Photo Stories

Populer Videos

View All
પોરબંદરમાં કૉંગેસની પરિવર્તન યાત્રામાં સરકાર પર પ્...

પોરબંદરમાં કૉંગેસની પરિવર્તન યાત્રામાં સરકાર પર પ્રહાર વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ દ્વારા યુવા પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથથી સુઇ સુધીની આ પરિવર્તન યાત્રા આજે પોરબંદરના આંગણે આવી પહોંચી હતી. પોરબંદર યુથ કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્્યું હતું અને એક બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુદામાચોક ખાતે જાહેરસભા યોજાઇ હતી. જેમાં કોંગ્રસના આગેવાનોએ મોંઘવારી, બેરોજગારીના મુદ્દે સરકાર ઉપર પ્રહારો કર્યા હતા..

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિકાસનો બોલ ક્...

પોરબંદરના દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડમાં વિકાસનો બોલ ક્યારે ફેકાંશે ? પોરબંદર શહેર ની મધ્યે આવેલા દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ વિકાસ જંખી રહ્યું છે પોરબંદર ના રાજવીઓ એ આપેલી આ ભેટ આયોજન ના અભાવે તેમનું મૂલ્ય ઘટી રહ્યું હોય તેવો અહેસાસ ક્રિકેટ પ્રેમીઓ કરી રહ્યા છે. દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ના વિકાસ માટે પોરબંદર નગરપાલિકા એ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે સાત વર્ષ માટે એમ.ઓ.યુ. કર્યા હતા

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં સમસ્ત ખવાસ જ્ઞાતિ દ્વારા શરદોત્સવ ની ભવ...

પોરબંદરમાં સમસ્ત ખવાસ જ્ઞાતિ દ્વારા શરદોત્સવ ની ભવ્ય ઉજવણી નવરાત્રિની ભક્તિભાવ સાથે ઉજવણી બાદ શરદ ઉત્સવનું પણ આનંદ અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરમાં સમસ્ત ખવાસ જ્ઞાતિ પોરબંદર-છાંયા દ્વારા પી.જી. છાત્રાલય ખાતે શરદ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. ટોપ-૧૦ ઉપરાંત પ્રિન્સ-પ્રિન્સેસને અઢળક ઇનામો આપીને સન્માનીત કરવમાં આવ્યા હતા. તો આ અવસરે યોજાયેલી ગરબા અને આરતી શણગારની સ્પર્ધામાં પણ બહેનોએ ઉત્સાભેર ભાગ લીધો હતો.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં મહેર સમાજ દ્વારા ભાગવત સપ્તાહ

મહેર સમાજે ભગવદ્ કથા ના માધ્યમ થી સૌ સમાજ ને પ્રેમ ના તાંતણે બાંધવાનું બીડું ઝડપ્યું છે ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા આગામી વર્ષ ર૦ર૩માં સુદામાનગરીમાં ભાઇશ્રીના મુખે કૃષ્ણકથા તા.૧૩ થી ૧૯ માર્ચ સુધી ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની અમૃતવાણીમાં ભાગવત સપ્તાહનું આયોજન પોરબંદર ખાતે કરવામાં આવ્યું છે.

Read More
jitesh chauhan -Reporter
આશા વર્કર બહેનો નો આક્રોશ વેતન માટે ભીખ માગવી પડે...

આશા વર્કર બહેનો નો આક્રોશ વેતન માટે ભીખ માગવી પડે છે આશા વર્કર બહેનો ફરી મેદાને આવ્યા છે. એક બાજુ માનવતા ના ધોરણે તો બીજી બાજુ હર હમેશ પોતાની ફરજ પર તૈનાત રહેતા આશા વર્કર બહેનો ને તેમના હક નું વેતન પણ મળતું નથી. ત્યારે આશા વર્કર બહનો દ્વારા ટી.ડી.ઓ ને અનેક વખત રજૂઆત બાદ પણ તેમને તેમના હક નું વેતન પણ આપવામાં તંત્ર જોલા ખાય છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં કારની ચોરી કરી બે વર્ષ સુધી કરી મોજ

