્કિલ રૂપ
દિવસ દરમિયાન અનેક વખત બંધ થાય છે
20 થી 25 મિનિટ બંધ રહે છે
ટ્રાફિકની સમસ્યા સતાવે છે
ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે મુશ્કેલી
ઓવરબ્રિજ-એન્ડરબ્રિજ ની માત્ર વાતો
પોરબંદરની યુવતીઓમાં દેશ સેવા માટે કેવી લે છે આકરી તાલીમ
પોરબંદર માં સુરક્ષા માટે તાલીમ
યુવતીઓ સુરક્ષા એજન્સી માં જોડાવા લે છે તાલીમ
પોલીસ,ફોરેસ્ટ અને આસામ રાઇફલ માટે લે છે તાલીમ
એકલવ્ય એકડમિમાં તાલીમ
શાંતિબેન ભૂતિયા આપે છે તાલીમ
પોરબંદરની અનેક યુવતીઓ સુરક્ષા એજન્સીમાં
પોરબંદર ની મહીલાયે પરશેવાની કમાણી થી પુણ્ય નું ભાથું બાંધ્યું
પોરબંદરમાં ટકેટકનું કમાતા શ્રમિક મહિલાએ ૧૨ લાખ સેવા કાર્યો માટે અર્પણ કર્યા છે. રસોઈ કરી, પતંગ વહેંચી એકઠી કરેલ મરણ મૂડી વૃદ્ધાએ હિન્દુ સ્મશાન ભૂમિના કાર્યોમાં અર્પણ કરી છે. સમૃદ્ધ લોકો અનુદાન આપે છે પણ શ્રમિક મહિલાએ મોટી રકમનું દાન આપ્યું હોવાનો પહેલો કિસ્સો હોવાનું સંસ્થા દ્વારા જણાવાયું છે.
પુણ્ય નું ભાથું બાંધવા નીકળેલા યાત્રાળુ ઓને રસ્તામાં કાળનો ભેટો.
અનેક અકસ્માતોના બનાવો સામે વધુ એક બનાવ પોરબંદર હાઇવે પર સામે આવ્યો છે....
પોરબંદરનાં દ્વારકા હાઇવે પર નાવદ્રાં ગામના પાટિયા પાસે છતિસગઢ થી યાત્રિકો થી ભરેલ જતી બસનો અકસ્માત થયો હતો... આ બસ દ્વારકા ખાતે દર્શન કરી ફરી સોમનાથ તરફ નીકળી હતી.. અને રસ્તા માં પેસેન્જર થી ભરેલ આ બસ CG 27 F 9988 ને ભારે અકસ્માત નડ્યો હતો.
પાર્ક કરેલી કારમા કોને કરી તોડફોડ ???
પાર્ક કરેલી કારમા બે શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી
જુના મન દુઃખ ને લઈને કારમાં કરી તોડફોડ
પોલીસે ગણત્રીના કલાકોમાં આરોપી ને ઝડપી લીધા
પોરબંદર કલેકટર કાર માંથી ઉતરી કેમ મદદે પહોંચ્યા
પોરબંદરના કર્લીપૂલ પર અકસ્માત
ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત
અકસ્માત સમયે કલેકટર મદદે દોડી ગયા
સદનસીબે રીક્ષા ચાલકને સામાન્ય ઇજા
કલેકટર અશોક શર્મા એ કરી મદદ
પોરબંદરના માછીમારો નું દુઃખ દૂર
પોરબંદરના માં માછીમારીની શુ હતી સમસ્યા
પ્રવેશદ્વાર નજીક રેતીની સમસ્યા
બોટ એશો અને ખારવા સમાજ ના પ્રયાસો
રેતી ના ગંજ થયા દૂર
રાણવાવમા અપહરણકર્તા કેમ આવ્યા સંકજામા
પોરબંદર જીલ્લાના રાણાવાવના અપહરણના ગુન્હામા નાસ્તા ફરતા ત્રણ આરોપીને ઝડપી લેવામા રાણાવાવ પોલીસને સફળત મળી છે.ટોલનાકા નજીક પાનની દુકાન ધરાવતા યુવાનુ અપહરણ કરવામા આવ્યુ હતુ આ ગુન્હામા કુલ નવ જેટલા આરોપીઓના નામ ખુલ્યા હતા તે પૈકી છ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર -રાણાવાવ હાઈવે ઉપર વનાણા ટોલનાકા નજીક પાનની દુકાન ધરવાતા યુવાનુ નુ નવ જેટલા શખ્સોએ અપહરણ કરી અને મારમાર્યો હતો આ અંગેનો ગુન્હો રાણાવાવ પોલીસ સ્ટેશનમા નોંધાયો હતો પોલીસે છ જેટલા આરોપીઓને ઝડપી લીધા હતા.
પોરબંદરમા ટ્રાફીકને લઈ શું છે સમસ્યા
પોરબંદર શહેરમા વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેઈનની કામગીર શહેરના વિવિધ વિસ્તારોમા ચાલી રહી છે આ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે.જેને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ ટ્રાફીક સમસ્યાએ મો ફાડી ને ઉભી છેે આડધડ કાર પાર્કિગ કરવામા આવી રહ્યુ છે તેને કારણે પણ ટ્રાફીકની સમસ્યા જાેવા મળી રહી છે હાલ શહેરના હાર્દસમા સુદામાચોક વિસ્તારમા સ્ટ્રોમ વોટર ડ્રેઈનની કામગીરી ચાલી રહી છે એક સપ્તાહથી આ કામગીરી ચાલી રહી છે.જેને કારણે ખોજાખાના પાસેથી અને ઈન્દ્રપ્રસ્થવાળ રોડ ઉપરથી વાહનોની અવરજવર જાેવા મળી રહી છે અને ભારે ટ્રાફીક પણ જાેવા મળી રહ્યો છે.
પોરબંદર જીલ્લા પંચાયતના બજેટ મા શું છે નવુ ?
પોરબંદર જીલ્લા પંચાયતનુ વર્ષ ર૦ર૩-ર૪નુ બજેટ આજે સામાન્ય સભામા રજુ કરવામા આવ્યુ હતુ જેમા ર૪૩.ર૮લાખી પુરાંતવાળુ બજેટ મંજુર કરવામા આવ્યુ હતુ આ ઉપરાંત આરોગ્ય,શિક્ષણ,સમાજ કલ્યાણ અને જાહેર બાંધકામ માટે ખાસ રકમ ફાળવામા આવી હતી આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના સિંચાઈ સહિતન પ્રશ્નોની ચર્ચા કરવામા આવી હતી
ગાંધીના ગામમા ગાંધીજીની સ્મૃતિ કેમ વિસરાઈ
પોરબંદર આવતા પ્રવાસીઓ માટે ગાંધીભૂમિની સ્મૃતિ અમર રહે તેવા હેતુ સાથે ઘૂઘવતા સાગરકાંઠે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ગાંધીસ્મૃતિ ભવન બનાવવામાં આવ્યું હતું જેમાં સાડા ત્રણ કરોડના ખર્ચે લેસર-શો બનાવવામાં આવ્યો હતો. જે ત્રણ વર્ષથી બંધ છે. અહીંનો વિકાસ માત્ર કાગળ ઉપર જ થયો છે ગાંધીજીની સ્મૃતિની અહીંના તંત્રને અને પાલિકાના શાસકોને કોઈ જ દરકાર નથી તેમ જણાવીને પોરબંદર કોંગ્રેસે ભારે આક્રોશ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે.
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software