પોરબંદર ના દરિયામાં ઘમાસાણ
પોરબંદર તા,૧૭. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં રક્ષા શક્તિ ક્ષેત્રે દેશને આત્મનિર્ભર બનાવવાના લક્ષ્યને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ' ડિફેન્સ એક્સ્પો-૨૦૨૨' નું યજમાન ગુજરાત બન્યું છે ત્યારે પોરબંદર કોસ્ટગાર્ડ જેટી ખાતે આવતીકાલે તા.૧૮ થી તા.૨૨ સુધી જાહેર જનતા નૌસેના પ્રદર્શન અને જહાજની મુલાકાત લઈ શકશે.
પોરબંદરમાં દિવાળી પહેલા રસ્તા રૂપાળા
ચોમાસા બાદ રસ્તાઓ એ જાણે પોરબંદરની છબી બદલાવી નાખી હોય તેમ ઠકેઠેકાને ખાડાઓ નું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે.ત્યારે તંત્ર દ્વારા હાલ તેહવારો ને લય ને રસ્તા ના સમારકામ નું કામ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરી ને પોરબંદર ના મહત્વ ના માર્ગો પ્ર સમારકામ કરી અને ખાડાઓ ના સામ્રાજ્ય ને પરાજિત કરવામાં આવી રહ્યું છે. દિવાળી ના તેહવાર ને લય ને તંત્ર દ્વારા ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે શહેરી જનો માં પણ ખુશી ની લાગણી ફરી વળી હતી.
તહેવારો ના આગમને જાણે સોની બજાર ને જગમગાવ્યું છે ખાસ કરી ને ગય કાલે મઁગળવારે ગુરુ પુષ્ય નક્ષત્ર ના યોગ ના કારણે સોની બજાર માં લોકો સોનાની ખરીદી કરવા ઉમટી પડ્યા હતા પોરબંદર ની સોની બજારો માં લોકો સોનાની ખરીદી કરવા પહોંચ્યા હતા ખાસ કરી ને ગુરુ પુષ્ય નક્ષત્ર ને લય ને અનેક માન્યતાઓ અને શુભ મુહર્ત માનવામાં આવે છે.
પોરબંદર માં ગૌરવ યાત્રા નું ભવ્ય સ્વાગત
દ્વારકા થી શરુ થયેલી ભાજપ ની ગૌરવ યાત્રા નું આજે પોરબંદર ખાતે સમાપન થયું હતું. જેમાં ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ભાજપના અધ્યક્ષ સી. આર.પાટીલ , કેન્દ્રીય મંત્રી ભાગવદ, તેમજ ભાજપ ના અગ્રણી ભરત ભાઇ બોઘરા સહિત ના ભાજપ ના ટોચ ના આગેવાનો જોડાયા હતા. અસ્માવતી રિવર ફ્રન્ટ ખાતે ગૌરવ યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુદામા ચોક ખાતે એક જાહેર સભા યોજાઈ હતી. જેમાં ગુજરાત ના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી એ ગુજરાત ની વિકાસ ગાથા રજૂ કરી હતી
પોરબંદરના બાગ બગીચામાં મળશે હવે જીમની સુવિધા..
પોરબંદર છાયા નગરપાલિકા ની જનરલ બોર્ડ ની બેઠક મળી હતી જેમાં 15 જેટલા એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં વિકાસ ના કામો ને વેગ આપવામાં આવ્યો હતો પોરબંદર શહેર ના બાગ બગીચા અને સાર્વજનિક પ્લોટ માં જિમ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા શહેર માં રસ્તા , પાણી , સ્ટ્રીટ લાઈટ સહિત ની પાયાની સુવિધા ઉપરાંત વિકાસ ના કાનો ને પણ વેગ આપવામાં આવી રહ્યો છે.
પોરબંદરની સરકારી હોસ્પિટલમાં દર્દીઓની કેમ પડશે સારવારની ખોટ
પોરબંદર ની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ને ક્યુ ગ્રહણ લાગતું હોય તેમ અવારનવાર પ્રશ્નો અને સમસ્યાનું સામ્રાજય ફેલાયેલું રહે છે પોરબંદરની ભાવસહજી સરકારી હોસ્પિટલમાં આમ તો પણ તબીબોની ઘટ જોવા મળી રહી છે. જેની અસર લોકોને મળતી આરોગ્યની સેવા પર જોવા મળી રહી છે. થોડા સમય પૂર્વે પાંચ તબીબ સહિત ર૮ જેટલા મેડીકલ સ્ટાફનાં કોન્ટ્રાકટને લઇને ઉભો થયેલો વિવાદ અંતે શાંત થયો હતો
આંગણે આંગણે પહોંચશે કોંગ્રેસ , પ્રજાના સાદ ને આપશે સાથ પોરબંદર કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રાનાં સમર્થનમાં શહેરનાં કીર્તિમંદિર ખાતેથી સોમનાથ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ નાથાભાઇ તથા કોંગ્રેસ નેતા અર્જુનભાઈ મોઢવાડીયાની આગેવાનીમાં પદયાત્રાનો પ્રારંભ થયો છે.
પોરબંદર ની વેજીટેબલ માર્કેટ પાલિકા ની તિજોરી ભરશે ?
પોરબંદર નગરપાલિકા દ્વારા પેરેડાઇઝ સિનેમા નજીક વેજીટેબલ માર્કેટ બનવવામાં આવી છે આ બિલ્ડીંગ વર્ષો સુધી બંધ હાલત માં હતું અને ખનઢેર બની ગયું હતું.... અંતે પાલિકા નું તંત્ર જાગ્યું હોય તેમ આ માર્કેટ નું રીનોવેશન કર્યા બાદ હવે તમને ભાડા પટ્ટે થી આપવાનું આયોજન કર્યું છે અને તેની પ્રકિયા પણ શરૂ થઈ ગઈ છે.
પોરબંદરમાં સિટી બસ સેવા શરૂ થયા બાદ શું આવી સામે સમસ્યા
પોરબંદર માં સીટી બસ સેવા ના શુભારંભ થી જ પાલિકા એ સુદામા ચોક ખાતે ના પાર્કિંગ ની સમગ્ર જગ્યા ની ફાણવની સીટી બસ માટે ગોઠવી દીધી હતી તેમજ રેલિંગ બાંધી ને સુદામા ચોક ની પાર્કિંગ ની જગ્યા પર સીટી બસ સિવાય ના અન્ય વાહનો ને પાર્કિંગ પર મનાય ફરમાવી હતી.
પોરબંદરમાં વેસ્ટર્ન રેલવે ના કર્મચારીઓની ભૂખ હડતાલ
વેસ્ટર્ન રેલવે એમપ્લોય યુનિયન દ્વારા ભૂખ હડતાલ નું એકદિવસીય એલાન આપવામાં આવ્યું હતું. રેલવે વિભાગ ના કર્મચારીઓ અનેક રજૂઆત અને તેઓના હક ની માંગણી માટે થય અનેક પહેલ કરતા આવ્યા છે.પરંતુ સરકાર એ ક્યાંક આ રજૂઆતો ને ધ્યાન માં લેવામાં ઉદાંસિંતા દાખવી હોવાના આક્ષેપ રેલવે કર્મીઓ કરી રહયાં છે.
7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar
+91 9624011010
porbandarkhabar@gmail.com
© 2024 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software