બે વર્ષ પેહલા થયેલ ઇકોકાર ચોરીનો ભેદ પોકેટ કોપ ની મદદ થી ઉકેલાયો છે. પોરબન્દર એસ.ઓ.જી દ્વારા ચોરી નો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લામાં મિલકત વિરુદ્ધના તથા ચોરીના ગુન્હાઓ અટકાવવા માટે ઇન્ચાર્જ પોલિશ ઇન્સ્પેક્ટર એચ.બી ધાંધલિયા ને સૂચના આપવામાં આવી હતી જે સૂચના ને આધારે એસ.ઓ.જી નો સ્ટાફ પેટ્રોલલિંગ માં હતો તે દરમ્યાન પોલિશ હેડ કોન્સ્ટેબલ મોહિત ગોરાણીયા તથા પોલિશ કોન્સ્ટેબલ સંજય ચૌહાણ ને હક્કીકત મળેલ કે એક ઈસમ સુદામા પરોઠા હાઉસ પાસે આંબેડકર નગરમાંથી અલગ નમ્બર પ્લેટ લગાવી ઇકો કાર લઈને નીકળવાનો હોવાની બાતમી ને આધારે નરસંગ ટેકરી થી રાણાવાવ જતા રોડ પર ડો.આંબેડકર નગર માં જતા સર્વિસ રોડ પર વાહન ચેકીંગ કરતા એક ઈસમ સફેદ કલર ની ઇકો કાર લઈને નીકળતા તેને રોકી અને પૂછપરછ હાથ ધરી હતી.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં નમો કપ ના આયોજક ડો.આકાશ રાજશાખા સાથે ખ...

પોરબંદર માં નમો કપ નું ભવ્ય આયોજન તા 8 થી 18 ઓક્ટોબર દરમિયાન આયોજન આયોજક આકાશ રાજશાખા સાથે ખાસ વાતચીત માધવાણી કોલેજ ના ગ્રાઉન્ડ માં આયોજન રન નો વરસાદ અને ઇનામો ની વણજાર

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરમાં અશાંતી બાદ શાંતિનો માહોલ

પોરબંદરમાં અશાંતી બાદ શાંતિનો માહોલ દરિયાઈ સુરક્ષાને ધ્યાને લય ને તંત્ર દ્વારા જિલ્લા ના અલગ અલગ 8 જેટલા સ્થળો પર ડીમોલીશન ની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રવિવાર સવાર થી જ પોરબંદર ના ઉદ્યોગનગર વિસ્તાર માં ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. તો આ કામગીરી સાથે જ લઘુમતી સમાજ માં ભારે રોષ વ્યાપી ગયો હતો.ગઈ કાલે લઘુમતી સમાજ ના લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.અને ડીમોલેશન વળી જગ્યા પર જવા માટે રસ્તા પર નિકળિયા હતા તે દરમિયાન પોલીસ દ્વારા લઘુમતી સમાજ ના લોકો ને સમજાવટ કરી અને શાંત પાડવાની કોશિશ હાથ ધરવામાં આવી હતી.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરની ગોઢાણીયા કોલેજ માં રાસ ની રમઝટ

પોરબંદરની ગોઢાણીયા કોલેજ માં રાસ ની રમઝટ નવરાત્રી ના પાવન પર્વે કૈક પોરબંદર ના આંગણે અનેરી જ ધૂમ મચાવી છે નવરાત્રી ના શરૂઆત થી જ સૌ કોઈ મન મસ્ત બની અને થનગની રહ્યા છે ગલી ગરબા થી લય ને મોટા મોટા રાસોત્સવ માં સૌ કોઈ ગરબે ઘૂમી નવરાત્રી ના ભવ્ય આયોઅજન ને માણી રહ્યા છે ત્યારે પોરબન્દર ની સદા કોલેજો ખાતે પણ નવરાત્રી ઉત્સવ નું આયોઅજન થઈ રહ્યું છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ટોળા ને શાંત કરવા પોલીસે ટીયર ગેસ છોડ્યો

પોરબંદર માં ડીમોલેશન ની કામગીરી સામે લઘુમતી સમજ નારાજ લોકો ના ટોળાં એકત્રિત થતા પોલીસે 3 રાઉન્ડ ટીયર ગેસ ના છોડીયા લોકો ને શાંતિ જાળવવા જિલ્લા પોલીસ વડા ની અપીલ ધાર્મિક જગ્યા નજીક ડીમોલેશન કરતા નારાજગી અંતે પોલીસે મામલો થાળે પાડ્યો

Read More
jitesh chauhan -Reporter

ADVERTISEMENT

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor