Photo Stories

Populer Videos

View All
પોરબંદર જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં મેગા ડીમોલે...

પોરબંદર જિલ્લા માં મેગા ડિમોલિશન ની કામગીરી હાથ ધરવામાં આવી છે. દરિયાઈ સુરક્ષા ને ધ્યાને લઇ ને આ ડીમોલેશન હાલ તો હાથ ધરવામાં આવ્યું છે દરિયાઇ પટ્ટી વિસ્તારમાં આવેલા ગામોમાં હાલ ડેમોલિશ ની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જિલ્લા માં અલગ અલગ 8 જેટલા સ્થળો પર ડીમોલેશન ચાલી રહ્યું છે.

Read More
jitesh chauhan -Reporter
ખારવા સમાજ દ્વારા મુખ્યમંત્રી પાસે વિધાનસભા ની ટીક...

ખારવા સમાજ દ્વારા મુખ્યમંત્રી પાસે વિધાનસભા ની ટીકીટ ની માંગ આગામી વિધાનસભાની ચૂંટણી ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પોરબંદર થી સમસ્ત બારગામ ખારવા સમાજ દ્વારા વિધાનસભામાં પ્રતિનિધિત્વ આપવાની માંગ કરવામાં આવી છે રાજય ના મુખ્યમન્ત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધી જી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પોરબંદર આવ્યા હતા . તે દરમ્યાન તેમણે બારગામ ખારવા સમાજ ની પંચાયત મઢી ની મુલાકાત લીધી હતી , આ પ્રસંગે ખારવા સમાજ ના વાણોટ પવનભાઈ શિયાળ સહીત ના આગેવાનો એ મુખ્યમન્ત્રી નું સ્વાગત કર્યું હતું.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર સિટી બસ સેવા નો શુ છે ઇતિહાસ જાણો

પોરબંદર સિટી બસ સેવા નો શુ છે ઇતિહાસ જાણો ગાંધીભૂમિ પોરબંદર ખાતે ગાંધીજયંતિ નિમિતે ગુજરાત ના મુખ્યમન્ત્રી ભુપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગાંધી જયંતિ ના દિને પોરબંદર માં આજે સિટી બસ સેવાનો પ્રારંભ મુખ્યમન્ત્રી ના હસ્તે કરવામાં આવ્યો હતો પોરબંદર માં સીટી બસ ફરી દોડશે ત્યારે પોરબંદર વાસીઓ માં ખુશી ની લાગણી ફરી વળી હતી.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર જિલ્લા ના ખેડૂતો ને નર્મદા ના આશીર્વાદ

બરડા પંથક ના ખેડૂતો ની લાગણીને ધ્યાને રાખીને ધારાસભ્યશ્રી બાબુભાઇ બોખીરીયા એ રાજ્ય સરકાર ને ભલામણ કરી ને સૌની યોજના હેઠળ ધ્રોકળ ડેમ નર્મદા પાણીથી ભરવા રજૂઆત કરી હતી.આથી રાજ્ય સરકારે 750 કી.મી. દૂર સુધી નર્મદાના પાણી પહોંચાડવાની કાર્યવાહી હાથ ધરી હતી અને આ કામગીરી પૂર્ણ થતા અને નર્મદાના પાણીનું અવતરણ થતા ખેડૂતો માં ખુશી ની લાગણી ફરી વળી હતી.

Read More
jitesh chauhan -Reporter
હાર્ટ દિવસ : કેમ રાખશો હૃદય ને સ્વસ્થ

હાર્ટ દિવસ : કેમ રાખશો હૃદય ને સ્વસ્થ આજ નો દિવસ 29 સપ્ટેમ્બર એટલે વર્લ્ડ હાર્ટ ડે. આજ ના દિવસ ને હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. વર્લ્ડ હાર્ટ ફેડરેશન દ્વારા હાર્ટ ડીસીસ અને અવેરનેસ માટે રાખવામાં આવ્યો છે સમગ્ર વિશ્વમાં આ દિવસ ઉજવામાં આવે છે. શરીર માટે હૃદય એ અમૂલ્ય ભાગ છે. અને શરીર ને જીવંત રાખવા માટે નું એ યન્ત્ર છે જે સતત ધબકતું રહે છે.

