પોરબંદર નું ભવ્ય એરપોર્ટ હાલ ફ્લાઇટ ની ઉડાન વિના સૂના વનરાવન જેવું લાગી રહ્યું છે પોરબંદર ના એરપોર્ટ ખાતે ઘણા લાંબા સમય થી અમદાવાદ , મુંબઈ અને દિલ્લી ની ફ્લાઇટ બંધ કરી દેવામાં આવી છે પોરબંદર ના ધંધાર્થીઓ માટે આ ફ્લાઇટ ખુબ ઉપયોગી હતી, સાથેજ સમય ની બચત નું ઉત્તમ મુસાફરી નું માધ્યમ બંધ થતા સમગ્ર પોરબંદર વાસીઓ ફ્લાઇટ શરૂ કરવા ની માંગ કરી રહ્યા છે.
પોરબંદરમાં ફરી નગર બસ સેવા ને લઈ શહેરીજનો શુ છે પ્રતિસાદ
પોરબંદરવાસીઓ છેલ્લા કેટલાયે વર્ષો થી આતુરતા પૂર્વક જે સવારી ની રાહ જોઈ રહ્યા હતા તે હવે પોરબંદર ના આંગણે પધારવા જય રહી છે બીજી ઓક્ટોમ્બર ના રોજ પોરબંદર ના રસ્તા અને સીટી બસ નું ફરી મિલન થવા જય રહ્યું છે. સીટી બસ ના વિરહમાં અને એકબાજુ ખાનગી વાહ્નનોનાં મસમોટા ભાડા થી હવે રાહત મળશે તેવું વર્તાય રહ્યું છે.
પોરબંદર માં માલધારીઓ માં રોષ-દૂધ દોહલ્યું
માલધારીઓનો જંગ, દૂધ વ્યાપાર આજે થયો બંધ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે આંદોલનનો દોર શરૂ થયો છે. સરકારી કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઇને આંદોલનાત્મક કાર્યક્રમો આપી રહયાં છે. તો બીજી તરફ માલધારી સમાજમાં પણ રોષ જોવા મળી રહયો છે.
પોરબંદરમાં CCTV કેમેરા ગુનેગારો માટે આફત
પોરબંદર શહેર ને શાંતિસભર બનાવવા અને પોરબંદર ની પ્રજા માટે રાત દિવસ એક કરતી પોરબંદર પોલિશ પોરબંદરવાસીઓ માટે અડીખમ રહી છે તહેવાર હોય કે રવિવાર, દિવસ હોય કે રાત કોઈ પણ સમય જોયા વગર પોરબંદર ને શાંતીસભર અને સુરક્ષિત રાખવા પોરબંદર પોલિશ સતત કાર્યરત રહે છે.
બરડા પંથક ના ખેડૂતો પાક નુકશાન ની વળતર ની કરી માંગ
આ વર્ષે મેઘો મુશળધાર વરસતા અનેક ખેડૂતો ની મૂંઝવણ વધી છે. પોરબંદર જિલ્લામાં આ વર્ષે પડેલાં ભારે વરસાદના કારણે બરડા પંથકમાં અનેક ખેડૂતોનો પાક બળી ગયો છે. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં મગફળીનો પાક નિષ્ફળ ગયો છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકશાન થયું છે. આ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાની માગ પ્રબળ બની છે અને આ મુદ્દે ખેડૂત પાંખ દ્વારા જિલ્લા ખેતીવાડી અધિકારી અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
પોરબંદર માં માલધારી સમાજ હાલ મેદાને ઉતાર્યો છે અનેક માંગણીઓ અને તેમના હક ની માંગ સાથે તેઓએ આવતી કાલ એટલે તારીખ 21 સપ્ટેમ્બર ને બુધવાર ના રોજ ગુજરાત બંધ નું એલાન આપ્યું છે માલધારી સમાજ ના ભાઈઓએ આજ રોજ મીડિયા સમક્ષ વાત કરી અને સરકાર ને જાણે ખુલ્લી ચેતવણી આપી હોય અને માલધારી સમાજ ના હક માટે ની લડત ચાલુ રાખશે આ સાથે તેમની માંગ પુરી કરવા જણાવી .
ગરબા કે જે છે,, ગરવી ગુજરાત નું ગર્વ જેના આગમન થી થનગન્યા ખેલૈયાઓના મન એ નવરાત્રી નું પર્વ પોરબંદર વાસીઓ જાણે નવલા નોરતા ના આગમન માં જાણે મન મૂકી ને વધામણાં કરી રહ્યા છે ત્યારે રોટરેક ક્લ્બ દ્વારા વેલકમ નવરાત્રી 2022 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
પોરબંદર ની આશા વર્કર બહેનો ની નિષ્ઠા ને સલામ
આંદોલન ના સૂર વચ્ચે પણ ફરજ ને સૌ પ્રથમ પ્રાધાન્ય આપી અને માનવતા ગુંજતી કરી છે આશા વર્કર અને ફેસીલીટર બહેનો તેમની અનેક માંગણીઓ અને હક મેળવવા માટે આંદોલન ચલાવી રહી છે ત્યારે આ સમય વચ્ચે પોલિયો માટેની જરૂરી કામગીરી આવી પડતા આશા વર્કરો એ માનવતા બતાવી.
પોરબંદર માં મોંઘવારી નો સુર ઉઠ્યો
વડાપ્રધાન ના જન્મ દિન ને બેરોજગાર દિન તરીકે ઉજવી ને એન.એસ.યુ.આઈ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું . જેમાં કમલાબાગ સર્કલ પાસે અનોખી રીતે નાટ્ય રૂપાંતર દ્વારા હુ મોંઘવારીનો પ્રેરણતા છુ, આજે તમને બધાને મોંઘવારીની ચા પીવડાવીશ. ગેસના બાટલા વિના દુધ વગરની ચા બનાવી સૌ યુવાનોને ચા પીવડાવી પકોડા આપી કહ્યું કે મોદીજી ના રાજ માં કોઇને નોકરી/રોજગાર નહિ મળે તો આવો પકોડા ખાવ તમારું પેટ ભરો. ચા વહેંચીને દેશ ચલાવે છે મોદીજી તો તમે ભણીને /પકોડા વહેં મોદી મોંઘવારીના પ્રેરણતા.. આવા નાટ્ય રૂપાંતર સાથે અનોખું વિરોધ કર્યું હતું .
સોરઠી ડેમ છલકાતા બરડા માં લીલા લહેર
પોરબંદર જિલ્લો અને પોરબંદર ની આન બાન અને સાન બરડો સોળે કલા એ પ્રકૃતિ ના પ્રેમ માં ખીલી ઉઠ્યો છે અને વર્ષારાણી એ વર્ષા સંગ જાણે સ્નેહ ની હેલી કરી હોય તેમ તન મન ને ભીંજવી નાખ્યા છે. ત્યારે બરડા વિસ્તાર નો સોરઠી ડેમ આ વર્ષે સતત બીજી વાર છલકાયો છે. અને આ ડેમ જાણે પાણી ની સાથે ખેડૂતો પ્રત્યે ના સ્નેહ થી છલકાયો હોય તેવી અનુભૂતિ હાલ તો થઈ રહી છે. કારણ કે સોરઠી ડેમ ગોરાણા , અડવાણા , ભેટકડી ત્રણ ગામ ને કેનાલ મારફત સિંચાય નું પાણી પૂરું પાડવામાં આવે છે .
© 2025 PORBANDAR-KHABAR. All Rights Reserved. Design by Shiny Software