Read More
jitesh chauhan -Reporter
મૂળ માધવપુર માં બે જૂથ વચ્ચે બઘડાટી કેમ બોલી

મૂળ માધવપુર માં બે જૂથ વચ્ચે બઘડાટી કેમ બોલી પોરબંદર જિલ્લાના મૂળ માધવપુર ગામે ખેતરમાં પ્રવેશ તથા છેડતીના મુદ્દે બે જૂથો વચ્ચે બુધવાર સાંજે લાકડી અને પાઈપ જેવા હથિયારો વડે મારા મારી થઈ હતી તો આ મારામારી માં ૪ મહિલા સહિત ૭ વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર ના માછીમારો ની ડ્રેજીગ દુઃખ દૂર થશે

પોરબંદર ખાતે ૨ ઓક્ટોબર ના રોજ ગુજરાત ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ગાંધી ભૂમિ ની મુલાકાતે આવી રહ્યા છે મુખ્યમંત્રી ના પોરબંદર ની મુલાકાતે અનેક કાર્યોના શુભારંભ તો ખાત મુહુર્ત કરવામાં આવશે તેમજ ૨ ઓક્ટોમ્બર ના રોજ મુખ્યમંત્રી ના હસ્તે માછીમારો ની માપલા વાડી જગ્યા એ દ્રેજિંગ નું ખાત મુર્હૂત કરવામાં આવશે

Read More
jitesh chauhan -Reporter
પોરબંદરની બેંકને ચાલીસ લાખનો ચૂનો

પોરબંદર માં આવેલી ઈન્ડિયન ઓવરસીઝ બેંકના ગોલ્ડ વેલ્યૂઅરે વિવિધ ગ્રાહકો સાથે મળી નકલી દાગીના બેંકમાં રજૂ કરી જુદા-જુદા સમયે મળીને કુલ રુ.૪૦.૬૮ લાખની લોન પાસ કરાવી બેંક સાથે છેતરપીંડી-વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ લોન કૌભાંડમાં કુલ ૧૫ શખ્સો સામેલ હતા, પરંતુ તે પૈકી ચાર શખ્સોએ બેંક દ્વારા આપવામાં આવેલી મુદ્દત દરમિયાન તેમની લોનના પૈસા ભરી દેતાં બેંક મેનેજર દ્વારા ગોલ્ડ વેલ્યૂઅર સહિત કુલ ૧૧ ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર પોલીસ થી ધધાર્થીઓ કેમ થયા પરેશાન

પોરબંદર પોલીસ થી ધધાર્થીઓ કેમ થયા પરેશાન તહેવારો ના ધમધમાટ વચ્ચે પોરબંદર પોલિશ તરખાટ મચાવી રહી હોવાના શૂર પોરબન્દર શહેર માંથી ઉઠી રહ્યા છે એક બાજુ કોરોના ના બે વર્ષ બાદ તહેવારો ની ઉજવણી લોકો કરી રહ્યા છે ત્યારે પોરબંદર પોલિશ ની મનમાની જાણે લોકોના રંગ માં ભન્ગ નાખી રહી હોવાનુ હાલ તો પ્રતીત થઈ રહ્યું છે.

Read More
jitesh chauhan -Reporter
પોરબંદર માં મહેર સમાજ દ્વારા રસોત્સવ નું ભવ્ય આયોજ...

નવરાત્રી ના આગમન ના પગલે સૌ કોઈ ના મન જાણે. થનગની રહયા છે.અને નવલા નોરતા ની પધરામણી થતા જ સૌ કોઈ માં જગદંબા ની આરાધના કરવા આતુર બન્યા છે.પોરબંદર માં અનેક રાસોત્સવ દ્વારા ખેલૈયાઓ માટે ભવ્ય આયોજન કરવામાં આવે છે ત્યારે પોરબંદર મહેર સમાજ દ્વારા પણ મહેર જ્ઞાતિના ખેલૈયાઓ માટે અને સમસ્ત મહેર જ્ઞાતિ માટે ચોપાટી ગ્રાઉન્ડ ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે

Read More
jitesh chauhan -Reporter

ADVERTISEMENT

Get In Touch

7,8 Fisrt Floor, Indraprashth Complex, S.T. Cross Road, Porbandar

+91 9624011010

porbandarkhabar@gmail.com

Follow Us
Districts / City
Chif and Editor